AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટ્વીટર પરની સમસ્યાથી વપરાશકર્તાઓ છે પરેશાન, પરંતુ કોની ચાલશે મરજી ? યુઝર્સની કે એલોન મસ્કની ?

એલોન મસ્કના દરેક નિર્ણય કરોડો ટ્વિટર વપરાશકર્તાઓને ભારે અસર કરે છે. તાજેતરમાં, ટ્વીટ પોસ્ટ મર્યાદા અને સાઇનઅપ જેવા લેવાયેલ પગલાઓએ, ટ્વીટરના વપરાશકર્તાઓને વધુ ઉશ્કેર્યા છે. આવી સ્થિતિમાં, શું ટ્વિટર તેના વપરાશકર્તાઓની જરૂરિયાતો અનુસાર ચાલશે કે પછી મસ્કનું હંટર ચાલુ રહેશે ?

ટ્વીટર પરની સમસ્યાથી વપરાશકર્તાઓ છે પરેશાન, પરંતુ કોની ચાલશે મરજી ? યુઝર્સની કે એલોન મસ્કની ?
Twitter logo Elon Musk
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2023 | 6:50 PM
Share

ટ્વિટર એ વિશ્વના સૌથી મોટા માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ્સમાંનું એક છે. વિશ્વની અનેક પ્રભાવશાળી હસ્તીઓથી લઈને સામાન્ય લોકો આ પ્લેટફોર્મ સાથે જોડાયેલા છે. ઓક્ટોબર 2022 માં, તે જાણીતા ઉદ્યોગપતિ એલોન મસ્ક દ્વારા ખરીદી લેવાયું હતું. ટ્વિટરની કામગીરી પર એલોન મસ્કનો ઘણો પ્રભાવ છે. ટ્વિટરને એક સારું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બનાવવા માટે મસ્કે ઘણા ફેરફારો કર્યા છે. જો કે તેના તાજેતરના નિર્ણયોએ ફરી વ્યાપક ચર્ચા જગાવી છે. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે, ટ્વિટરને યુઝર્સની જરૂરિયાતો અનુસાર ચાલવું જોઈએ કે પછી મસ્કની ઈચ્છા અનુસાર.

તાજેતરમાં મસ્કે બે મહત્વના ફેરફારોની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે મસ્કની ફ્રી-થિંકિંગનો આ પહેલો કિસ્સો નથી. જ્યારથી અબજોપતિ ઉદ્યોગપતિએ ટ્વિટરની જવાબદારી સંભાળી છે, ત્યારથી તે બોલ્ડ નિર્ણયો લઈ રહ્યા છે. એ અલગ વાત છે કે કેટલાક લોકોને તેમના દ્વારા લાવવામાં આવેલા ફેરફારો પસંદ આવ્યા તો કેટલાકે નારાજગી પણ વ્યક્ત કરી.

ટ્વીટ જોવાની મર્યાદાથી નારાજ યુઝર્સ

હવે આપણે એલોન મસ્કના એવા નિર્ણયો વિશે વાત કરીએ જેના કારણે કેટલાક યુઝર્સ ટ્વિટર છોડીને અન્ય એપ્સ પર શિફ્ટ થઈ રહ્યા છે. એલોન મસ્કે આદેશ આપ્યો કે, કોઈપણ ટ્વિટ જોવા માટે ટ્વિટર પર સાઇન અપ કરવું પડશે. મતલબ કે હવે માત્ર એવા લોકો જ ટ્વીટ જોઈ શકશે જેમની પાસે ટ્વિટર એકાઉન્ટ છે. જો તમે કોઈનું ટ્વિટ જોવા માંગતા હશો, તો હવે તમારે ટ્વિટર પર તમારુ પોતાનું એકાઉન્ટ બનાવવું પડશે.

