Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુઝર્સ Facebook ની જેમ WhatsApp પર પણ લગાવી શકશે પોતાની પ્રોફાઈલ કવર ફોટો, જલ્દી આવી રહ્યું છે આ ફિચર

WhatsApp તેના યુઝર્સ માટે એક મોટું અપડેટ લઈને આવી રહ્યું છે. આ અપડેટ પછી યુઝર્સ ફેસબુકની જેમ વોટ્સએપ પર પોતાની પ્રોફાઈલ માટે કવર ફોટો મૂકી શકશે. ચાલો જાણીએ કે પેરેન્ટ કંપની મેટા WhatsApp માટે કઈ સુવિધાઓ લાવી રહી છે.

યુઝર્સ  Facebook ની જેમ WhatsApp પર પણ લગાવી શકશે પોતાની પ્રોફાઈલ કવર ફોટો, જલ્દી આવી રહ્યું છે આ ફિચર
WhatsApp (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2022 | 8:08 AM

વોટ્સએપ (WhatsApp)ના આગમન પછી આપણી દુનિયા બદલાઈ ગઈ. લાખો કિ.મીના અંતરને વોટ્સએપે સેકન્ડમાં દૂર કર્યું. શરૂઆતમાં, જ્યારે વોટ્સએપ આવ્યું ત્યારે લોકો વિચારતા હતા કે એક એપમાં આટલા બધા ફીચર્સ કેવી રીતે હોઈ શકે, પરંતુ તેમ છતાં કંપની સતત પોતાને સુધારવામાં લાગેલી છે. જો કે વોટ્સએપ સમયાંતરે પોતાની જાતને અપડેટ કરતું રહે છે, ત્યારે આ વખતે વોટ્સએપના અપડેટ પછી હવે તમે ફેસબુકની જેમ વોટ્સએપ પર પણ તમારી પ્રોફાઈલ કવર ઈમેજ મૂકી શકશો.

યુઝર્સ ફેસબુકની જેમ કવર ફોટો એપ્લાય કરી શકશે

મેટા-માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsApp એક અપડેટ પર કામ કરી રહ્યું છે જે વપરાશકર્તાઓને ફેસબુકની જેમ જ તેમના WhatsApp પ્રોફાઇલ પર કવર પિક્ચર સેટ કરવાની મંજૂરી આપશે.

અહેવાલ મુજબ

WABetaInfoના રિપોર્ટ અનુસાર, જ્યારે આ ફીચર બીટા ટેસ્ટર્સ માટે સક્ષમ હશે, ત્યારે બિઝનેસ પ્રોફાઇલ સેટિંગ્સમાં કેટલાક ફેરફારો થશે. આ સુવિધા તાજેતરમાં જ WhatsApp અપડેટ ટ્રેકર WABetaInfo દ્વારા જોવામાં આવી હતી.

એક કે બે નહીં, ભારત પાકિસ્તાનીઓને આપે છે 10 પ્રકારના વિઝા
Post Office માં 60 મહિનાની FD માં 3,00,000 જમા કરાવો, તો પાકતી મુદત પર કેટલા રૂપિયા મળશે?
અચાનક નોળિયો દેખાવો કઈ વાતનો સંકેત આપે છે? જાણો શુભ કે અશુભ
શુભમન ગિલના પરિવારમાં કોણ છે? જુઓ ફોટો
Kitchen Tiles color: રસોડામાં કયા રંગની ટાઇલ્સનો ઉપયોગ કરવો જોઈએ?
સૌથી વધુ પૈસાદાર અભિનેત્રીના પરિવારમાં કોણ કોણ છે, ચાલો જાણીએ

WABetaInfo દ્વારા શેર કરવામાં આવેલ સ્ક્રીનશૉટમાં, WhatsApp એક એવા ફીચર પર કામ કરી રહ્યું છે જે વપરાશકર્તાના બિઝનેસ સેટિંગમાં કૅમેરા બટન રજૂ કરશે. તેના પર ક્લિક કરીને, વપરાશકર્તાઓ તેમની પ્રોફાઇલ માટે કવર ફોટો તરીકે ઉપયોગ કરવા માટે ફોટો પસંદ કરી શકે છે અથવા નવો ફોટો લઈ શકે છે. આ સાથે WhatsApp યુઝર્સ ફેસબુકની જેમ પ્રોફાઈલ કવર ઈમેજ પણ મૂકી શકશે.

આઈપેડ માટે અલગ એપ્લિકેશન

મેટા-માલિકીની મેસેજિંગ એપ WhatsApp ટૂંક સમયમાં એક નવી એપ લોન્ચ કરવા જઈ રહી છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે WhatsApp ટૂંક સમયમાં આઈપેડ માટે એક અલગ એપ લોન્ચ કરવા જઈ રહ્યું છે. WhatsApp ચીફ કેથકાર્ટે પણ iPad માટે WhatsApp એપની પુષ્ટિ કરી છે. જો કે, લોન્ચની તારીખ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. કેથકાર્ટે ધ વર્જને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આઈપેડ માટે અલગ વોટ્સએપ એપની લાંબા સમયથી માગ હતી.

આ પણ વાંચો: પહાડોમાં 2 કલાક સુધી નેટવર્ક શોધતો રહ્યો આ શખ્સ, સોશિયલ મીડિયામાં Viral થયો અનોખા ઈન્ટરવ્યુંનો કિસ્સો

આ પણ વાંચો: Health Care Tips: સૂતા પહેલા આ વસ્તુઓનું સેવન કરવાનું ટાળો, નહીંતર સ્થૂળતાનો શિકાર બની જશો

ભાવનગરના દરિયાઈ વિસ્તારની સુરક્ષા રામ ભરોસે
ભાવનગરના દરિયાઈ વિસ્તારની સુરક્ષા રામ ભરોસે
ગણેશ જાડેજાના પડકાર બાદ અલ્પેશ કથીરિયા ગોંડલની મુલાકાતે
ગણેશ જાડેજાના પડકાર બાદ અલ્પેશ કથીરિયા ગોંડલની મુલાકાતે
અમદાવાદ રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ એક્શનમાં- Video
અમદાવાદ રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ એક્શનમાં- Video
રાજુલામાં મસ્જિદ સહિતના અનેક વિસ્તારોમાં પોલીસનું સર્ચ ઓપરેશન
રાજુલામાં મસ્જિદ સહિતના અનેક વિસ્તારોમાં પોલીસનું સર્ચ ઓપરેશન
100થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું
100થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું
આ 5 રાશિના જાતકોને આજે જીવનમા પ્રગતિના સંકેત મળશે
આ 5 રાશિના જાતકોને આજે જીવનમા પ્રગતિના સંકેત મળશે
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી
મદરેસામાં બાળકો સાથે શું થાય છે? વાયરલ વીડિયોમાં આ બિરાદરે ખોલ્યા રાઝ
મદરેસામાં બાળકો સાથે શું થાય છે? વાયરલ વીડિયોમાં આ બિરાદરે ખોલ્યા રાઝ
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
g clip-path="url(#clip0_868_265)">