યુઝર્સ હવે યુટ્યુબ વીડિયોઝ પર ઈમોજી દ્વારા તેમની પ્રતિક્રિયા આપી શકશે

યુઝર્સ હવે યુટ્યુબ વીડિયોઝ પર ઈમોજી દ્વારા તેમની પ્રતિક્રિયા આપી શકશે
YouTube - Symbolic Image

યુટ્યુબ એ આજે વિશ્વનું સૌથી લોકપ્રિય વિડીયો અને કન્ટેન્ટ શેરિંગ પ્લેટફોર્મ માનવામાં આવે છે. આજે વ્યક્તિ તેનો સમય યુટ્યુબ પર અલગ-અલગ વિડિયોઝ જોવામાં વિતાવે છે. હવેથી યુટ્યુબ પર પણ ફેસબુકની જેમ અલગ-અલગ ઈમોજીઝ વડે યુઝર્સ રિએક્શન આપી શકશે.

TV9 GUJARATI

| Edited By: Jalkruti Mehta

Mar 30, 2022 | 9:41 PM

અમે તમને જણાવી દઈએ કે, યુટ્યુબ કંપનીએ ટાઇમ્ડ ઇમોજી નામના ફીચરનું પરીક્ષણ શરૂ કર્યું છે. જે દર્શકોને યુટ્યુબ વિડિયોમાં ઇમોજી સાથે પ્રતિક્રિયા આપવાની મંજૂરી આપશે. YouTube એ વિડિયો સામગ્રી માટે વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું પ્લેટફોર્મ છે. હાલમાં, દર્શકો કોઈપણ YouTube વિડિયો પર તેમની પ્રતિક્રિયા લાઈક કે ડિસલાઈક (Like & Dislike) દ્વારા આપી શકે છે અથવા તેઓ વિડિયો પર ટિપ્પણી (Comment) કરીને પણ આ કરી શકે છે. આ સાથે, કંપની હવે YouTube વપરાશકર્તાઓને વિડિયો પર પ્રતિક્રિયા આપવા માટે સક્ષમ કરવા માટે એક નવી પદ્ધતિનું પરીક્ષણ કરી રહી છે. હાલમાં, યુટ્યુબ દર્શકોને આઠ પ્રતિક્રિયા ઇમોજીનો સેટ ઓફર કરી રહ્યું છે.

યુટ્યુબ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા ઇમોજીઝની યાદી જોઈએ તો તેમાં, આનંદના આંસુ સાથેનો ચહેરો, હૃદય એટલે કે હાર્ટ ઈમોજી, આઘાત સાથેનો ચહેરો, કોન્ફેટી એટલે કે સેલિબ્રેશન, ઉજવણી, 100% નું ઈમોજી અને પ્રશ્ન ચિહ્નો, લાઇટ બલ્બ એટલે કે નવા વિચારો માટેનું ઈમોજી અને વિચારો અને  સ્ક્રીમીંગ કેટ એટલે કે આશ્ચ્ર્યમાં ડૂબેલી બિલાડીનો સમાવેશ થાય છે. કંપની હાલમાં આ નવા ફીચર સાથે પ્રયોગ કરી રહી છે, જેને તેઓ ફીડબેકના આધારે અપડેટ કરશે અથવા દૂર કરશે.

ટાઇમ્ડ ઇમોજી ફીચર કેવી રીતે કામ કરશે?

યુટ્યુબના કોમ્યુનિટી મેનેજરે એક સ્પોર્ટ્સ પેજમાં લખ્યું છે કે, “જો તમે આ પ્રયોગનો એક ભાગ હોય તેવો વિડિયો જોઈ રહ્યા છો, તો તમે વિડિયોના કોમેન્ટ સેક્શનને ખોલીને અને રિએક્શન પેનલમાં ટેપ કરીને અને અન્ય યુઝર્સની પ્રતિક્રિયાઓને પણ રિએક્ટ કરી શકો છો.” YouTubeએ આગળ કહ્યું કે, આ ટ્રાયલ દરમિયાન, દર્શકો એ પણ જોઈ શકશે કે અન્ય દર્શકો કયા સમયે ક્યા પ્રકારની પ્રતિક્રિયા આપે છે.

કંપનીએ લેટેસ્ટ ફીચરના રોલઆઉટ માટે કહ્યું છે કે તે શરૂઆતમાં માત્ર અમુક ચેનલો સાથે સમયસર પ્રતિક્રિયા પર કામ કરશે. જે પછી તેને પ્લેટફોર્મ પર દરેક માટે રોલઆઉટ કરવામાં આવશે. આ સિવાય યુટ્યુબ ‘ટાઈમ્ડ કોમેન્ટ્સ’ નામના અન્ય ફીચરનું પરીક્ષણ કરી રહ્યું છે. યુટ્યુબે સૌપ્રથમવાર ગયા વર્ષે એપ્રિલમાં આ ફીચરનું પરીક્ષણ શરૂ કર્યું હતું અને તે યુઝર્સને ચોક્કસ સમયે વીડિયો પર કોમેન્ટ કરવા દે છે.

YouTube એ તે સમયે કહ્યું હતું કે, “આ પ્રયોગ અમુક વિડિયો પર લોકોના નાના જૂથ માટે ઉપલબ્ધ છે અને અમે પ્રતિસાદના આધારે તેને મોટા પાયે રોલઆઉટ કરવાનું વિચારીશું.” જો કે, વિડિયો શેરિંગ પ્લેટફોર્મ યુટ્યુબે હજુ સુધી આ સુવિધાને મોટી સંખ્યામાં પ્રેક્ષકો માટે રજૂ કરી નથી.

આ પણ વાંચો – પાન-આધાર કાર્ડ લિંક કરવા માટે ઇન્ટરનેટ વિના ઘરે બેઠા કરો આ કામ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati