ડીપફેક થી મળશે રાહત, મોદી સરકારે જણાવ્યો AIનો માસ્ટર પ્લાન
પીએમ મોદીએ LinkedIn પર એક પોસ્ટ દ્વારા માહિતી આપતા કહ્યુ છે કે દેશની રાજધાની દિલ્હીમાં આવતા સપ્તાહે 12 ડિસેમ્બરથી AI પ્રોગ્રામ શરૂ થવાનો છે. આ પ્રોગ્રામમાં ડીપફેક વીડિયો પર સરકાર મોટો પ્લાન જણાવા જઈ રહી છે. LinkedIn પર શેર કરેલી પોસ્ટ અનુસાર, PM મોદીએ લોકોને ખાતરી આપી હતી.
ડીપફેક વીડિયો વાયરલ થયા બાદ AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વિશે દરેક જગ્યાએ ચર્ચા ચાલી રહી છે, PM નરેન્દ્ર મોદીએ પણ તાજેતરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સમિટ એટલે કે GPAI સમિટ 2023 પર વૈશ્વિક ભાગીદારી વિશે માહિતી આપી છે. પીએમ મોદીએ LinkedIn પર એક પોસ્ટ દ્વારા માહિતી આપતા કહ્યુ છે કે દેશની રાજધાની દિલ્હીમાં આવતા સપ્તાહે 12 ડિસેમ્બરથી AI પ્રોગ્રામ શરૂ થવાનો છે. આ પ્રોગ્રામમાં ડીપફેક વીડિયો પર સરકાર મોટો પ્લાન જણાવા જઈ રહી છે.
LinkedIn પર શેર કરેલી પોસ્ટ અનુસાર, PM મોદીએ લોકોને ખાતરી આપી હતી કે જ્યારે પણ ભારત કંઈક નવીન કરે છે, ત્યારે તે સુનિશ્ચિત કરે છે કે કોઈ પાછળ ન રહે. જ્યારે પણ ભારત લીડ કરે છે, તે એ પણ સુનિશ્ચિત કરે છે કે તે બધાને સાથે લઈને લક્ષ્ય તરફ લઈ જાય.
ડીપફેક ને લઈને શું છે માસ્ટર પ્લાન?
LinkedIn પરની પોસ્ટ અનુસાર, PM મોદી કહે છે કે ભારત પ્રતિભાશાળી કાર્યબળ અને વાઇબ્રન્ટ સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ ધરાવતો યુવા દેશ છે અને ભારત AIના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
We live in interesting times and making it even more interesting is AI, which has a positive impact on tech ️, innovation , healthcare , education , agriculture and more.https://t.co/qnF9UrqlCj
Wrote a @LinkedIn Post on the very exciting GPAI Summit that begins on…
— Narendra Modi (@narendramodi) December 8, 2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, છેલ્લા 9-10 વર્ષમાં ભારતે ટેક્નોલોજીના ક્ષેત્રમાં મોટી છલાંગ લગાવી છે, એમ કહેવું ખોટું નહીં હોય પરંતુ જે હાંસલ કરવામાં અન્ય દેશોને ઘણી પેઢીઓ લાગી, તે ભારતે કર્યું છે તે પણ માત્ર થોડા જ વર્ષોમાં.
પીએમ મોદીએ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર એક પોસ્ટ પણ કરી છે પીએમ મોદીએ કહ્યું કે ટેક, ઈનોવેશન, હેલ્થકેર, શિક્ષણ અને કૃષિ જેવા ક્ષેત્રોમાં એઆઈના સકારાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે. હવે એવું લાગે છે કે AI સંબંધિત વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો માસ્ટર પ્લાન ડીપફેક જેવા કૌભાંડોથી બચવામાં લોકોને રાહત આપવામાં ઘણો આગળ વધશે.
સમિટ ક્યારે ચાલશે?
GPAI સમિટ 2023 12મી ડિસેમ્બરથી શરૂ થશે અને આ AI સમિટ 14મી ડિસેમ્બર સુધી ચાલશે. આ સમિટમાં 28 સભ્ય દેશો અને યુરોપિયન યુનિયન ભાગ લેશે.