સિક્કા ભરેલી બોરી લઈને સ્કૂટર ખરીદવા પહોંચ્યો ખરીદદાર ! છ વર્ષ બાદ આખરે સપનું થયુ પૂરું- Video Viral

ત્યારે સિક્કાથી ભરેલી થેલી સાથે સૌપ્રથમ શોરૂમમાં પ્રવેશતા જોઈને ત્યાંનો હાજર સ્ટાફ સ્તબ્ધ થઈ ગયો હતો. આ વ્યક્તિ પોતાની બોરીમાં 5 રૂપિયા અને 10 રૂપિયાના સિક્કા લઈને પહોંચી ગયો હતો. પૈસા ભરેલી બોરી જોઈ સ્ટાફ પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો.

સિક્કા ભરેલી બોરી લઈને સ્કૂટર ખરીદવા પહોંચ્યો ખરીદદાર ! છ વર્ષ બાદ આખરે સપનું થયુ પૂરું- Video Viral
A person buy a scooter with a sack full of coins
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2023 | 3:18 PM

આસામના દારંગમાં એક વ્યક્તિએ સિક્કાઓથી ભરેલી બોરી લઈને સ્કૂટરના શો રુમમાં પહોંચ્યો હતો. મળતી માહિતી મુજબ સિપાઝર વિસ્તારનો રહેવાસી મોહમ્મદ સૈદુલ હકે સિક્કાઓથી ભરેલી બોરી કે જેમાં તેના છેલ્લા ઘણા વર્ષોથી બચત કરેલા પૈસા સિક્કા હતા તે લઈને તે સ્કૂટર ખરીદવા શો રુમમાં ગયો હતો. તેણે જણાવ્યું હતુ કે ઘણા વર્ષોની મહેનત બાદ તેણે આ પૈસા જમા કર્યા છે. ત્યારે આ યુવકનો બોરી લઈને શો રુમમાં પ્રવેશ કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ દરમિયાન શોરૂમના માલિક મનીષ પોદ્દારે જણાવ્યું હતું કે તેમને માહિતી મળી હતી કે એક ગ્રાહક 5-6 વર્ષથી સિક્કા જમા કરીને સ્કૂટર ખરીદવા આવ્યો છે. મને ખૂબ જ આનંદ છે કે આવા ગ્રાહક અમારી પાસે આવ્યા. તેમણે સિક્કાઓને ભેગા કરીને 90 હજાર જેટલી રકમ જમા કરી છે.

નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો

6 વર્ષ સિક્કા ભેગા કરી ખરીદ્યુ સ્કૂટર !

મોહમ્મદ સૈદુલ હકે જણાવ્યું કે હું બોરાગાંવ વિસ્તારમાં એક નાની દુકાન ચલાવું છું અને સ્કૂટર ખરીદવાનું મારું સપનું હતું. ત્યારે આ સપનું પુરુ કરવા છેલ્લા 5-6 વર્ષ પહેલા સિક્કા એકત્ર કરવાનું શરૂ કર્યું હતું અને આખરે, મેં મારું સપનું પૂરું કર્યું છે. ત્યારે હું હવે ખરેખર ખુબ જ ખુશ છું.

ટુ વ્હીલર શોરૂમના માલિકે કહ્યું કે જ્યારે મારા એક્ઝિક્યુટિવે મને કહ્યું કે એક ગ્રાહક અમારા શોરૂમમાં 90,000 રૂપિયાના સિક્કા સાથે સ્કૂટર ખરીદવા આવ્યો છે, ત્યારે હું પહેલાતો ચોંકી ગયો પણ પછી મને ખુબ જ  આનંદ થયો કારણ કે મેં ટીવી પર આવા સમાચાર જોયા હતા. ત્યારે હું ઈચ્છું છું કે તે ભવિષ્યમાં તે ફોર વ્હીલર પણ ખરીદે.

5 અને 10ના સિક્કા સાથે પહોચ્યો યુવક

ત્યારે સિક્કાથી ભરેલી થેલી સાથે સૌપ્રથમ શોરૂમમાં પ્રવેશતા જોઈને ત્યાંનો હાજર સ્ટાફ સ્તબ્ધ થઈ ગયો હતો. આ વ્યક્તિ પોતાની બોરીમાં 5 રૂપિયા અને 10 રૂપિયાના સિક્કા લઈને પહોંચી ગયો હતો. પૈસા ભરેલી બોરી જોઈ સ્ટાફ પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. જ્યારે વ્યક્તિએ કહ્યું કે તે આ સિક્કા ભેગા કરીને સ્કૂટી ખરીદવા માંગે છે તો શોરૂમ મેનેજર હસી પડ્યા હતા . તેઓને ખાતરી નહોતી કે આટલા બધા સિક્કા વ્યક્તિએ કેવી રીતે ભેગા કર્યા

છેલ્લા 6 વર્ષથી એકત્ર કરી હતી રકમ

અહીં સ્કૂટર ખરીદ્યા બાદ મોહમ્મદ સૈદુલ હકે જણાવ્યું કે, હું બોરાગાંવ વિસ્તારમાં એક નાની દુકાન ચલાવું છું અને સ્કૂટર ખરીદવાનું મારું સપનું હતું. મેં 5-6 વર્ષ પહેલા સિક્કા એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. આજે મેં મારું સપનું પૂરું કર્યું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">