Telegram એ લોન્ચ કર્યુ નવું ફિચર, વીડિયો કોલમાં એક સાથે જોડાઇ શક્શે 1000 લોકો

TV9 GUJARATI

|

Updated on: Jul 31, 2021 | 11:00 PM

ટેલિગ્રામે (Telegram) પોતાની એપમાં એક નવુ ફિચર એડ કર્યુ છે જેની મદદથી હવે વીડિયો કોલમાં 1000 જેટલા લોકો જોડાઇ શકશે

Telegram એ લોન્ચ કર્યુ નવું ફિચર, વીડિયો કોલમાં એક સાથે જોડાઇ શક્શે 1000 લોકો
Telegram launches new feature

Follow us on

જો તમે પણ લોકપ્રિય મેસેજિંગ એપ Telegram ના યૂઝર છો તો તમારા માટે એક સારા સમાચાર છે. કંપની પોતાના પ્લેટફોર્મને એડવાન્સ બનાવવા માટે નવા ફિચર્સ લઇને આવી છે. એપમાં થયેલા નવા ડેવલપમેન્ટ પ્રમાણે, Telegram હવે એક વીડિયો કોલમાં (Group Video Call) મહત્તમ 1000 લોકો સામેલ થઇ શક્શે. એપ હવે યૂઝર્સને વીડિયો મેસેજ મોકલવાની સુવિધા પણ આપશે. સાથે જ Telegram એ યૂઝર્સ માટે સાઉન્ડ અને સ્ક્રિન શેયર કરવાની સુવિધા પણ જાહેર કરી છે.

આ નવા ફિચર્સ લોન્ચ કરીને Telegram તેની પ્રતિસ્પર્ધી એપ વોટ્સએપને ટક્કર આપવાની તૈયારી કરી રહી છે. કંપનીએ જણાવ્યુ કે તેઓ લિમીટને ત્યાં સુધી વધારવા માંગે છે કે જ્યાં સુધી દુનિયાના બધા લોકો એક વીડિયો કોલમાં ન જોડાય શકે. એપ્લિકએશનની આ સુવિધા તેના યૂઝર્સ વધારવામાં મદદ કરશે.

હાલ કોરોના કાળમાં જ્યારે લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે અને એક બીજાથી દૂર છે તેવા સમયમાં લોકો વીડિયો કોલના માધ્યમથી એક બીજા સાથે જોડાઇ રહ્યા છે. ઓફિસની મિટીંગ હોય, વિદ્યાર્થીઓનો અભ્યાસ હોય કે દૂર રહેતા પરિવારના સભ્યોને એકબીજા સાથે વાત કરવી હોય બધુ જ આજકાલ વીડિયો કોલ પર થઇ રહ્યુ છે તેવામાં હવે Telegram નું આ ફિચર લોકોને એક બીજા સાથે જોડાવાની સુવિધા આપી રહ્યુ છે.

આ પણ વાંચો – કોલકાતામાં અશ્લીલ રેકેટનો પર્દાફાશ થયો, મોડલ્સ પાસે બળજબરીથી અશ્લીલ વીડિયો બનાવવા બદલ અભિનેત્રીની કરાઈ ધરપકડ, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો – Cyber Attack: મહામારી દરમિયાન સાયબર એટેકના કેસ વધ્યા, ભારતની એક કંપની પર અઠવાડિયામાં 1,738 વાર એટેક

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati