નંદીગ્રામમાં મમતા બેનર્જી ભલે હારી ગયા, પરંતુ મુખ્યમંત્રી બનવામાં કોઈ સમસ્યા નથી, જાણો કાયદો શું કહે છે

મમતા બેનર્જી નંદીગ્રામથી ચૂંટણી ભલે હારી ગયા હોય. પરંતુ બંગાળના મુખ્યમંત્રી બનવામાં કોઈ સમસ્યા નથી. પરંતુ આ માટે તેમને શું કરવું પડશે ચાલો જણાવીએ.

  • tv9 webdesk37
  • Published On - 10:00 AM, 3 May 2021
નંદીગ્રામમાં મમતા બેનર્જી ભલે હારી ગયા, પરંતુ મુખ્યમંત્રી બનવામાં કોઈ સમસ્યા નથી, જાણો કાયદો શું કહે છે
FILE PHOTO

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસે મોટો વિજય મેળવ્યો. જોકે મમતા બેનર્જી ખુદ નંદીગ્રામ સીટ પરથી ચૂંટણી હારી ગયા છે. સુવેન્દુ અધિકારીએ તેમને લગભગ 1700 મતોથી હરાવ્યો. જોકે, મમતા અને તેની પાર્ટીએ કહ્યું છે કે તેઓ તેની વિરુદ્ધ કોર્ટમાં જશે. ટીએમસી સુપ્રીમો ચૂંટણી ભલે હારી ગયા હોય, પરંતુ મુખ્ય પ્રધાન બનવામાં કોઈ મુશ્કેલી નથી.

ભારતીય બંધારણની આર્ટિકલ 164 હેઠળ તેઓ મુખ્યમંત્રી પદે શપથ લઈ શકે છે. આર્ટિકલ 164 (4) જણાવે છે કે, “કોઈ મંત્રી જે સતત છ મહિના સુધી રાજ્ય વિધાનસભાના સભ્ય ન હોય, તેઓએ પદ છોડવું પડશે.” મતલબ કે મમતા બેનર્જીને છ મહિનાની અંદર કોઈપણ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતવી પડશે. 2011 માં મમતા બેનર્જીએ જ્યારે પ્રથમ વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા ત્યારે તેઓ સંસદસભ્ય રહ્યા હતા. અને તેમણે વિધાનસભાની ચૂંટણી લડી નહોતી. ત્યાર બાદ થોડા મહિના પછી તે ભબાનીપુરથી ચૂંટાયા.

કોંગ્રેસના નેતા અને કાનૂની નિષ્ણાત અભિષેક સિંઘવીએ કહ્યું કે, “મમતા બેનર્જીના મુખ્યમંત્રી બનવા અને છ મહિનાની અંદર ચૂંટાયા હોવા અંગે કોઈએ પણ કાયદેસર અને નૈતિક રીતે વાંધો ઉઠાવવો ન જોઈએ. જો કોઈ તેને મુદ્દો બનાવે છે, તો તે ભારતીય બંધારણ વિશેની તેમની જાણકારીના અભાવને પ્રતિબિંબિત કરશે. ”

ચાલો તમને જણાવી દઈએ કે બંગાળમાં ટીએમસી સતત ત્રીજી વખત સરકાર બનાવશે. આ જીતથી મમતા બેનર્જીને રાષ્ટ્રીય સ્તરે બિન-ભાજપ, બિન-કોંગ્રેસ ગ્રુપ તરેકે મહત્વ અપાવે છે. ચૂંટણી દરમિયાન તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના રાષ્ટ્રીય નેતાઓને પડકારતા જોવા મળ્યા હતા. મમતા બેનર્જીએ પોતાને “બંગાળની બેટી” તરીકે રજૂ કરવાની ઝુંબેશ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આનાથી સરકારમાં એન્ટિ-ઇન્કમ્બન્સી ઓછી થઈ.

 

આ પણ વાંચો: જોરદાર શોધ: ધોરણ 6 ની વિદ્યાર્થીનીએ બનાવ્યું એવું હેલ્મેટ, જે કોરોનાથી બચાવે અને ઈમરજન્સીમાં મદદ કરે