તમારા નજીકના Corona Vaccine સેન્ટરની માહિતી હવે WhatsApp પર મળશે, ફોલો કરો આ સરળ સ્ટેપ્સ

કોરોના વેક્સિન મેળવવા ઘરની નજીક કોરોના વેક્સિન સેન્ટર ક્યાં છે તે શોધવા માંગતા હો, તો હવે એકદમ સરળ છે. હા માત્ર WhatsApp પર ચેટ કરીને તમે આ માહિતી મેળવી શકો છો.

  • tv9 webdesk37
  • Published On - 12:37 PM, 3 May 2021
તમારા નજીકના Corona Vaccine સેન્ટરની માહિતી હવે WhatsApp પર મળશે, ફોલો કરો આ સરળ સ્ટેપ્સ
રચનાત્મક તસ્વીર

ભારતમાં કોરોના ચેપના કેસો ઝડપથી વધી રહ્યા છે, આ રોગચાળો ન થાય તે માટે દેશમાં રસીકરણની પ્રક્રિયા પણ ચાલુ છે. જો તમે પણ કોરોના વેક્સિન મેળવવા ઘરની નજીક કોરોના વેક્સિન સેન્ટર ક્યાં છે તે શોધવા માંગતા હો, તો હવે એકદમ સરળ છે. હા માત્ર WhatsApp પર ચેટ કરીને તમે આ માહિતી મેળવી શકો છો.

તમને જણાવી દઈએ કે MyGovIndia ટ્વિટર હેન્ડલ દ્વારા પોસ્ટ કરીને, જાણ કરવામાં આવી છે કે WhatsApp પર MyGov Corona Helpdesk હવે લોકોને નજીકના રસીકરણ કેન્દ્ર વિશે જણાવશે. હેલ્પડેસ્ક હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં સપોર્ટ પૂરો પાડે છે.

જો કે ડિફોલ્ટ ભાષા અંગ્રેજી છે પરંતુ જો તમે ઇચ્છો તો તમે ભાષાને હિન્દીમાં પણ બદલી શકો છો. તો આ વિગતો મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા શું છે? ચાલો તમને એક એક સ્ટેપ દ્વારા સમોપૂર્ણ માહિતી આપીએ.

COVID 19નું નજીકનું વેક્સિન સેન્ટર શોધવા ફોલોવ કરો આ સ્ટેપ્સ

1) સૌ પ્રથમ તમારે તમારા ફોનમાં 9013151515 નંબર સેવ કરવો પડશે.
2) નંબર સેવ કર્યા પછી ફોનમાં WhatsApp ખોલો.
3) WhatsApp ખુલ્યા પછી સેવ કરેલા નંબરનું ચેટ બોક્સ ઓપન કરો.
4) હવે આ નંબર પર તમારે Namaste ટાઈપ કરીને મોકલવું પડશે.
5) ત્યાર બાદ સામેથી તમને 9 વિકલ્પો સાથે જવાબ મળશે.
6) વેક્સિનેશન વિશેની માહિતી મેળવવા માટે તમારે 1 લખીને મેસેજ મોકલાવો પડશે.
7) આ પછી તમને જવાબમાં 2 વિકલ્પો મળશે, જેમાંથી વેક્સિન સેન્ટરની માહિતી માટે 1 લાખીને મેસેજ મોકલો.
8) આ પછી તમને પિન કોડ દાખલ કરવાનું કહેવામાં આવશે.
9) તરત જવાબમાં તમારા ક્ષેત્રનો પિન કોડ લખીને મોકલશો એટલે એ પીન કોડની નજીકના વેક્સિનેશન સેન્ટરની માહિતી તમને મળશે.
10) નજીકમાં જે સેન્ટર પર સ્લોટ ઉપલબ્ધ હશે તે વિશે માહિતી મળશે.

 

આ પણ વાંચો: અદાર પૂનાવાલાનો ચોંકાવનારો ખુલાસો: ભારતમાં 2-3 મહિના સુધી રહેશે વેક્સિનની અછત, જાણો શું છે કારણ

આ પણ વાંચો: નંદીગ્રામમાં મમતા બેનર્જી ભલે હારી ગયા, પરંતુ મુખ્યમંત્રી બનવામાં કોઈ સમસ્યા નથી, જાણો કાયદો શું કહે છે