200 કિલો વજન ધરાવતી ચોકલેટ ગણેશ મૂર્તિ બની લોકોના આકર્ષણનું કેન્દ્ર , વીડિયો જોઈને તમે પણ કહેશો “અદ્ભૂત”

સોશિયલ મીડિયા પર ડાર્ક ચોકલેટથી (Dark Chocolate)બનેલી ગણેશ જીની મૂર્તિ હાલ ખુબ ચર્ચામાં છે. બેકરીના માલિક હરજિંદર સિંહ કુકરેજાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ વીડિયો શેર કર્યો હતો.

200 કિલો વજન ધરાવતી ચોકલેટ ગણેશ મૂર્તિ બની લોકોના આકર્ષણનું કેન્દ્ર , વીડિયો જોઈને તમે પણ કહેશો અદ્ભૂત
200 kg dark chocolate ganesh idol

Viral Video: દેશભરમાં ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi)ની ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષે ગણેશજીના (Ganesha) ભક્તો તેમના આગમનની તૈયારીમાં લાંબા સમયથી રાહ જુએ છે, બાપ્પા તેમના ભક્તો વચ્ચે દસ દિવસ માટે આવે છે. આ દરમિયાન સમગ્ર દેશમાં ગણેશોત્સવ ઉજવાય છે. ત્યારે હાલ ચોકલેટથી બનેલી ગણેશ જીની મૂર્તિ સૌના આકર્ષણનું કેન્દ્ર બની છે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.  બેકરીના માલિક હરજિંદર સિંહ કુકરેજાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ચોકલેટ ગણેશ મૂર્તિનો (Chocolate Ganesha idol)વીડિયો શેર કર્યો છે.

 

હરજિંદર સિંહ કુકરેજાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી વીડિયો શેર કર્યો

લુધિયાણામાં બનાવવામાં આવેલી ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. બેકરીના માલિક કુકરેજાએ જણાવ્યું હતું કે અમે 6 વર્ષથી ચોકલેટ ગણેશ(Chocolate Ganesh) બનાવી રહ્યા છીએ. જેનાથી અમે લોકોને સંદેશ આપવા માંગીએ છીએ કે ગણેશ ચતુર્થી ઈકોફ્રેન્ડલી રીતે ઉજવી શકાય છે.

 

જુઓ વીડિયો

 

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

કુકરેજાએ જણાવ્યું હતુ કે આ ઈકો ફ્રેન્ડલી ગણેશ બનાવવા માટે તેને દસ દિવસ લાગ્યા હતા.આ મુર્તિ 200 કિલોથી વધુ બેલ્જિયન ડાર્ક ચોકલેટનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવી છે. વધુમાં જણાવ્યુ હતુ કે આ મૂર્તિનું દૂધમાં વિસર્જન કરવામાં આવશે અને બાદમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને પ્રસાદ તરીકે ચોકલેટ દૂધ (Chocolate Milk) તરીકે વહેંચવામાં આવશે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા પણ આપતા જોવા મળી રહ્યા છે.

 

 

આ પણ વાંચો: Video : એક વ્યક્તિએ AC ને ટક્કર મારે તેવુ કૂલર બનાવ્યુ, જુગાડ જોઈને તમે પણ દંગ રહી જશો !

 

આ પણ વાંચો:  Video : આ વ્યક્તિ Induction ને સમજી બેઠો Weighting Machine ! પછી જે થયુ એ જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો

Click on your DTH Provider to Add TV9 Gujarati