AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp : હવે વોટ્સએપ પોતે જ યાદ કરાવશે મિત્રોના બર્થડે, WhatsAppમાં આવી રહ્યું છે નવું ફીચર !

વોટ્સએપ હવે એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. જેની મદદથી યુઝર્સને તેમના કોન્ટેક્ટ્સના આવનારા જન્મદિવસ અંગે નોટિફિકેશન મળશે. આ ફીચરમાં માત્ર કોન્ટેક્ટ લિસ્ટમાં સામેલ લોકોના જ આવનારા જન્મદિવસ દેખાશે. આ ફીચરની માહિતી WABetaInfoના રિપોર્ટમાં આપવામાં આવી છે.

WhatsApp : હવે વોટ્સએપ પોતે જ યાદ કરાવશે મિત્રોના બર્થડે, WhatsAppમાં આવી રહ્યું છે નવું ફીચર !
WhatsApp Birthday ReminderImage Credit source: AI Generated
| Updated on: Jul 09, 2026 | 11:27 AM
Share

વોટ્સએપએ અગાઉ એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.24.12.25 અપડેટમાં એક એવું ફીચર સામેલ કર્યું હતું. જેમાં કેટલાક યુઝર્સને પોતાની જન્મ તારીખ અને જન્મ વર્ષ દાખલ કરવા માટે કહેવામાં આવ્યું હતું. કંપનીએ આ પગલું નિયમનકારી નિયમોનું પાલન કરવા માટે લીધું હતું. અમેરિકાના કેટલાક રાજ્યોમાં એવા કાયદા લાગુ કરવામાં આવ્યા છે જેમાં ઓનલાઈન સેવાઓ માટે યુઝરની ઉંમર ચકાસવી જરૂરી છે. આ કારણે વોટ્સએપએ કેટલાક યુઝર્સ પાસેથી તેમની જન્મ તારીખ સંબંધિત માહિતી લેવાનું શરૂ કર્યું હતું.

કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ માહિતી અન્ય યુઝર્સને દેખાશે નહીં. એકવાર જન્મ વર્ષ દાખલ કર્યા બાદ તેને બદલી શકાશે નહીં. શરૂઆતમાં આ માહિતીનો ઉપયોગ માત્ર કાયદાકીય નિયમોનું પાલન કરવા માટે કરવામાં આવતો હતો.

વોટ્સએપ હવે મોકલશે બર્થડે રિમાઇન્ડર

વોટ્સએપ હવે આ માહિતીનો ઉપયોગ કરીને એક નવું ફીચર તૈયાર કરી રહ્યું છે. Android બીટા 2.26.27.3 અપડેટમાં કંપની એક એવી ફીચર પર કામ કરી રહી છે જે વપરાશકર્તાઓને તેમના કોન્ટેક્ટ્સના જન્મદિવસ અંગે અલર્ટ આપશે.

WABetaInfo દ્વારા પોસ્ટ

કેવી રીતે કામ કરશે WhatsAppનું Birthday Section ?

વોટ્સએપ એક અલગ સેક્શન પર કામ કરી રહ્યું છે. જેનું નામ બર્થ ડે સેક્શન (Birthday Section) હોઈ શકે છે. આ સેક્શનમાં યુઝર્સ પોતાના કોન્ટેક્ટ્સના આવનારા જન્મદિવસ જોઈ શકશે. જ્યારે કોઈ કોન્ટેક્ટનો જન્મદિવસ આવશે, ત્યારે વોટ્સએપ એપની અંદર નોટિફિકેશન મોકલીને યુઝરને તેની જાણ કરશે. આ ફીચરનો મોટો ફાયદો એ થશે કે યુઝર્સને અલગથી કેલેન્ડર એપનો ઉપયોગ કરવાની અથવા જન્મદિવસ યાદ રાખવાની જરૂર નહીં પડે. ઘણા લોકો જન્મદિવસની શુભેચ્છાઓ વોટ્સએપ દ્વારા જ મોકલે છે. તેથી આ ફીચર ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.

વોટ્સએપ બર્થ ડે રિમાઇન્ડર કેવી રીતે કામ કરશે?

