Gmailના આ ચાર સિક્રેટ ફીચર, તમારી મુશ્કેલ કરશે સરળ

Chandrakant Kanoja

|

Updated on: Jan 15, 2021 | 11:42 AM

આજના સમયમા Gmail એ લોકોની જરૂરિયાત બની ચૂકી છે.  તેનો ઉપયોગ હવે વિધાર્થીઓથી લઇને ઓફિસમા કામ કરતા તમામ લોકો કરે છે.  આ ઉપરાંત આજકાલ Gmail નો ઉપયોગ લોકો પોતાના અંગત કામ માટે પણ કરે  છે.  જો કે જીમેલ એવા ચાર ફીચર છે જેનો ખ્યાલ લોકોને નથી

Gmailના આ ચાર સિક્રેટ ફીચર, તમારી મુશ્કેલ કરશે સરળ

આજના સમયમા Gmail એ લોકોની જરૂરિયાત બની ચૂકી છે.  તેનો ઉપયોગ હવે વિધાર્થીઓથી લઇને ઓફિસમા કામ કરતા તમામ લોકો કરે છે.  આ ઉપરાંત આજકાલ Gmail નો ઉપયોગ લોકો પોતાના અંગત કામ માટે પણ કરે  છે.  જો કે જીમેલ એવા ચાર ફીચર છે જેનો ખ્યાલ લોકોને નથી. તેથી જ જીમેલના ઉપયોગમા લોકોને પરેશાની થતી હોય છે. આજે અમે તમને જીમેલના  ચાર સિક્રેટ ફીચર અંગે જણાવીશું જે તમારી મુશ્કેલ સરળ કરી દેશે.

Auto-advance ફીચર

આ ફીચરએ બિનજરૂરી મેલને ડિલીટ કરવાનો સરળ  ઉપાય છે.  જેમાં તમે એક મેલ ડિલીટ કરો તેઓ બીજો મેલ ઓટોમેટિક આવી જાય છે. જેની માટે  વારંવાર ઇનબોક્સમાં જવાની જરૂર નથી પડતી. તેની માટે તમારે સેટિંગમા એડવાન્સ ઓપ્શનમાં જઇને Auto-advance ફીચરને ઓન કરવું પડશે.

Snooze ફીચર

Snooze એક એલાર્મ બટન જેવું  છે. આ તમારા સમયને બચાવવાનું કામ કરે છે . એટલે કે જો તમને કોઇ મેલ આવે છે અને તે તમે ચુકવા નથી માંગતા, પરંતુ તે સમયે તમારી પાસે આ મેલને વાંચીને તેને રિપ્લાઇ કરવાનો સમય નથી તો તમે Snooze બટનનો ઉપયોગ કરી શકો છો. જેનાથી કોઇ મેલ ચૂકાશે નહિ. Snooze બટનનો ઉપયોગ કરવા માટે તમે મેલ પર જાઓ. તમને Snooze બટન દેખાશે. તેની પર ક્લિક કરીને તેને એક્ટિવ કરો.

Advanced Search ફીચર

તમે કોઇપણ મેલને સર્ચ કરવામા વધારે સમય બરબાદ કરો છો. તેનાથી બચવા માટે Advanced Search ઓપ્શનનો ઉપયોગ કરવું જોઇએ.  તેનાથી સમયની બચત થાય છે. તેનો ઉપયોગ કરવા માટે સર્ચ ઓપ્શનના રાઇટ સાઈડ પર કિલક કરવાનું છે. જેમા એક એકસ્ટ્રા ટેબ ખુલશે. ટાઈમ, ડેટ અને કી- વર્ડ થી મેલ સર્ચ કરી શકો છો.

Mute ફીચર

એવું અનેક વાર થાય છે કે તમે જરૂરી કામ કરી રહ્યા છો. આ દરમ્યાન વાંરવાર થ્રેડ મેસજ તમને ખૂબ પરેશાન કરી દે છે.  તેનાથી બચવા માટે તમે  એક્ટિવ ગ્રુપને Mute કરી શકો છો. જેને તમે નવરાશના પળોમાં ચેક કરી શકો છો. Mute કરવા માટે થ્રેડ મેસેજના ત્રણ ડોટ પર કિલક કરો. જેમાં Mute બટન દેખાશે. તેને કિલક કરતા કનવરજેશન મ્યુટ થઇ જશે.

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati