WhatsApp લાવી રહ્યું છે નવું પ્રાઈવસી ફીચર, હવે પ્રોફાઈલ ફોટોનો સ્ક્રીનશોટ નહીં લઈ શકાય

એન્ડ્રોઈડ પોલીસના રિપોર્ટ અનુસાર, વ્હોટ્સએપ પ્રાઈવસી વધારવા માટે કામ કરી રહ્યું છે. આ વખતે WhatsApp જે નવું અપડેટ લાવવાની તૈયારી કરી રહ્યું છે તેની મદદથી, પ્રોફાઇલ પિક્ચર્સના સ્ક્રીનશોટ લઈ શકાશે નહીં. કંપની તેની મેસેજિંગ એપમાં પ્રાઈવસીને મજબૂત કરવા માંગે છે, જેના કારણે આ અપડેટ પર કામ કરવામાં આવી રહ્યું છે.

WhatsApp લાવી રહ્યું છે નવું પ્રાઈવસી ફીચર, હવે પ્રોફાઈલ ફોટોનો સ્ક્રીનશોટ નહીં લઈ શકાય
WhatsApp
Follow Us:
| Updated on: Mar 14, 2024 | 8:31 PM

હવે માર્કેટમાં ઘણા મેસેજિંગ પ્લેટફોર્મ આવી ગયા છે, છતાં વોટ્સએપ સૌથી વધુ ડિમાન્ડમાં છે. તેનું મુખ્ય કારણ એ છે કે WhatsApp પર સમયાંતરે કોઈને કોઈ અપડેટ આવતા રહે છે. આ વખતે WhatsApp જે નવું અપડેટ લાવવાની તૈયારી કરી રહ્યું છે તેની મદદથી, પ્રોફાઇલ પિક્ચર્સના સ્ક્રીનશોટ લઈ શકાશે નહીં. કંપની તેની મેસેજિંગ એપમાં પ્રાઈવસીને મજબૂત કરવા માંગે છે, જેના કારણે આ અપડેટ પર કામ કરવામાં આવી રહ્યું છે.

એન્ડ્રોઈડ પોલીસના રિપોર્ટ અનુસાર, વ્હોટ્સએપ પ્રાઈવસી વધારવા માટે કામ કરી રહ્યું છે. જો કે, મેટા અથવા વોટ્સએપે પોતે આ અપડેટ વિશે કોઈ માહિતી શેર કરી નથી. નવું પ્રાઈવસી અપડેટ WhatsApp સર્વર તરફથી આવશે અને તે માત્ર એપ વર્ઝન માટે નહીં હોય. મતલબ કે એપ અને બ્રાઉઝર બંનેના યુઝર્સ માટે એક નવું અપડેટ લાવવામાં આવી રહ્યું છે.

WhatsApp પ્રોફાઈલ પિક્ચરનો સ્ક્રીનશોટ લઈ શકાશે નહીં

રિપોર્ટ અનુસાર, જો કોઈ વ્હોટ્સએપ યુઝરના પ્રોફાઈલ પિક્ચરનો સ્ક્રીનશોટ લેવાનો પ્રયાસ કરશે તો એક એલર્ટ મેસેજ બતાવવામાં આવશે. તેમાં લખેલું હશે, એપ રિસ્ટ્રીક્શનના કારણે સ્ક્રીનશોટ લઈ શકાશે નહીં. અથવા એવું પણ હોઈ શકે કે યુઝર્સ સ્ક્રીનશોટ લેશે, પરંતુ તે ફોટો બ્લર અથવા બ્લેક હશે. આ પ્રાઈવસી અપડેટ WhatsAppના બીટા અને સ્ટેબલ વર્ઝન બંનેમાં કામ કરશે. આ સુવિધા મોબાઈલ ફોન અને ડેસ્કટોપ બંને પર ઉપલબ્ધ હશે. જો કે, હજુ પણ વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ લઈ શકાય છે.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

નવા પ્રાઈવસી ફીચરથી WhatsAppને તેના પ્રતિસ્પર્ધી મેસેજિંગ પ્લેટફોર્મ્સ સાથેની સ્પર્ધામાં ફાયદો થશે. હાલમાં વોટ્સએપની સ્પર્ધા સિગ્નલ અને ટેલિગ્રામ જેવા પ્લેટફોર્મ સાથે છે. આ બંને પ્લેટફોર્મ યુઝર્સની પ્રાઈવસી માટે આવી કોઈ સુવિધા આપતા નથી.

WhatsApp વધુ એક ફીચર લાવી રહ્યું છે

વોટ્સએપ અન્ય ફીચર પર પણ કામ કરી રહ્યું છે, જેની મદદથી તેના યુઝર્સ અન્ય મેસેજિંગ એપ પર પણ મેસેજ શેર કરી શકશે. યુઝર્સને મેસેજ શેર કરવા માટે સિગ્નલ, ટેલિગ્રામ જેવી એપ્સનો વિકલ્પ મળશે. આ યુરોપના ડિજિટલ માર્કેટ એક્ટ રેગ્યુલેશન્સ પછી આવ્યું છે, જેમાં મોટી કંપનીઓએ વિવિધ મેસેજિંગ એપ વચ્ચે મેસેજ શેરિંગને સક્ષમ કરવું પડશે. આ માટે છ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. WABetainfo અનુસાર, આ ફીચર હાલમાં WhatsApp બીટા વર્ઝન 2.24.5.18માં છે. આ ફીચરની શરૂઆત બાદ યુઝર્સને તેમના ફોનમાં અલગ મેસેજિંગ એપ રાખવાની જરૂર નહીં પડે.

બીજી એક વાત કે મેસેજ શેર કરતી વખતે થર્ડ પાર્ટી એપ્સ વિવિધ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે છે. તો થર્ડ પાર્ટી એપ્સની પોતાની અલગ પોલિસી હોઈ શકે છે, જેના હેઠળ શેર કરવામાં આવેલ ડેટાને અલગ રીતે હેન્ડલ કરી શકાય છે. થર્ડ પાર્ટી એપ્સ પર કરવામાં આવેલી ચેટ્સ અલગ ઇનબોક્સમાં બતાવવામાં આવશે.

Latest News Updates

આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
g clip-path="url(#clip0_868_265)">