Breaking News: કોંગ્રેસની ચીમકી સામે આયોજકો નમ્યા! રાજકોટ,જામનગર બાદ હવે અમદાવાદમાં પણ ‘હું નથુરામ’ નાટકનો શો ‘રદ’ – જુઓ Video
ગુજરાતમાં 'હું નથુરામ' નાટકને લઈને ચાલી રહેલો વિવાદ હવે વધુ વકર્યો છે. રાજકોટ અને જામનગર બાદ આજે અમદાવાદમાં પણ આ નાટકનો ભારે વિરોધ જોવા મળ્યો, જેના પગલે સોમવારે રાત્રે યોજનારો શો રદ આયોજકોએ રદ કરવાની ફરજ પડી છે.
‘હું નથુરામ’ નાટક રાજકોટ અને જામનગર બાદ હવે અમદાવાદમાં પણ નહીં યોજાય. વાત એમ છે કે, NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકરોએ શહેરના વિવિધ વિસ્તારોમાં ગોડસે વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
કોંગ્રેસના નેતાઓની ચીમકી
અમદાવાદમાં NSUIના કાર્યકરોએ જાહેર દિવાલો પર “ગોડસે મુર્દાબાદ, ગાંધીજી અમર રહો” અને “ગાંધીની ભૂમિ પર ગોડસેનું નાટક નહીં ચલાવી લેવાય” જેવા સૂત્રો લખી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.
કોંગ્રેસના નેતાઓએ ચીમકી ઉચ્ચારી હતી કે, જો આ નાટક ભજવવામાં આવશે તો તેના ગંભીર પરિણામો આવશે. આ ઉગ્ર વિરોધને જોતા આયોજકોએ આજે અમદાવાદમાં યોજાનાર શો રદ કરવાની ફરજ પડી છે.
આ એક નાટક પાછળ રાજ્યભરમાં ‘આક્રોશ’
આજે રાત્રે સિંધુભવન રોડ પર આવેલા ઓડિટોરિયમમાં આ નાટકનો શો યોજાવાનો હતો પરંતુ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા ઉગ્ર વિરોધ પ્રદર્શનોને પગલે અંતે આ શો રદ કરવાની ફરજ પડી છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી આ નાટક સામે રાજ્યભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, જેના કારણે અગાઉ રાજકોટ અને જામનગરમાં પણ નાટકના પ્રયોગો અટકાવી દેવામાં આવ્યા હતા. હવે અમદાવાદમાં પણ વિરોધનો વંટોળ ઉઠતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને શો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
