Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અહીં બનશે પહેલું મોડલ ડિજિટલ ગામ, જાણો શું હશે ખાસ

સરકાર 5G સેવાઓથી સજ્જ ડિજિટલ મોડલ ગામ બનાવવાની તૈયારી કરી રહી છે. જેના કારણે લોકો ટૂંક સમયમાં અનુભવી શકશે કે 5G સેવાઓ કેવી રીતે કૃષિ, શિક્ષણ અને આરોગ્યને બદલી શકે છે.

અહીં બનશે પહેલું મોડલ ડિજિટલ ગામ, જાણો શું હશે ખાસ
Follow Us:
| Updated on: Apr 06, 2024 | 1:15 PM

દેશમાં 4G ક્રાંતિ બાદ હવે 5G સેવાઓની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દરમિયાન, સરકાર 5G સેવાઓથી સજ્જ ડિજિટલ મોડલ ગામ બનાવવાની તૈયારી કરી રહી છે. જેના કારણે લોકો ટૂંક સમયમાં અનુભવી શકશે કે 5G સેવાઓ કેવી રીતે કૃષિ, શિક્ષણ અને આરોગ્યને બદલી શકે છે.

5G ના આ મિશન વિશે માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે 5G સેવા હવે માત્ર શહેરોમાં જ નહિ પરંતુ ગામડાઓમાં પણ ક્રાંતિ લાવશે. હવે સરકાર 5G સેવાઓથી સજ્જ ગામડાઓ બનાવવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે, પહેલું મોડલ ડિજિટલ ગામ દિલ્હી NCR પાસે બનાવવામાં આવશે. જેનું કામ એપ્રિલના અંત સુધીમાં શરૂ થશે.

5Gનો ઉપયોગ

ગામડાઓમાં કૃષિ ક્રાંતિમાં 5G સેવાનો ઉપયોગ કરવામાં આવશે. આ મોડેલ ગામમાં 5G સેવા નવી કૃષિ ક્રાંતિને જન્મ આપશે. જેના કારણે કૃષિ સિંચાઈ સંપૂર્ણપણે સ્વચાલિત થઈ જશે. જ્યારે 5G દેશના ખેડૂતો માટે વરદાન સાબિત થશે, તો તે શિક્ષણના ક્ષેત્રમાં પણ ઘણી મદદ કરશે. બાળકો ડીજીટલ બોર્ડ અને ડીજીટલ ટેક્નોલોજીથી 5જી ટેકનોલોજીથી અભ્યાસ કરશે. ત્યારે બાળકો માત્ર 5Gની મદદથી ભારત અને વિદેશના શિક્ષકો પાસેથી અભ્યાસ કરી શકશે.

ઘરમાં અચાનક પોપટનું આવવું આપે છે ધનલાભના સંકેત? જાણો અહીં
આજનું રાશિફળ તારીખ : 03-04-2025
સારા તેંડુલકરે મુંબઈની ટીમ ખરીદી
ક્યા 5 મેડિકલ ટેસ્ટ છે જે વર્ષમાં એક વાર જરૂર કરાવવા જોઇએ ?
ડિલિવરી પછી પેટની ચરબી કેવી રીતે ઘટાડવી?
IPL 2025માં શ્રેયસ અય્યર એક કલાકમાં કેટલા પૈસા કમાઈ રહ્યો છે?

સ્વાસ્થ્યમાં 5Gનું યોગદાન

સ્વાસ્થ્ય સેવાઓમાં પણ 5G મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. એમ્બ્યુલન્સ અને 5G સાથે જોડાયેલ અન્ય સુવિધાઓ ગામના આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ રહેશે. 5Gના આ મિશનને પૂર્ણ કરવા માટે સરકારે ટેલિકોમ કંપનીઓ સાથે વાતચીત કરી હતી. પ્રથમ 5G મોડલ વિલેજ પર કામ એપ્રિલના અંત સુધીમાં શરૂ થઈ શકે છે.

સરકારે ભારત 5G પોર્ટલ લોન્ચ કર્યું

5Gના આ મિશનને પૂર્ણ કરવા માટે સરકારે ટેલિકોમ કંપનીઓ સાથે વાતચીત કરી છે. આ પહેલા પણ સરકાર ભારતને ટેક્નોલોજી અને 5Gમાં આગળ લઈ જવા માટે સતત પ્રયાસો કરી રહી છે. ટેલિકોમ સચિવ નીરજ મિત્તલે તાજેતરમાં માહિતી આપી હતી કે ભારતે ભારત 5G પોર્ટલ લોન્ચ કર્યું છે. જે તમામ ક્વોન્ટમ, આઈપીઆર, 5જી અને 6જી સંબંધિત કામ માટે વન-સ્ટોપ સોલ્યુશન તરીકે સેવા આપશે.

આ પણ વાંચો: જો ચોરી થઈ જાય તમારો મોબાઈલ ફોન તો સૌથી પહેલા આટલું કરો કામ, સરળતાથી મળી જશે પાછો

g clip-path="url(#clip0_868_265)">