એપલ લોન્ચ ઈવેન્ટમાં Air iPad 5 લોન્ચ કરવામાં આવ્યું, જાણો તમામ માહિતી
વિશ્વભરમાં લોકો દર વર્ષે એપલના નવા નવા મોડેલ લોન્ચ થાય તેની રાહ જોતાં હોય છે. લોકોમાં નવા આઇપેડ લેવાનો ક્રેઝ ખૂબ જ જોવા મળે છે. સ્ટાઇલિશ અને કમ્ફર્ટેબલ ડિઝાઇનના કારણે આઇપેડ હંમેશા ટેકનોસેવી લોકોની પહેલી પસંદ રહ્યું છે.

વર્લ્ડ ટેકનો જાયન્ટ એપલ (Apple) દ્વારા તાજેતરમાં એક મેગા ન્યુ લોન્ચ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પેશિયલ ઇવેન્ટમાં એપલ દ્વારા અનેક નવા નવા મોડેલ્સ લોન્ચ કરવામાં આવ્યા હતા. જેમાં બ્રાન્ડ ન્યુ એપલ iPad Air 5 નો પણ સમાવેશ થાય છે. આ લેટેસ્ટ મોડેલ અન્ય iPad કરતાં કિંમતમાં સસ્તું હોવાનું ટેકનોસેવી લોકો જણાવી રહ્યા છે. એપલ માર્ચ 2022 લોન્ચ ઇવેન્ટમાં iPhone SE 2022 અને iPad Air 5 અને Mac સ્ટુડિયો પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં આવી છે. આ ઉપરાંત, Mac Mini M1 Pro Chip, 27 ઇંચ એક્સટર્નલ ડિસ્પ્લે સાથે લોન્ચ કરવામાં આવ્યું છે.
આ નવા મોડેલ્સમાં iOS 15.4 ઈનપુટ સિસ્ટમ સામેલ કરવામાં આવી છે. એપલનું આ Air 5 ખાસ કરીને ‘જનરેશન 5’નું મોડેલ છે. ભારતમાં Air 5 iPadની કિંમત રૂ. 54900 જેટલી જોવા મળી શકે છે. આ Air 5 iPadમાં 10.9 ઈંચનો રેટીના ડિસ્પ્લે છે. આ ઉપરાંત, ફિંગરપ્રીન્ટ ટચ લોક અને ટોપ બટન પણ સામેલ છે. નીચેની બાજુ USB સપોર્ટ પણ અવેલેબલ છે. આ લેટેસ્ટ મોડેલની ખાસિયત એ છે કે, તેમાં M1 ચીપસેટ લગાવવામાં આવ્યો છે.
આ ઉપરાંત, Air 5 iPadમાં 12MP અલ્ટ્રા વાઈડ ફ્રન્ટ કેમેરા પણ છે. જેનાથી તમે વીડિયો કૉલમાં ડિરેકટલી ફોકસ કરી શકશો. Air 5 iPadમાં 5G કનેક્ટિવિટીનો ઓપ્શન પણ ઉપલબ્ધ છે. આ મોડેલ WiFi only અને WiFi + Cellular કનેક્ટિવિટીનો ઓપ્શન પણ આપવામાં આવ્યો છે.
જો આ લેટેસ્ટ મોડેલના કલર વેરીએશન્સની વાત કરીએ તો, તેમાં બ્રાન્ડ ન્યુ પર્પલ કલર લોન્ચ કરવામાં આવ્યો છે. આ સાથે સ્પેસ ગ્રે, સ્ટારલાઇટ, પિન્ક અને બ્લ્યુ કલરમાં પણ આ લેટેસ્ટ મોડેલ અવેલેબલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં iPad Air 5 આગામી તા. 18/03/2022થી ઉપલબ્ધ બનશે. જેમાં WiFi + Cellular કનેક્ટિવિટી વેરીએન્ટની કિંમત રૂ. 68900 આસપાસ રહેશે. only WiFi કનેક્ટિવિટી વેરિયન્ટની કિંમત રૂ. 54900 આસપાસ જોવા મળશે.
જો આ લેટેસ્ટ મોડેલમાં સ્ટોરેજ કેપેસિટીની વાત કરી તો, iPad Air 5માં 64 GB અને 256 GB – આમ બે પ્રકારની સ્ટોરજ કેપેસિટી જોવા મળશે.
આ પણ વાંચો – એપલ ઈવેન્ટમાં લોન્ચ કરાયા આઈફોનના અનેક નવા મોડેલ, જાણો તમામ માહિતી
આ પણ વાંચો – WhatsApp લાવી રહ્યું છે જબરદસ્ત ફિચર્સ, બદલી જશે Disappearing Message ની રીત