જો તમે પહેલીવાર ટેક્સ પેમેન્ટ (Tax Payment) કરી રહ્યા છો અને હજુ સુધી તમારા પાન કાર્ડને (Pan Card) આધાર કાર્ડ (Aadhaar Card) સાથે લિંક નથી કર્યું, તો અમે તમને તમારા માટે એક સરળ પ્રક્રિયા જણાવી દઈએ, જેના દ્વારા તમે આ કામ ઘરે બેઠા સરળતાથી ઇન્ટરનેટ વગર પણ કરી શકો છો. વર્તમાન ચાલુ નાણાકીય વર્ષ 2021-22 પૂરા થવામાં હવે માત્ર થોડા દિવસો બાકી છે. અને તમામ કરદાતાઓ માર્ચના અંત પહેલા તેમના દસ્તાવેજો તૈયાર કરવામાં વ્યસ્ત છે. જેના દ્વારા તેઓ ટેક્સ બચાવી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કરદાતાઓ પાસે હવે થોડા જ દિવસો બાકી છે. આ પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ કાર્ય પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાનું છે. જેના વિના કરદાતાઓને ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ સાથે, રૂપિયા 50,000 અને તેનાથી વધુના બેંક વ્યવહારો કરવા માટે બંને કાર્ડને લિંક કરવું જરૂરી છે.
જો કે, તેની પ્રક્રિયા એકદમ સરળ છે. તે પૂર્ણ થવામાં ભાગ્યે જ થોડી મિનિટો લે છે. જો તમે પહેલીવાર ટેક્સ પેમેન્ટ કરી રહ્યા છો અને હજુ સુધી તમારા પાન કાર્ડને આધાર સાથે લિંક નથી કરાવ્યું, તો અમે તમારા માટે એક સરળ પ્રક્રિયા અમે તમને અહીંયા જણાવીશું.
તમે આ બંને કાર્ડ્સને બે રીતે લિંક કરી શકો છો. આવકવેરા ઈ-ફાઈલિંગ વેબસાઈટ દ્વારા અથવા SMS દ્વારા. તમે તેને ઑનલાઇન કેવી રીતે કરી શકો તે પ્રકિયા નીચે મુજબ છે.
અમે તમને જણાવી દઈએ કે, ઇન્ટરનેટ વિના PAN કાર્ડને આધાર સાથે કેવી રીતે લિંક કરવું જો તમે ઇચ્છો, તો તમે ઇન્ટરનેટ વિના પણ તમારા PAN અને આધાર કાર્ડને લિંક કરી શકો છો. આ માટે તમારે કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરવા પડશે. આમાં, કાર્ડને ફક્ત SMS દ્વારા લિંક કરી શકાય છે.
આ પણ વાંચો – Tech Tips : Google Pay એ લોન્ચ કર્યું Tap to Pay ફિચર, ઓટોમેટિક થઈ જશે પેમેન્ટ, જાણો સંપૂર્ણ પ્રોસેસ