Whatsapp લાવી રહ્યું છે નવા ફીચર્સ, મ્યુટ અને રીડ લેટર ફીડર્સ એપનો અનુભવ રોમાંચક બનાવશે
વોટ્સએપ વપરાશકર્તાઓ ટૂંક સમયમાં વીડિયો માટે એક નવી સુવિધા પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે. આ સુવિધાની મદદથી વપરાશકર્તાઓ વીડિયો મોકલતા પહેલા તેને મ્યૂટ કરી શકશે. આ ફીચર સ્ટેટસ લગાવતી વખતે પણ ઉપયોગ કરી શકાશે. વોટ્સએપથી સંબંધિત વિગતો પ્રદાન કરનારી WAPetaInfo અનુસાર કંપની હવે મ્યૂટ વીડિયો સુવિધા વિકસાવી રહી છે. નવી સુવિધા બીટા અપડેટમાં જોવા મળી […]


Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
કંપનીએ હજી સુધી આ સુવિધાને લગતી કોઈ માહિતી શેર કરી નથી, પરંતુ WABetaInfoએ સ્ક્રીનશોટ શેર કર્યો છે, જેમાં વીડિયોમાં નીચે વોલ્યુમ આઈકોન દેખાય છે. આઈકોન વોલ્યુમ ઘટાડવામાં અથવા મ્યૂટ કરવામાં મદદ કરશે. એ જ રીતે, જ્યારે તમે સ્ટેટસ પર વીડિયો સેટ કરો છો, ત્યારે પણ ફીચરનો ઉપયોગ કરી શકાશે.

રિપોર્ટ્સ અનુસાર વોટ્સએપ રીડ લેટર નામના ફિચર પર પણ કામ કરી રહ્યું છે. આ સુવિધા archive chat સુવિધાને રિપ્લેસ કરશે. રીડ લેટર સુવિધાએ archive chatનું આગલું વર્ઝન છે, જેમાં વેકેશન મોડ મળશે, પરંતુ આ સુવિધા ચાલુ કર્યા પછી નોટિફિકેશન મળશે નહીં. WABetaInfo અનુસાર, યુઝર્સ ચેટના ઉપરના વિભાગમાં રીડ લેટર સુવિધા મળશે. હાલમાં આ સુવિધાનું પરીક્ષણ ચાલુ છે. કંપની તેને ડિસેમ્બરમાં અથવા જાન્યુઆરીની શરૂઆતમાં રજૂ કરી શકે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
