વોટ્સએપને ટક્કર આપતુ ટેલીગ્રામ, સૌથી વધુ યૂઝર્સ ભારતમાં, વૈશ્વિક 1 બિલિયન ડાઉનલોડ્સનો આંકડો કર્યો પાર

ભારત સિવાય ટેલીગ્રામના સૌથી વધુ યૂઝર્સ ઇન્ડોનેશિયા અને રશિયામાં છે. ઇન્ડોનેશિયા પાસે કુલ 10 ટકા ભાગ છે જ્યારે રશિયા પાસે 8 ટકા.

વોટ્સએપને ટક્કર આપતુ ટેલીગ્રામ, સૌથી વધુ યૂઝર્સ ભારતમાં, વૈશ્વિક 1 બિલિયન ડાઉનલોડ્સનો આંકડો કર્યો પાર
Telegram, which competes with WhatsApp

ટેલીગ્રામ હવે એ એપ્સની લીસ્ટમાં સામેલ થઇ ગયુ છે કે જેને વર્લ્ડ લેવલ પર 1 બિલિયનથી વધુ ડાઉનલોડ કરવામાં આવી હોય. જોવાની વાત તો એ છે કે ટેલીગ્રામની આ જીત પાછળ ભારતની મોટી ભૂમિકા છે કારણ કે ભારતમાં જ તેના સૌથી વધુ યૂઝર્સ છે. એક રિપોર્ટ પ્રમાણે ભારત ટેલીગ્રામ માટે સૌથી મોટુ બજાર છે જેના 22 ટકા લાઇફટાઇમ ઇન્સ્ટોલ છે. ટેલીગ્રામ 2013 થી બજારમાં છે. પરંતુ વોટ્સએપની ભ્રામક નીતીઓ બાદ તેમાં તેજી જોવા મળી છે. ધણા બધા યૂઝર્સ કે જેમને વોટ્સએપની પ્રાઇવસી પોલીસીથી વાંધો હતો તેઓએ અંતમાં ટેલીગ્રામ ડાઉનલોડ કરી લીધુ

એક રિપોર્ટ દ્વારા વિગત સામે આવી છે કે ટેલીગ્રામે શુક્રવારે 1 બિલિયન ડાઉનલોડનો આંકડો પાર કરી લીધો છે. અહીં લિસ્ટમાં પહેલા નંબર પર ભારત ત્યાર બાદ રશિયા અને પછી ઇન્ડોનેશિયા છે. તેઓ ક્રમશ બધા જ ઇન્સ્ટોલના લગભગ 10 ટકા અને 8 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. સેન્સર ટાવરના આંકડાઓથી ખબર પડે છે તે 2021 માં એપના ઇન્સ્ટોલમાં તેજી આવી છે.

2021 ના પહેલા 6 મહિનામાં લગભગ 214.7 મિલિયન ઇન્સ્ટોલ સુધી પહોંચી હતી જે H1 2020 માં 133 મિલિયનથી 61 ટકા દર વર્ષે હતુ. જોવાની વાત તો એ છે કે ટેલીગ્રામના સ્પર્ધ વોટ્સએપના પણ ભારતમાં યૂઝર વધુ છે.

ભારત, રશિયા અને ઇન્ડોનેશિયામાંથી થયો ફાયદો

એક રિપોર્ટ પ્રમાણે જણાવવામાં આવ્યુ છે કે, ડાઉનલોડની સંખ્યા એપના એક્ટિવ યૂઝર્સ આધાર બરાબર નથી. વર્તમાનમાં તેના 500 મિલિયનથી વધુ એક્ટિવ યૂઝર્સ છે. વોટ્સએપની નવી પોલીસી આવ્યા બાદ વિવાદ થતા જ ટેલિગ્રામના ઉપયોગમાં તેજી જોવા મળી. કન્ફ્યૂઝ કરી દે તેવી પ્રાઇવસી પોલીસીએ લોકોને પરેશાન કરી દીધા હતા. જોકે તેણે વોટ્સએપને કોઇ પણ પ્રકારે બાધિત નથી કરી કારણ કે દુનિયાભરમાં 2 મિલિયન એક્ટિવ યૂઝર્સ સાથે, પોતાની નીતિઓના કારણે વિવાદ બાદ પણ વોટ્સએપ સૌથી વધુ વપરાતી એપ છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, ભારત સિવાય ટેલીગ્રામના સૌથી વધુ યૂઝર્સ ઇન્ડોનેશિયા અને રશિયામાં છે. ઇન્ડોનેશિયા પાસે કુલ 10 ટકા ભાગ છે જ્યારે રશિયા પાસે 8 ટકા. ટેલીગ્રામને 2013 માં બે ભાઇઓ નિકોલાઇ અને પાવેલ ડ્યૂરોવે ફ્કત ઓઇઓએસના રૂપમાં લોન્ચ કરી હતી. તેનું મુખ્ય કાર્યાલય દુબઇમાં છે.

આ પણ વાંચો –

IPL 2021: રાજસ્થાન રોયલ્સને લાગ્યો મોટો ઝટકો, જોસ બટલર અને બેન સ્ટોક્સ ટૂર્નામેન્ટથી બહાર, આ બે ખેલાડીઓની એન્ટ્રી

આ પણ વાંચો –

Maharashtra Rain Update : મહારાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, જલગાંવ સહિત ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ , જુઓ VIDEO

Click on your DTH Provider to Add TV9 Gujarati