ટ્વિટર એકાઉન્ટ બનાવવું જરૂરી છે

બીજી મોટી જાહેરાત યુઝર્સની ઍક્સેસને મર્યાદિત કરતી જોવા મળી છે. મસ્કે માહિતી આપી હતી કે એક દિવસમાં લોકો ટ્વિટર પર માત્ર મર્યાદિત ટ્વિટ જ જોઈ શકશે. વેરિફાઈડ યુઝર્સ એક દિવસમાં 10,000 ટ્વીટ્સ જોઈ શકે છે જ્યારે અનવેરિફાઈડ યુઝર્સ માત્ર 1,000 ટ્વીટ્સ જોઈ શકશે. જો તમે નવા અનવેરિફાઇડ યુઝર છો તો એક દિવસમાં માત્ર 500 ટ્વીટ્સ જ જોઈ શકશો.

ઇલોન મસ્કે એક સાથે 10,000 પોસ્ટનો આંકડો પણ આપ્યો ન હતો. પહેલા તેણે 6,000 ટ્વીટ લિમિટ વિશે માહિતી આપી, ત્યારબાદ તેને વધારીને 8,000 કરી દેવામાં આવી છે. બાદમાં આ મર્યાદા વધારીને 10,000 ટ્વીટ કરવામાં આવી હતી. જો કે, મસ્કે ડેટા સ્ક્રેપિંગ અને સિસ્ટમ મેનીપ્યુલેશનને ટાંકીને પોસ્ટ લિમિટ સેટ કરી છે.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) કંપનીઓ દ્વારા પરવાનગી વગર ટ્વિટરના ડેટાના ઉપયોગથી મસ્ક ખૂબ જ નારાજ છે. તેનાથી બચવા માટે પોસ્ટ લિમિટનું પગલું લેવામાં આવ્યું છે તેમ જણાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ, ટ્વિટરના સહ-સ્થાપક અને ભૂતપૂર્વ CEO જેક ડોર્સી, જેમણે ઘણીવાર મસ્કનો વિરોધ કર્યો છે, તેઓ આ પગલા સાથે સહમત હોવાનું જણાયું છે.

જો કે, આ બધું એટલું સરળ નથી કારણ કે ટ્વિટર વપરાશકર્તાઓ આ પગલાંથી ખૂબ નારાજ છે. આ વાતનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે કેટલાક લોકોએ ટ્વિટર છોડીને તેની હરીફ એપ BlueSky સાથે જોડાવાનું શરૂ કર્યું છે. બ્લુ સ્કાય પર નવા યુઝર્સ મેળવવા માટે એટલું દબાણ હતું કે કંપનીએ સાઇનઅપ પ્રક્રિયા બંધ કરવી પડી હતી.

યુઝર્સ વેરવિખેર થશે તો મુશ્કેલી વધશે

ટ્વિટરના વડા બન્યા ત્યારથી, એલોન મસ્કે કન્ટેન્ટ મોડરેશન, પેઇડ વેરિફિકેશન સિસ્ટમ – બ્લુ ટિક સબસ્ક્રિપ્શન, ફોર યુ સેક્શન, કર્મચારીઓની છટણી જેવા ઘણા ફેરફારો કર્યા છે. તેનાથી કરોડો ટ્વિટર યુઝર્સ પ્રભાવિત થયા છે. આ નિર્ણયોથી નારાજ ઘણા યુઝર્સે ટ્વિટર છોડી દીધું છે. ટ્વિટરની કમાણીનો મુખ્ય સ્ત્રોત જાહેરાતની કંપનીઓ છે.

જો ટ્વિટર પરથી યુઝર્સ અન્યત્ર જતા રહેશે તો ટ્વીટર પર જાહેરાત આપતી કંપની માટે મોટું સંકટ આવી જશે. જ્યાં નોંધપાત્ર યુઝરબેઝ હોય ત્યાં કંપનીઓ જાહેરાત સ્વરૂપ્ નાણાં ખર્ચ કરતી હોય છે. અત્યારે ઘણી કંપનીઓ ટ્વિટર પર ફરીથી જાહેરાત આપવાનું શરૂ કરી રહી છે. આવી સ્થિતિમાં, કોઈપણ નકારાત્મક અસર ટ્વિટરના ટકી રહેવા માટે સારી નથી.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">