Viral Video: કારને ટક્કર માર્યા બાદ સ્પીડમાં આવેલી બસ ચર્ચના ગેટ સાથે અથડાઈ, અકસ્માતનો વીડિયો જોઈ તમે ચોંકી જશો
કેરળમાં સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસ વધુ ઝડપને કારણે કારને ટક્કર માર્યા બાદ એક ચર્ચના ગેટ સાથે ઘુસી ગઈ હતી. અકસ્માતનો એક સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
માર્ગો પર ઝડપથી દોડતા વાહનોના કારણે અકસ્માતો રોજીંદા બની ગયા છે. એક તરફ રસ્તા પર ચાલતી વખતે વહીવટીતંત્ર ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને વાહનની સ્પીડને નિયંત્રણમાં રાખવાનો આગ્રહ રાખે છે. સાથે જ વાહનચાલકો સમય બચાવવા રોડ પર પૂરપાટ ઝડપે વાહનો હંકારી રહ્યા છે. જે અવારનવાર અકસ્માતોને આમંત્રણ આપતા જોવા મળે છે.
હાલમાં જ કેરળમાંથી આવો જ એક વીડિયો સામે આવ્યો છે. વાસ્તવમાં સોશિયલ મીડિયા પર અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં વળાંક પર અચાનક સામેથી આવતી કાર સાથે એક હાઇસ્પીડ બસ અથડાતી જોવા મળી હતી. આ દરમિયાન અકસ્માત એટલો ઝડપી હતો કે બસ સાથે અથડાયા બાદ કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. તે જ સમયે સ્પીડ વધુ હોવાને કારણે બસ આગળ જતા ચર્ચના ગેટ સાથે અથડાઈ હતી.
#WATCH | Kerala: A Kerala State Road Transport Corporation bus met with an accident after colliding with a car near Kizhavallor in Pathanamthitta district. Thereafter, the bus rammed into the wall of a church. Injured passengers were rushed to hospital. pic.twitter.com/SiFjOvDLsR
— ANI (@ANI) March 11, 2023
હાઇ સ્પીડ બસ અકસ્માતનો ભોગ બની
હાલ અકસ્માતનો વીડિયો ANI ન્યૂઝ એજન્સીના ટ્વિટર એકાઉન્ટ પરથી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે. માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે, આ ઘટના કેરળના પથાનમથિટ્ટા જિલ્લાના કિઝાવલ્લોર પાસે બની હતી. જ્યાં કેરળ રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસ સામેથી આવતી કાર સાથે અથડાઈ હતી. જે બાદ અકસ્માતગ્રસ્ત બસ એક ચર્ચની દિવાલ સાથે અથડાઈ હતી. વીડિયોમાં ફાટક તૂટીને બસની ઉપર જ પડતી જોવા મળી રહી છે.
ઇજાગ્રસ્તોની સારવાર ચાલુ છે
મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં બસમાં સવાર ઘણા મુસાફરો ઘાયલ થયા છે. જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. હાલ અકસ્માતનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ જોઈને યૂઝર્સ કોમેન્ટ કરતી વખતે હાઈ સ્પીડ પર વાહન ચલાવવાથી બચવાની સલાહ આપતા જોવા મળે છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને સોશિયલ મીડિયા પર 2 લાખ 76 હજારથી વધુ વ્યૂઝ અને 2 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.