ACમાંથી નીકળતા પાણીનો કર્યો આવો જુગાડ, ના ડોલ મુકવાની ઝંઝટ ના પાણી ભરાવાની ઝંઝટ, જુઓ-Video
એક એવો વીડિયો સામે આવ્યો છે જે જોઈને લોકો વિચારતા થઈ ગયા છે. સામે આવેલો આ વીડિયો દેશી જુગાડનો છે જે ACમાંથી બહાર નીકળતા પાણી માટે કરવામાં આવ્યું છે.

સોશિય મીડિયામાં રોજ ઘણા વીડિયો વાયરલ થતા હોય છે ત્યારે આજે એક એવો વીડિયો સામે આવ્યો છે જે જોઈને લોકો વિચારતા થઈ ગયા છે. સામે આવેલો આ વીડિયો દેશી જુગાડનો છે જે ACમાંથી બહાર નીકળતા પાણી માટે કરવામાં આવ્યું છે.
ACમાંથી નીકળતા પાણીનો આ રીતે કર્યો ઉપયોગ
આ વીડિયો ક્યા નો છે તે અંગે કોઈ માહિતી નથી પણ વીડિયોમાં એક વ્યક્તિ બોલી રહ્યો છે કે વિદેશમાં ગજબની ટેકનલોજી છે ACમાંથી બહાર નીકળતા પાણીની પાઈપ સાથે એક ફુવારાની નળીને ફીટ કરી દીધી છે. એટલે કે જે ACનું પાણી જ્યાં બહાર પડે છે અને તે જગ્યાએ આપડે કોઈ ડોલ કે કોઈ વસ્તુ મુકવી પડે છે અને ના મુકીએ તો તે જગ્યા ખુબ જ ભીની થઈ જાય છે અને પાણી પાણી ત્યાં જોવા મળે છે.
(Video Credit- @Yttech0703)
ના ડોલ મુકવાની ઝંઝટ ના પાણી ભરાવાની ઝંઝટ
પણ અહીં ACના બહાર નીકળતા પાણીની પાઈપ સાથે ફુવારાની નળી ફીટ કરી દીધી છે જેથી એસીનું પાણી હવામાં જ ફેલાઈ જાય અને નીચે પાણીના ટીપા ના પડે કે પછી તે જગ્યાએ કોઈ વાસણના મૂકવું પડે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો તેને દેશી જુગાડનું નામ આપી રહ્યા છે.
વીડિયો લોકોને ખુબ પસંદ આવ્યો
આ વીડિયો પર આત્યાર સુધી 87K લાઈક્સ મળી ચૂકી છે અને 359kથી વધારે લોકો એ તેને શેર કર્યો છે. લોકો આ વીડિયો પર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
