Jammu Kashmir: બડગામ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદી ઠાર, સુરક્ષાદળોએ 7 દિવસમાં 19 આતંકવાદીઓને કર્યા ઠાર
આઈજીપી કુમારે કહ્યું 'આતંકવાદીઓએ (Terrorists) સંયુક્ત ટીમ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો છે. જેના જવાબમાં સુરક્ષા દળોએ (Security Forces) પણ જવાબી કાર્યવાહી કરી છે. બાદમાં CRPF પણ આ ઓપરેશનમાં જોડાયું હતું.
જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) બડગામ જિલ્લામાં (Budgam District) સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે રાતે થયેલી અથડામણમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. ત્રણ આતંકીઓના મોત બાદ છેલ્લા સાત દિવસમાં માર્યા ગયેલા આતંકીઓની સંખ્યા વધીને 19 થઈ ગઈ છે.
બડગામના જોલવા ક્રાલપોરા ચદૂરામાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ પોલીસ, સેના અને CRPF અધિકારીઓની એક ટીમે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. પોલીસ મહાનિરીક્ષક (IGP)) વિજય કુમારે જણાવ્યું કે ત્રણ આતંકવાદીઓમાંથી એકની ઓળખ શ્રીનગરના નૌગામના વસીમ મીર તરીકે થઈ છે.
“પ્રારંભિક તપાસ અને પ્રાપ્ત દસ્તાવેજોના આધારે અન્ય બે આતંકવાદીઓ વિદેશી નાગરિકો હોવાનું જણાય છે. જો કે તેની સાચી ઓળખ શું છે તે જાણવામાં આવી રહ્યું છે. ઘટનાસ્થળેથી ત્રણ એકે-56 રાઈફલ પણ મળી આવી છે.
પોલીસે જણાવ્યું હતું કે મીર ડિસેમ્બર 2020થી આતંકવાદી પ્રવૃત્તિઓમાં સક્રિય હતો અને ગયા વર્ષે 22 જૂને પોલીસ અધિકારી ઈન્સ્પેક્ટર પરવેઝ અહેમદની હત્યામાં સામેલ હતો. આઈજીપી કુમારે કહ્યું, ‘આતંકવાદીઓએ સંયુક્ત ટીમ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. આ બાદ સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. બાદમાં CRPF પણ આ ઓપરેશનમાં જોડાયું હતું.
આતંકવાદી યુવાનોનું બ્રેઈનવોશ કરી રહ્યો હતો
તેમણે કહ્યું, ‘સંયુક્ત ટીમે તમામ નાગરિકોને સુરક્ષિત સ્થાનો પર લઈ જવાની ખાતરી કરી. અંધકારને કારણે કોઈ નુકસાન ન થાય તે માટે સર્ચ ઓપરેશન રાત્રી દરમિયાન મોકૂફ રાખવામાં આવ્યું હતું અને શુક્રવારે વહેલી સવારે ઓપરેશન ફરી શરૂ કરવામાં આવ્યું હતું.
એન્કાઉન્ટર દરમિયાન સેનાનો એક અધિકારી પણ ઘાયલ થયો હતો. તેને સામાન્ય ઈજાઓ થઈ છે. તે ઈદગાહ શ્રીનગરમાં અલી મસ્જિદ ચોક પાસે CRPF બંકર પર થયેલા ગ્રેનેડ હુમલામાં પણ સામેલ હતો, જેમાં એક નાગરિક અને એક પોલીસ અધિકારી ઘાયલ થયા હતા. તે મધ્ય કાશ્મીરના યુવાનોનું બ્રેઈનવોશ પણ કરતો હતો અને તેમને આતંકવાદી જૂથોમાં જોડાવા માટે પ્રેરિત કરતો હતો.
આ પહેલા બુધવારે પુલવામા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ પુલવામા જિલ્લાના ચાંદગામ ગામને ઘેરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, જે એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું હતું. તેમણે કહ્યું કે સુરક્ષા દળો સાથે ગોળીબારમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા.
આ પણ વાંચો : Travel Tips: આ 5 દેશમાં ફરવા જવા માટે ભારતીયોને નહીં પડે વિઝાની જરૂર