AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Twitter Post Reading Limit: ટ્વિટરનો મોટો નિર્ણય, હવે આટલી જ પોસ્ટ વાંચી શકશો

એલોન મસ્ક દ્વારા આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે શનિવારે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ટ્વિટર ડાઉન હતું. ભારતમાં ઘણા યુઝર્સે ફરિયાદ કરી હતી કે તેઓ ટ્વિટર લોગીનમાં સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

Twitter Post Reading Limit: ટ્વિટરનો મોટો નિર્ણય, હવે આટલી જ પોસ્ટ વાંચી શકશો
Twitter Post Reading Limit
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2023 | 12:28 PM
Share

ટ્વિટરના માલિક એલોન મસ્કે શનિવારે રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લઈને એક મોટી જાહેરાત કરી. ટ્વિટર પર હવે પોસ્ટ વાંચવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મના નવા નિયમો હેઠળ, વેરિફાઈડ એકાઉન્ટ્સ હવે દરરોજ 6000 પોસ્ટ્સ વાંચી શકશે. ત્યારે અનવેરિફાઇડ એકાઉન્ટ્સને દરરોજ 600 પોસ્ટ્સ વાંચવાની તક મળશે અને નવા વેરિફાઇડ એકાઉન્ટ્સને દરરોજ 300 પોસ્ટ્સ મળશે. મસ્કે આ વાતની જાહેરાત ટ્વીટ દ્વારા કરી છે.

આ પણ વાંચો: PAN-આધાર લિંક પર ઈનકમ ટેક્સ વિભાગે આપી આ મોટી રાહત, જાણો કોને મળશે આનો ફાયદો

એલોન મસ્કે જણાવ્યું છે કે શા માટે તેણે ટ્વિટર પર પોસ્ટ વાંચવાની મર્યાદા નક્કી કરવાનો નિર્ણય લીધો છે. મસ્કે જણાવ્યું છે કે ટ્વિટર પર ઘણા બધા ડેટા સ્ક્રેપિંગ એટલે કે વેબસાઇટમાંથી માહિતી કાઢીને તેને સ્પ્રેડશીટ પર મૂકીને અને સિસ્ટમ Manipulationની ઘટનાઓ સામે આવી હતી. આ સમસ્યાનો સામનો કરવા માટે એલોન મસ્કે નવા નિયમો જાહેર કર્યા. ટ્વિટમાં ટ્વિટરના માલિકે જણાવ્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કયા ત્રણ નવા નિયમો લાવવામાં આવી રહ્યા છે.

મસ્કના નિર્ણય પર લોકોએ આ રીતે પ્રતિક્રિયા આપી

ટ્વિટર ડાઉન થવાથી યુઝર પરેશાન

એલોન મસ્ક દ્વારા આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે શનિવારે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ટ્વિટર ડાઉન હતું. ભારતમાં ઘણા યુઝર્સે ફરિયાદ કરી હતી કે તેઓ ટ્વિટર લોગીનમાં સમસ્યાનો સામનો કરી રહ્યા છે. દુનિયાભરમાંથી પણ આવી જ ફરિયાદો આવી હતી. થોડી જ વારમાં ટ્વિટર પર #TwitterDown પણ ટ્રેન્ડ થવા લાગ્યું. જ્યારે ટ્વિટર ડાઉન હતું ત્યારે ઘણા યુઝર્સે એલોન મસ્કને પણ ટાર્ગેટ કર્યા હતા અને કહ્યું હતું કે મસ્કએ તેના વિશે કંઈક કરવું જોઈએ.

સાઇન ઇન કર્યા વિના ટ્વીટ્સ જોઈ શકાશે નહીં

શુક્રવારે ટ્વિટરે કહ્યું કે હવેથી કોઈ પણ ટ્વિટર લોગઈન વિના પોસ્ટ વાંચી શકશે નહીં, એલોન મસ્કે તેને અસ્થાયી કટોકટીનું પગલું ગણાવ્યું હતું. ટ્વિટરનો ઉપયોગ કરનારા લોકોને હવે સાઇન અપ અથવા લોગિન કર્યા પછી જ ટ્વિટર ચલાવવાનો વિકલ્પ જોવા મળશે. સરળ શબ્દોમાં કહીએ તો, જ્યાં સુધી તમારું ટ્વિટર પર એકાઉન્ટ નથી, તમે તેનો ઉપયોગ કરી શકશો નહીં.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">