વોટ્સએપ પર બર્થડે રિમાઇન્ડર ત્યારે જ જોવા મળશે જ્યારે કોઈ કોન્ટેક્ટ પોતાની જન્મ તારીખ વોટ્સએપ સાથે શેર કરશે. હાલમાં વોટ્સએપએ તમામ દેશોમાં યુઝર્સ પાસેથી જન્મ તારીખ માંગવાનું શરૂ કર્યું નથી. જો કોઈ યુઝરે પોતાની જન્મ તારીખ દાખલ નહીં કરી હોય, તો વોટ્સએપ પાસે તેની માહિતી નહીં હોય અને કોઈ રિમાઇન્ડર પણ નહીં મળે. વોટ્સએપનું બર્થડે રિમાઇન્ડર ફીચર હાલમાં વિકાસના તબક્કામાં છે. ભવિષ્યમાં જ્યારે આ ફીચર લોન્ચ થશે ત્યારે તેમાં પ્રાઇવસી માટે પણ વિકલ્પ આપવામાં આવશે. યુઝર્સ પસંદગીના લોકો પાસેથી પોતાનો જન્મદિવસ છુપાવી શકશે.

આ પણ વાંચો, હવે YouTube Live પરથી થશે બમ્પર કમાણી! લોન્ચ થયું નવું ફીચર, જાણો કેવી રીતે કરશે કામ

Follow Us
દુબઈના આ પબ્લિક ટોયલેટનો Video કેમ થઈ રહ્યો છે Viral?
દુબઈના આ પબ્લિક ટોયલેટનો Video કેમ થઈ રહ્યો છે Viral?
4 સિસ્ટમ સક્રિય, આગામી દિવસોમાં મુશળધાર વરસાદની શક્યતા
4 સિસ્ટમ સક્રિય, આગામી દિવસોમાં મુશળધાર વરસાદની શક્યતા
નઘરોળ તંત્રના પાપે સ્થાનિકોએ સ્વખર્ચે બનાવવુ પડ્યુ ડાયવર્ઝન
નઘરોળ તંત્રના પાપે સ્થાનિકોએ સ્વખર્ચે બનાવવુ પડ્યુ ડાયવર્ઝન
શરીરના ગુપ્ત ભાગમાં સોનું છુપાવી અમદાવાદ આવ્યો, એરપોર્ટ ઝડપાયો...
શરીરના ગુપ્ત ભાગમાં સોનું છુપાવી અમદાવાદ આવ્યો, એરપોર્ટ ઝડપાયો...
ગુજરાત હાઈકોર્ટને મળશે નવા ન્યાયાધીશ
ગુજરાત હાઈકોર્ટને મળશે નવા ન્યાયાધીશ
નવસારીનો ‘વિકાસ’ પાણીમાં! ₹1,000 કરોડના કાર્યો ધોધમાર વરસાદમાં ધોવાયા
નવસારીનો ‘વિકાસ’ પાણીમાં! ₹1,000 કરોડના કાર્યો ધોધમાર વરસાદમાં ધોવાયા
ગીરનાર પર્વતનો અદ્દભૂત નજારો આવ્યો સામે, રોપવે શરૂ થતા ઉમટ્યા પ્રવાસીઓ
ગીરનાર પર્વતનો અદ્દભૂત નજારો આવ્યો સામે, રોપવે શરૂ થતા ઉમટ્યા પ્રવાસીઓ
25 દિવસમાં 5,000 ખાડા પડતાં AMC સામે 'જનઆક્રોશ', ખુલી 'તંત્રની પોલ'
25 દિવસમાં 5,000 ખાડા પડતાં AMC સામે 'જનઆક્રોશ', ખુલી 'તંત્રની પોલ'
ક્લિનિક બહારથી ડોક્ટર દ્વારા ચાલતા ડિજિટલ જુગારનો પર્દાફાશ
ક્લિનિક બહારથી ડોક્ટર દ્વારા ચાલતા ડિજિટલ જુગારનો પર્દાફાશ
જિમ્નાસ્ટિક્સમાં ગુજરાતના ખેલાડીઓએ મેડલ્સની ભરી ઝોળી ! Video
જિમ્નાસ્ટિક્સમાં ગુજરાતના ખેલાડીઓએ મેડલ્સની ભરી ઝોળી ! Video
g clip-path="url(#clip0_868_265)">