સોશિયલ મીડિયાની દુનિયા ગજબ છે, ત્યાં અવાર-નવાર અનેક પ્રકારના વીડિયો વાયરલ થતાં હોય છે. જો કે, હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક એવો વીડિયો વાયરલ થયો છે કે જેણે જોઈને લોકો અચંભિત થઈ ગયા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, 70 વર્ષના વૃદ્ધ દાદાના લગ્ન 20 વર્ષની યુવાન છોકરી જોડે થઈ રહ્યા છે. આ જોડી જોઈને ભલભલા માણસ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
આ વીડિયો અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. તેને ઇન્સ્ટાગ્રામ પર bhutni_ke_memes હેન્ડલ દ્વારા પણ શેર કરવામાં આવ્યો છે. આ ચોંકાવનારો વીડિયો ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યો છે. વાયરલ વીડિયોમાં 70 વર્ષીય વરરાજા સફેદ કુર્તો અને સાફો પહેરીને મંડપમાં બેસેલ છે. બીજીબાજુ 20 વર્ષીય દુલ્હન લાલ પોશાકમાં સજ્જ થઈને બેસી છે. બંને વચ્ચે 50 વર્ષની ઉંમરનો તફાવત છે અને આ જોતાં સોશિયલ મીડિયા પર યુઝર્સ આશ્ચર્ય થયા છે.
આ વીડિયોના વ્યુઝની વાત કરીએ તો, વીડિયો લાખો લોકોએ જોયો છે. હવે આ વીડિયો મનોરંજન પૂરતો છે કે ખરેખરમાં લગ્ન થયા છે, તેની કોઇ જ પુષ્ટિ થઈ નથી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો