PM મોદીએ કર્યા વખાણ, તો IIT કાનપુરે PM ને જવાબમાં એવું કંઇક લખ્યું કે લોકો થઇ ગયા ગુસ્સે
તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીએ આઇઆઇટી કાનપુરના વખાણ કરતી ટ્વીટ કરી હતી. તેના જવાબમાં IIT એ જે શબ્દોનો પ્રયોગ કર્યો હતો તે લોકોને પસંદ આવ્યો નહીં. જેના કારણે સોશિયલ મીડિયામાં ચર્ચાઓ વધી ગઈ હતી.
PM મોદીએ તાજેતરમાં તેમની કેબીનેટ મંત્રીની ફેરબદલ કરી છે. નવી ટીમને લઈને લોકોના મિશ્ર પ્રતિસાદ આવી રહ્યા છે. આ પહેલા ગુરુવારના દિવસે જ પ્રધાનમંત્રીએ કેન્દ્રિય ભંડોળ મેળવતી તકનીકી સંસ્થાઓના ડાયરેક્ટર્સ સાથે વાત કરી હતી. આ વાતચીતમાં PM એ બદલાતા સમયમાં આવનારી મુશ્કેલી સામે લડવા અને સમય સાથે તાલમેલ જાળવવાને લઈને ભાર આપ્યો હતો.
આ બાદ PM મોદીએ IIT કાનપુરને લઈને એક ટ્વીટ કરી હતી. IIT કાનપુર દ્વારા કરવામાં આવેલા રિસર્ચ અને અન્ય કામો માટે પ્રધાનમંત્રીએ તેમના વખાણ કર્યા હતા. આ વખાણના જવાબ માં IIT કાનપુર દ્વારા એક ટ્વીટ કરવામાં આવી હતી. જેને લઈને ઘણાબધા લોકોની લાગણી દુભાઈ ગઈ હતી. અને અમુક યુઝર્સ IIT કાનપુર પર હુસ્સે થતા જોવા મળ્યા હતા. વાત જાણે એમ છે કે PM માટે IIT કાનપુરે ટ્વીટમાં કોઈ માનવાચક શબ્દનો ઉપયોગ કર્યો ન હતો. આ વાતને લઈને લોકોએ પછી IIT કાનપુરને ઘણું સંભળાવ્યું હતું.
Proud to see @IITKanpur become a hub for futuristic research and innovations in blockchain technologies, monitoring air quality, electronic fuel injections and more. The support being given to start-ups, upskilling of professionals will greatly benefit India’s Yuva Shakti.
— Narendra Modi (@narendramodi) July 8, 2021
તમને જણાવી દઈએ કે PM મોદીના વખાણના જવાબમાં IIT કાનપુરે લખ્યું હતી કે ‘ધન્યવાદ નરેન્દ્ર મોદી! દેશની સેવા માટે IIT કાનપુર સતત કામ કરી રહી છે.’ આ જવાબમાં સામાન્ય માણસની જેમ પ્રધાનમંત્રીનો ઉલ્લેખ થતા લોકો રીસે ભરાયા હતા. જોકે બાદમાં આ ટ્વીટ ડીલીટ કરી દેવામાં આવી હતી.
આ પહેલા PM મોદીએ IIT કાનપુરના વખાણ કરતા લખ્યું હતું કે, ‘આઈઆઈટી કાનપુર એ ભાવિ સંશોધનનો ગઢ બની ગઈ છે તે જોઇને મને ગર્વ થાય છે. સંશોધન, નવીનતા, કોરોના યુગમાં કરવામાં આવેલ સ્ટાર્ટઅપ આ બધા તેના ઉદાહરણો છે. બ્લોકચેન ટેકનોલોજી, એર ક્વોલિટી મેનેજમેન્ટની દિશામાં કરવામાં આવી રહેલું કાર્ય પ્રશંસનીય છે. તેમના દ્વારા બનાવેલા વ્યાવસાયિક સ્ટાર્ટઅપ્સ યુવા શક્તિને આગળ લઈ જશે.
આના જવાબમાં PM માટે માનવાચક શબ્દ ના વાપરતા લોકોએ IIT કાનપુર પર ખુબ પ્રતિક્રિયા આપી હતી. ચાલો જણાવીએ આ પ્રતિક્રિયાઓ.
You are addressing the Prime Minister of this country.
— Arun Bothra 🇮🇳 (@arunbothra) July 8, 2021
Where is your basic manners in addressing the PM of your nation? Is it so wrong to be little polite! So, called prestigious institution 😠
— we are connected (@connected_we) July 8, 2021
https://twitter.com/Junkie4News_/status/1413187993628676097
આ પણ વાંચો: Birthday Special: જાણો કેમ જીવનભર લગ્ન ના કર્યા સંજીવ કુમારે? એક સમયે આ હિરોઈન પાછળ હતા પાગલ
આ પણ વાંચો: સાયરા બાનોના હોવા છતાં દિલીપ કુમારે કેમ કર્યા હતા બીજા લગ્ન? જેને પાછળથી ગણાવી ‘ગંભીર ભૂલ’