કયું AC સૌથી સારું, પોર્ટેબલ, સ્પ્લિટ કે વિન્ડો ? જાણો
તમારા ઘર, દુકાન કે ઓફિસ માટે એસી ખરીદવા માંગો છો પણ મૂંઝવણમાં છો? તો અહીં તમને AC સંબંધિત બધી વિગતો જાણવા મળશે. તમારા માટે કયું એસી સારું રહેશે? કયું એસી વધુ શક્તિશાળી છે? કયા એસીથી ફાયદો થશે તેવા બધા પ્રશ્નોના જવાબો અહીં જાણો

ઉનાળામાં, જ્યારે પંખા અને કુલર પણ ગરમી સામે રાહત આપતા નથી, ત્યારે સૌને AC ની જરૂરિયાત અનુભવાય છે. પરંતુ જ્યારે AC ખરીદવાની વાત આવે છે, ત્યારે મનમાં ઘણા પ્રશ્નો આવે છે. કયું એસી ખરીદવું યોગ્ય છે ? પોર્ટેબલ, સ્પ્લિટ કે વિન્ડો એસી ? આ બધા AC માંથી કયું એસી રૂમ, દુકાન કે ઓફિસ માટે સારું રહેશે ? અહીં અમે તમને જણાવીશું કે આ બધા AC માં શું તફાવત હોય છે. આ સિવાય, તેના ફાયદા અને ગેરફાયદા શું હોઈ શકે છે તે પણ જાણો.
Window AC
બારીમાં વિન્ડો એસી લગાવેલ હોય છે. આમાં, કૂલિંગ યુનિટ અને કોમ્પ્રેસર બંને એક જ બોક્સમાં સમાવેશ કરેલ હોય છે. આ AC ના ઘણા ફાયદા છે. તેની કિંમત ઓછી હોવાને કારણે, તે મોટાભાગના લોકોની જરૂરિયાતો પૂરી કરી શકે છે. વિન્ડો એસી લગાવવું પ્રમાણમાં ખૂબ સરળ છે.
નાના અને મધ્યમ કદના રૂમ માટે આ એક સારો વિકલ્પ બની શકે છે. જોકે, ક્યારેક એવી સમસ્યા ઊભી થાય છે કે આ AC માટે તમારા રૂમમાં બારી હોવી જરૂરી છે. જો બારી ના હોય તો આ AC લગાવવું મુશ્કેલ બની જાય છે. આ એસી અન્ય એસીની સરખામણીએ ઘણો અવાજ કરે છે. તે સ્પ્લિટ એસી કે પોર્ટેબલ એસી જેટલું દેખાવડુ લાગતું નથી.
Split AC
સ્પ્લિટ એસીમાં બે યુનિટ હોય છે, એક ઘર, દુકાન કે ઓફિસની અંદરનું યુનિટ જેને ઇન્ડોર યુનિટ કહેવામાં આવે છે અને બીજું બહારનું યુનિટ જેને આઉટડોર યુનિટ કહેવામાં આવે છે. બંને યુનિટ પાઇપલાઈન દ્વારા જોડાયેલા હોય છે. તેમા સૌથી સારી વાત એ છે કે તેઓ ખૂબ ઓછો અવાજ કરે છે. તેના સ્ટાઇલિશ દેખાવને કારણે, રૂમમાં મૂકવામાં આવે ત્યારે તે ખરાબ દેખાતા નથી. ઉલટાનું રૂમનો દેખાવ સુંદર કરે છે, મોટા રૂમ અને હોલ માટે સ્પ્લિટ એસી એક સારો વિકલ્પ બની શકે છે. વાતાવરણને ઠંડુ કરવાનું કામ સ્પ્લિટ એસીમાં ઝડપથી થાય છે.
પરંતુ આમાં એકમાત્ર સમસ્યા એ છે કે દરેક વ્યક્તિને સ્પ્લિટ એસી પરવડી શકે તેમ નથી. વિન્ડો એસીની સરખામણીમાં તેમની કિંમત ઘણી વધારે હોય છે. થોડા મોંઘા પણ હોય છે. તેના ઇન્સ્ટોલેશનમાં વધુ સમય અને ખર્ચ લાગે છે. આઉટડોર યુનિટ ઇન્સ્ટોલ કરવા માટે દિવાલમાં છિદ્રો પાડવા અને પૂરતી જગ્યાની જરૂર પડે છે.
Portable AC
આ એક એવું AC છે જેને તમે ગમે ત્યાંથી હેરફેર કરીને જરૂરીયાત મુજબની જગ્યાએ મૂકી શકો છો. તે હરતુ ફરતુ હોવાથી તેના લાભ પણ છે. તમને સારી અને ઠંડી હવા આપી શકે છે. પોર્ટેબલ એસીમાં પૈડાં હોય છે અને તે બારી કે દરવાજામાંથી હવા બહાર કાઢે છે. આ એસી એક જગ્યાએ સ્થિર નથી રહેતુ. જરૂરિયાત મુજબ તેને ગમે ત્યાં ખસેડવું સરળ છે. તમે તેને એક રૂમમાંથી બીજા રૂમમાં લઈ જઈ શકો છો. આમાં કોઈ ખર્ચ થતો નથી. જે ઘરોમાં બારીઓ નથી અથવા આઉટડોર યુનિટ માટે જગ્યા નથી રોકાતી. તો આ ખૂબ જ સારો વિકલ્પ બની શકે છે.
આ માટે તમારે દિવાલને નુકસાન પણ કરવાની જરૂર નથી. જોકે, તેના કેટલાક ગેરફાયદા પણ છે જેના કારણે તમને તે લીધા પછી પસ્તાવો થઈ શકે છે. આ ઠંડકની દ્રષ્ટિએ વિન્ડો અને સ્પ્લિટ એસીને પાછળ છોડી દે છે. તેમની ઠંડક વિન્ડો અથવા સ્પ્લિટ એસી જેટલી ઝડપી નથી. વધુ અવાજ પણ કરે છે તેની સાથોસાથ વીજળીનો વપરાશ પણ વધુ થાય છે.
કયું એસી ખરીદવું તે ઘણી બાબતો પર આધાર રાખે
તમે તમારા બજેટ અને જરૂરિયાત અનુસાર યોગ્ય એસી પસંદ કરી શકો છો. જે જગ્યા માટે એસી લગાવવું છે તેના ક્ષેત્રફળને અનુરુપ યોગ્ય વિકલ્પ પસંદ કરીને, ઉનાળાની ગરમીને ઠંડી હવાથી રાહત મેળવી શકાય છે.
અવનવી ટેકનોલોજીને લગતા સમાચારો જાણવા માટે તમે અમારા ટેકનોલોજી ટોપિક પર ક્લિક કરો