Whatsapp પર તમારા પાર્ટનર કોની સાથે કરે છે વધુ ચેટ, એક મિનિટમાં જાણો આ આસાન ટ્રીકથી
તમારા પાર્ટનર વોટ્સએપ પર વધુ સમય સુધી કોની સાથે ચેટિંગ કરે છે તે જાણવા માટે અમે તમને વોટ્સએપની એક સરળ ટ્રીક જણાવવા જઇ રહ્યા છીએ.
ભારતમાં વોટ્સએપ( Whatsapp)મેસેજિંગ એપનો સૌથી વધુ ઉપયોગ થાય છે. જેમાં ઓડિયો, વિડીયો મેસેજ અને કોલની પણ સુવિધા છે. તેમજ દરેક વ્યકિત મિનિટે વોટ્સએપ ચેક કરવાની આદત પણ ધરાવે છે. તેમજ વોટ્સએપ સોશિયલ મીડિયા(Social Media) નું એક એવું પ્લેટફોર્મ છે જેના માધ્યમથી તમે સમાજ,લોકો, કુટુંબીઓ અને પ્રિયજન સાથે કનેકટ રહી શકો છો.
પરંતુ તમારા પાર્ટનર વોટ્સએપ પર વધુ સમય સુધી કોની સાથે ચેટિંગ કરે છે તે જાણવા માટે અમે તમને વોટ્સએપની એક સરળ ટ્રીક જણાવવા જઇ રહ્યા છીએ. જેની મદદથી તમે તમારા પાર્ટનર કોની સાથે વધુ ચેટિંગ કરે છે આસાનીથી જાણી શકશો.
વોટ્સએપ( Whatsapp) પર ઘણા ગ્રુપ બનાવવામાં આવે છે. કુટુંબનું ગ્રુપ, સમાજનું ગ્રુપ, ઓફિસનું ગ્રુપ, મિત્રોનું ગ્રુપ અને અમુક સામાજિક અને ધાર્મિક ગ્રુપ પણ હોય છે. આ ઉપરાંત મિત્રો સાથેની વ્યક્તિગત ચેટ પણ અલગથી ચાલતી રહે છે. આ રીતે તે જાણવું મુશ્કેલ બને છે કે તમે કયા વોટ્સએપ સભ્યની સાથે સૌથી વધુ ચેટ કરો છો.
જો તમને તમારા પાર્ટનરના ફોનનો પાસવર્ડ પણ ખબર છે, તો પછી તમે તેમનું વોટ્સએપ પણ ચકાસી શકો છો અને તે કોની સાથે વધુ ચેટ કરે છે તે પણ શોધી શકો છો. ચાલો જાણીએ કેવી રીતે …
1. પહેલા તમે વોટ્સએપ ખોલો અને ઉપર દેખાતા ત્રણ ડોટ પર ક્લિક કરો. 2. ત્યાર બાદ સેટિંગ્સ પર ક્લિક કરો, જ્યાં તમને ઘણા વિકલ્પો દેખાશે. 3. જેમાં તમને સ્ટોરેજ અને ડેટા નામનો વિકલ્પ જોવા મળશે તેની પર ક્લિક કરો. 4. તેની પર ક્લિક કર્યા બાદ ઘણા વિકલ્પો દેખાશે. 5 તેની બાદ તમારે સ્ટોરેજ મેનેજ પર ક્લિક કરવું પડશે. 6 આ ક્લિક કરીને તમે સંપૂર્ણ યાદી જોઇ શકશો 7 જેમાં પ્રથમ નામ હશે તેની સાથે સૌથી વધુ ચેટ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Birthday Special: જાણો કેમ જીવનભર લગ્ન ના કર્યા સંજીવ કુમારે? એક સમયે આ હિરોઈન પાછળ હતા પાગલ
આ પણ વાંચો : PM મોદીએ કર્યા વખાણ, તો IIT કાનપુરે PM ને જવાબમાં એવું કંઇક લખ્યું કે લોકો થઇ ગયા ગુસ્સે