UPI Fraud: ભૂલથી તમારા નંબર પર રૂપિયા ટ્ર્રાન્સફર થયા છે, જો આવો કોલ આવે તો રહો સાવધાન, નવી પદ્ધતિ દ્વારા લોકો સાથે થઈ રહી છે છેતરપિંડી
હેકર્સ લોકોના બેંક એકાઉન્ટ ખાલી કરવા માટે એવી રીતો લઈને આવ્યા છે કે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ ગયો છે. તેઓ નવી નવી પદ્ધતિઓ દ્વારા લોકોને છેતરી રહ્યા છે. તમારા ફોન પર OTP મોકલીને તમારા બેંક ખાતાની વિગતોની ચોરી કરી રહ્યા છે. પેમેન્ટ કરવા માટે QR સ્કેન કરીને છેતરપિંડી થઈ રહી છે. બેંક અને RBI દ્વારા પણ ગ્રાહકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. તેથી જો કોઈ ઓનલાઈન છેતરપિંડી થાય તો તરત જ બેંકને તેની જાણ કરો.

હાલમાં બેંકિંગ ફ્રોડના કેસ સતત વધી રહ્યા છે. હેકર્સ લોકોના બેંક એકાઉન્ટ ખાલી કરવા માટે એવી રીતો લઈને આવ્યા છે કે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ ગયો છે. તેઓ નવી નવી પદ્ધતિઓ દ્વારા લોકોને છેતરી (Cyber Crime) રહ્યા છે. તમારા ફોન પર OTP મોકલીને તમારા બેંક ખાતાની વિગતોની ચોરી કરી રહ્યા છે. પેમેન્ટ કરવા માટે QR સ્કેન કરીને છેતરપિંડી થઈ રહી છે. બેંક અને RBI દ્વારા પણ ગ્રાહકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. તેથી જો કોઈ ઓનલાઈન છેતરપિંડી થાય તો તરત જ બેંકને તેની જાણ કરો.
એકાઉન્ટ હેક કરીને ખાતામાંથી ઉપાડી લે છે રૂપિયા
હવે એક નવી યુક્તિ દ્વારા સ્કેમર્સ ફ્રોડ કરી રહ્યા છે. ઠગ્સ પહેલા લોકોને UPI દ્વારા રૂપિયા મોકલે છે અને ત્યારબાદ જેમના ખાતામાં રૂપિયા મોકલ્યા છે તેને ફોન કરે છે કે, ભૂલથી તેમના દ્વારા નંબર પર રકમ મોકલવામાં આવી છે. તેઓ લોકોને ઈમોશનલ બનીને વિશ્વાસ કેળવે છે. ત્યારબાદ લોકો સાયબર ગુનેગારોની જાળમાં ફસાઈ જાય છે. વ્યક્તિ તેમની વાતમાં ફસાઈને ફોન કરનારના નંબર પર રૂપિયા મોકલે છે, તો ઠગ તેનું એકાઉન્ટ હેક કરીને રૂપિયા ખાતામાંથી ઉપાડી લે છે.
આ પ્રકારની છેતરપિંડીથી લોકોને જાગૃત કરવા માટે અમદાવાદ પોલીસ દ્વારા X (ટ્વીટર) પર એક પોસ્ટ કરવામાં આવી છે.
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) October 18, 2023
છેતરપિંડીથી બચવા શું કરવું
જો ભૂલથી કોઈ તમારા UPI પર નાણા મોકલી અને કોલ કરે છે અને તમને UPI દ્વારા રૂપિયા પરત આપવા માટે કહે છે, તો તમારે તમારા UPI દ્વારા રકમ પરત આપવી નહીં. તેના બદલે, તમારે તેને નજીકના પોલીસ સ્ટેશનમાં બોલાવો અને તેને રૂપિયા પરત કરો, જેથી તમારી સાથે છેતરપિંડી થાય નહીં. તમારી બેંકની વિગતો, OTP, પાસવર્ડ, પીન કે કાર્ડ નંબર આપશો નહીં.
ફ્રોડ થાય તો ભારત સરકારના હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરવો જોઈએ. કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો