AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajag-gajab: અગ્નિસંસ્કાર બાદ બાકી રહી ગયેલી રાખનો સૂપ બનાવીને પીવે છે લોકો, જાણો શું છે કારણ?

દુનિયાભરમાં અજીબોગરીબ પરંપરાઓ છે, જેનું વિવિધ સંસ્કૃતિઓમાં પાલન કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, યાનોમાની જાતિના લોકો તેમના પરિવારના સભ્યના મૃત્યુ પછી તેમની રાખનો સૂપ બનાવે છે.

Ajag-gajab: અગ્નિસંસ્કાર બાદ બાકી રહી ગયેલી રાખનો સૂપ બનાવીને પીવે છે લોકો, જાણો શું છે કારણ?
Yanomami ( File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2022 | 10:04 AM
Share

દુનિયામાં અનેક પ્રકારની સંસ્કૃતિમાં માનનારા લોકો છે, જેઓ અલગ-અલગ પરંપરાઓ (Weird Rituals)ને અનુસરીને જીવે છે. વિવિધ સંસ્કૃતિઓના જીવન જીવવાના નિયમો પણ તદ્દન અલગ છે. અમુક સંસ્કૃતિમાં લગ્ન કરવાની રીત એવી છે કે તમે સાંભળીને આશ્ચર્યચકિત થઈ જશો. પરંતુ, ઘણી સંસ્કૃતિઓમાં અંતિમ સંસ્કારની (Funeral Traditions) આવી રીતો છે. જે ભારતમાં ભાગ્યે જ સ્વીકાર્ય છે.

કંઈક આવું જ છે દક્ષિણ અમેરિકાની એક જનજાતિ યાનોમામીનું (Yanomami) જે કોઈપણ વ્યક્તિના મૃત્યુ પછી તેની રાખનો સૂપ બનાવીને પીવે છે. તમને આ સાંભળીને અજીબ લાગશે. પરંતુ આ આદિજાતિ માટે તે એકદમ સામાન્ય છે.

એટલું જ નહીં, ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે આ આદિવાસીઓ તેમના મૃત પરિવારના સભ્યોનું માંસ પણ ખાય છે. આવી સ્થિતિમાં આપણે જાણીએ કે તેમના આવું કરવા પાછળનું કારણ શું છે અને વ્યક્તિના મૃત્યુ પછી તેઓ કયા નિયમોનું પાલન કરે છે. જાણો યાનોમાનીની આ વિચિત્ર પરંપરા સાથે જોડાયેલી ખાસ વાતો.

આ જાતિ ક્યાં જોવા મળે છે?

અમે જે જનજાતિ વિશે વાત કરી રહ્યા છીએ તે દક્ષિણ અમેરિકાની એક જનજાતિ છે, જેનું નામ યાનોમામી છે. આ જાતિને યાનમ અથવા સેનેમા તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ જાતિના લોકો વેનેઝુએલા અને બ્રાઝિલના ભાગોમાં પણ જોવા મળે છે. આ આદિવાસી જનજાતિ પશ્ચિમી સભ્યતાથી ઘણી અલગ છે અને પોતાની સંસ્કૃતિના નિયમોનું પાલન કરીને જીવે છે. તેઓ ફક્ત તેમની સંસ્કૃતિના નિયમોનું પાલન કરે છે.

અંતિમ સંસ્કારની પરંપરા શું છે?

આ આદિજાતિમાં આદમખોર જેવી જ અજીબોગરીબ પરંપરા છે, જેને એન્ડોકેનિબલિઝમ કહેવામાં આવે છે. આ પરંપરામાં આ જાતિના લોકો પોતાના પરિવારના મૃત વ્યક્તિનું માંસ ખાય છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, ત્યારે તેને પહેલા થોડા દિવસો માટે પાંદડા વગેરેથી ઢાંકવામાં આવે છે અને ત્યારબાદ બાકીના શરીરને બાળી નાખવામાં આવે છે. આમાં મોટાભાગના હાડકા બળી જાય છે અને શરીરનું માંસ પણ ખાઈ જાય છે.

આ પછી હાડકાં બળી જાય છે અને સળગ્યા પછી રહી ગયેલી રાખ આ લોકો ખાય છે. પરંપરા અનુસાર, આ લોકો કેળામાંથી બનાવેલા સૂપ જેવા પદાર્થમાં આ રાખ નાખે છે અને મૃતકના પરિવારજનો આ રાખમાં મિશ્રિત સૂપ પીવે છે. તમને સાંભળવામાં અજીબ લાગશે, પરંતુ તે સાચું છે અને તે તેમની પરંપરા છે. આ કરતી વખતે, તેઓ ખૂબ રડે છે અને શોક સંબંધિત ગીતો પણ ગાય છે.

આવું કેમ કરે છે ?

યાનોમામી જાતિના લોકો મૃતકના શરીર સાથે આવું કરે છે કારણ કે તેઓ માને છે કે મૃત્યુ પછી શરીરની આત્માની રક્ષા થવી જોઈએ. આત્માને ત્યારે જ શાંતિ મળે છે જ્યારે શરીરનો છેલ્લો ભાગ પણ તેના સ્વજનો ઉઠાવી ગયા હોય. એવું માનીને આ લોકો શરીરની રાખ પણ કોઈને કોઈ રીતે ખાય છે. તેઓ માને છે કે આ રીતે અંતિમ સંસ્કાર કરવાથી આત્માને શાશ્વત શાંતિ મળે છે.

રિપોર્ટ અનુસાર, જ્યારે કોઈ વ્યક્તિની કોઈ સંબંધી અથવા દુશ્મન દ્વારા હત્યા કરવામાં આવે છે, ત્યારે તેઓ અંતિમ સંસ્કાર અલગ રીતે કરે છે. આ સ્થિતિમાં ફક્ત મહિલાઓ જ રાખ ખાય છે અને તે મોતનો બદલા સાથે જોડવામાં આવે છે.

આ પણ વાંચો  : પેંગોંગ તળાવ પર બ્રિજના નિર્માણ મામલે ભારતે કર્યો વિરોધ, ચીને કહ્યું- પ્રાદેશિક સાર્વભૌમત્વની સુરક્ષા માટે થઈ રહ્યું છે કામ

આ પણ વાંચો : Jammu Kashmir: બડગામ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદી ઠાર, સુરક્ષાદળોએ 7 દિવસમાં 19 આતંકવાદીઓને કર્યા ઠાર

g clip-path="url(#clip0_868_265)">