Shocking Video : પ્રવાસી યુવક કરી રહ્યો હતો બંજી જમ્પિંગ, અચાનક જ દોરડું તૂટી ગયુ અને પછી..
આ પ્રવાસી હાથ લંબાવીને બંજી જમ્પિંગ કરી રહ્યો હતો, જ્યારે હવામાં દોરડું તૂટી ગયું અને તે સીધો નીચે પડ્યો હતો. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. હ્રદયદ્રાવક ઘટના થાઈલેન્ડની છે.
બંજી જમ્પિંગ જેવી રોમાંચક પ્રવૃત્તિ બાળકોના રમતની વાત નથી. આમાં લોકોને ફ્લેક્સિબલ દોરડા વડે બાંધીને ઊંચા પ્લેટફોર્મ પરથી નીચે ધક્કો લગાવી દેવામાં આવે છે. જો તમને સ્ટંટનો શોખ હોય અને તમે કઠણ દિલના હોવ તો જ આ સ્ટંટ અજમાવવો. ત્યારે કેટલાક લોકો ખૂબ જ હિંમતવાન હોય છે. તેઓ પોતાના જીવ જોખમમાં મૂકીને પણ બંજી જમ્પિંગનો શોખ પૂરો કરે છે. જો કે, આ દરમિયાન ક્યારેક અકસ્માતો પણ થાય છે. આવી જ એક હ્રદયદ્રાવક ઘટના થાઈલેન્ડમાં બની છે, જેનો વીડિયો શોસિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
બંજી જમ્પિંગ દરમિયાન તૂટ્યું દોરડું !
એક અહેવાલ મુજબ હોંગકોંગનો માઈક નામનો શખ્સ ફેબ્રુઆરીમાં તેના મિત્ર સાથે થાઈલેન્ડ પ્રવાસે હતો. બંને જ્યારે પટાયામાં હતા, ત્યારે તેઓએ ત્યાં બંજી જમ્પિંગ કરવાનું નક્કી કર્યું. પરંતુ આ દરમિયાન માઈક અકસ્માતનો શિકાર બન્યો હતો. વીડિયોમાં માઈક લગભગ 10 માળની ઊંચાઈએ બનેલા પ્લેટફોર્મ પર હાથ લંબાવીને ઊભો જોવા મળી રહ્યો છે. જે બાદ તે જેવો લગાવે છે કે દોરડું તૂટી જાય છે અને નીચે નદી હોવાના કારણે આ ભયાનક અકસ્માત બાદ બચી જાય છે.
સ્થાનિક મીડિયા સાથે વાત કરતાં માઈકે કહ્યું કે બંજી જમ્પિંગ કરનારા લોકોની ભૂલ થઈ અને તેમને તેનો ભોગ બનવું પડ્યું. તેણે કહ્યું, ‘મને છાતી અને ફેફસામાં ઈજા થઈ હતી. જીવ પણ જઈ શકતો હતો. માઈકે જણાવ્યું કે પાણીમાં પડવાને કારણે ડાબા ઘૂંટણમાં પણ સોજો આવ્યો હતો અને ડાબી આંખમાં પણ ઈજા થઈ હતી. પરંતુ સર્જરીની જરૂર નહોતી.
હોંગકોંગ પરત ફરતાની સાથે જ તેની હાલત બગડી
રિપોર્ટ અનુસાર, હોંગકોંગ પરત ફર્યા બાદ માઈકની હાલત ખરાબ થઈ ગઈ હતી. સીટી સ્કેન, એમઆરઆઈ અને એક્સ-રેમાં ખબર પડી કે તેના ફેફસામાં ઈન્ફેક્શન છે. માઈકનું માનવું છે કે તેને તળાવનું ગંદુ પાણી ગળી જવાથી આ ચેપ લાગ્યો છે.
માઈકે વળતર માંગ્યું
માઈકનો આરોપ છે કે તેમને અત્યાર સુધી થાઈલેન્ડ ટુરિઝમ તરફથી કોઈ મદદ મળી નથી. તેની સારવારમાં ઘણા પૈસા ખર્ચવામાં આવ્યા છે. માઈકે હવે બંજી જમ્પિંગ પાર્ક પાસેથી સાડા નવ હજાર ડોલરનું વળતર માંગ્યું છે. તેઓ કહે છે કે બંજી જમ્પિંગ કરનારા લોકો તેમની આજની સ્થિતિ માટે જવાબદાર છે.