AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Birthday Special: જાણો કેમ જીવનભર લગ્ન ના કર્યા સંજીવ કુમારે? એક સમયે આ હિરોઈન પાછળ હતા પાગલ

સુરતમાં જન્મેલા અને દેશભરમાં પ્રખ્યાત થયેલા સંજીવ કુમારનો આજે જન્મદિન છે. ચાલો આજે તમને જણાવીએ આ મહાન અભિનેતા વિશે કેટલીક અજાણી વાતો.

Birthday Special: જાણો કેમ જીવનભર લગ્ન ના કર્યા સંજીવ કુમારે? એક સમયે આ હિરોઈન પાછળ હતા પાગલ
Sanjeev Kumar Life story
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2021 | 12:53 PM
Share

બોલીવુડમાં મોટી મોટી હીટ ફિલ્મો આપનાર સંજીવ કુમારનો આજે જન્મદિન છે. જી હા સંજીવ કુમાર જો આપણી વચ્ચે હોત તો આજે 83 વર્ષના હોત. ગુજરાતીઓ માટે ગર્વની વાત એ છે કે 9 જુલાઈ, 1938 ના રોજ સંજીવનો જન્મ સુરતમાં થયો હતો. સંજીવ તેમના જીવન ઉપરાંત અંગત જીવનને લઈને પણ ખુબ ચર્ચામાં રહ્યા. ખરેખર સંજીવ કુમારે જીવનભર લગ્ન નહોતા કર્યા. અને આ પાછળ ખુબ રસપ્રદ કારણ છે.

સંજીવ કુમાર વિશે બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે તેમનું નામ હરિહર જેઠાલાલ જરીવાલા હતું. તેઓ સુરતમાં જન્મ્યા હતા. આ બાદ તેમનો પરિવાર મુંબઈ આઈ ગયો. બાળપણથી અભિનયના શોખીન સંજીવ કુમારે જીવનમાં ઘણી હીટ ફિલ્મો આપી. જીવનમાં ઘણું પ્રાપ્ત થયા છતાં કંઇક ઉણપ તેમના જીવનમાં રહી ગઈ. અને એ ઉણપ હતી ગમતા પાત્ર સાથે લગ્નની.

કહેવાય છે કે સંજીવ કુમારનું દિલ હેમા માલિની પર આવી ગયું હતું. એમ પણ કહેવાય છે કે સંજીવ હેમાનો હાથ માંગવા માટે તેના ઘરે પણ ગયા હતા. પરંતુ હેમાના માતા-પિતાએ તેમનું પ્રપોઝલ રીજેક્ટ કર્યું. અને પછી સંજીવ કુમારે ક્યારેય લગ્ન જ ના કર્યા.

હેમા અને સંજીવની મુલાકાત 1972 માં ફિલ્મ સીતા ઔર ગીતા દરમિયાન થઇ. પહેલી મુલાકાતમાં સંજીવ કુમાર હેમાના પ્રેમમાં પડી ગયા. સંજીવના દિલમાં હેમા એટલી તો વસી ગઈ કે તેઓ તેની સાથે લગ્ન કરવા માંગતા હતા. અને સંબંધની વાત લઈને હેમાના ઘરે પણ ગયા.

અહેવાલોનું માનીએ તો હેમાના માતાપિતાએ સંજીવ કુમારને ત્યારે ના કહી દીધી હતી. અને એ સમયે જવાબ આપ્યો હતો કે તેઓ તેમની દીકરીના લગ્ન માટે તેમના સમાજનો જ છોકરો પસંદ કરીને રાખ્યો છે. અહેવાલો તો એવું પણ કહે છે કે હેમા પણ એ સમયે સંજીવના પ્રેમમાં હતી, પરંતુ માતાપિતાના નિર્ણયના વિરુદ્ધમાં જઈ ના શકી અને આ સંબંધ આગળ ચાલ્યો નહીં.

સંજીવ હેમાની જોડી ના જામી પરંતુ હેમા ધર્મેન્દ્રનો જોડી જામી ગઈ. એક અહેવાલ એવો પણ છે કે એ સમયે ધર્મેન્દ્રએ હેમાને પ્રપોઝ કરી દીધું અને આ કારણે હેમાએ સંજીવના પ્રેમ પ્રસ્તાવને ના કહી દીધી હતી. આ ઘટના પોતાની સાથે ઘટતા સંજીવ કુમારે જીવનભર લગ્ન ના કરવાનો નિર્ણય લીધો હતો.

વર્ષ 1985 માં સંજીવ કુમારને હાર્ટ એટેક આવ્યો. અને તેઓ આ વિશ્વમાંથી વિદાય લઈને ચાલ્યા ગયા. માત્ર 47 વર્ષની નાની ઉંમરે સંજીવ કુમાર મૃત્યુ પામ્યા. તેમના મૃત્યુના થોડા વર્ષો પહેલા જ હેમા અને ધર્મેન્દ્રએ લગ્ન કરી લીધા હતા.

આ પણ વાંચો: Viral Video: લો બોલો, જેનું ગોકુલધામમાં ચાલે છે એ ચંપકલાલનું પોતાના ઘરમાં નથી ચાલતું!

આ પણ વાંચો: સાયરા બાનોના હોવા છતાં દિલીપ કુમારે કેમ કર્યા હતા બીજા લગ્ન? જેને પાછળથી ગણાવી ‘ગંભીર ભૂલ’

g clip-path="url(#clip0_868_265)">