AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp લાવી રહ્યું છે નવું અપડેટ, હવે ગેલેરીમાં ઓટોમેટિક સેવ નહીં થાય તસ્વીરો!

હવે જો કોઈએ તમને ડિસઅપિયરીંગ ફીચર સાથેનો મેસેજ (Photo-Video)મોકલ્યો હોય, તો તમારે તેને જાતે સેવ કરવો પડશે, તો જ મીડિયા ફાઇલ ગેલેરીમાં દેખાશે.

WhatsApp લાવી રહ્યું છે નવું અપડેટ, હવે ગેલેરીમાં ઓટોમેટિક સેવ નહીં થાય તસ્વીરો!
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2022 | 10:21 AM
Share

મેટા-માલિકીની મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ (WhatsApp)એ વધુ એક નવું અપડેટ બહાર પાડ્યું છે. વોટ્સએપના આ નવા અપડેટ(WhatsApp New Updates)પછી, ફોટા અથવા વીડિયો ડાઉનલોડ કર્યા પછી ગેલેરી અથવા કેમેરા રોલમાં આપમેળે સેવ થશે નહીં, જો કે આ સુવિધા તમામ મીડિયા ફાઈલો માટે નથી, પરંતુ માત્ર ડિસઅપિયરીંગ થઈ ગયેલા મેસેજ માટે છે. હવે જો કોઈએ તમને ડિસઅપિયરીંગ ફીચર સાથેનો મેસેજ (Photo-Video)મોકલ્યો હોય તો તમારે તેને જાતે સેવ કરવો પડશે, તો જ મીડિયા ફાઈલ ગેલેરીમાં દેખાશે.

WhatsApp એક નવા એડિટિંગ ટૂલ પર પણ કામ કરી રહ્યું છે, જે iOSના બીટા વર્ઝનમાં જોવા મળ્યું છે. મીડિયા ફાઈલોને ગેલેરીમાં ઓટોમેટીક સેવ ન કરતું ફીચર પણ બીટા વર્ઝનમાં જોવા મળ્યું છે. નવા ફિચરને મીડિયા વિઝિબિલિટી (Media Visibility) કહેવામાં આવી રહ્યું છે. આ ફીચર પહેલીવાર આ વર્ષે ફેબ્રુઆરીમાં જોવા મળ્યું હતું.

જણાવી દઈએ કે મેસેજ ડિસઅપિયરીંગ થવાના ફીચરમાં સેટિંગ માટે 24 કલાક, 7 દિવસ અને 90 દિવસનો વિકલ્પ ઉપલબ્ધ છે. જો તમે આમાંથી કોઈપણ સેટિંગ્સ સેટ કરો છો તો તમારા સેટિંગના આધારે સંદેશ 24 કલાક, 7 દિવસ અને 90 દિવસ પછી ડિસઅપિયરીંગ થઈ જશે. આ સેટિંગ સાથે આવતા સંદેશાઓ, ફોટા, વીડિયો અને તમામ પ્રકારના જોડાણો પણ આપમેળે કાઢી નાખવામાં આવશે.

WhatsApp અન્ય નવા ફીચર પર કામ કરી રહ્યું છે. વોટ્સએપ ટ્રેકર WABetaInfoના એક રિપોર્ટ અનુસાર નવા અપડેટ બાદ વોટ્સએપ યુઝર્સ નંબર સેવ કર્યા વગર કોઈને પણ મેસેજ કરી શકશે. નવું ફીચર WhatsApp એન્ડ્રોઈડના બીટા વર્ઝન 2.22.8.11 પર જોવા મળ્યું છે. નવા અપડેટ પછી, જો કોઈ વ્યક્તિ WhatsApp ચેટમાં કોઈનો નંબર શેર કરે છે તો તેના પર ટેપ કરવાથી તેના પર સીધો મેસેજ કરી શકાય છે.

આ પણ વાંચો: Jammu-Kashmir: કુલગામ અને અનંતનાગમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, ઈન્ટરનેટ કરાયું બંધ

આ પણ વાંચો: Viral Video: ટ્રોલી પરથી પડી રહ્યો હતો શખ્સ, કાર ડ્રાઈવરે જે કર્યું તેને લોકોનું દીલ જીતી લીધી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

g clip-path="url(#clip0_868_265)">