કોલકાતામાં અશ્લીલ રેકેટનો પર્દાફાશ થયો, મોડલ્સ પાસે બળજબરીથી અશ્લીલ વીડિયો બનાવવા બદલ અભિનેત્રીની કરાઈ ધરપકડ, જાણો સમગ્ર મામલો

કોલકત્તામાં એક પોર્ન રેકેટનો પર્દાફાશ થયો છે. બે છોકરીઓના ફોટોશૂટના નામે અશ્લીલ ફિલ્મ બનાવવા અને તેને પોર્ન સાઇટ પર અપલોડ કરવા બદલ પોલીસે એક અભિનેત્રી સહિત બે લોકોની ધરપકડ કરી છે.

કોલકાતામાં અશ્લીલ રેકેટનો પર્દાફાશ થયો, મોડલ્સ પાસે બળજબરીથી અશ્લીલ વીડિયો બનાવવા બદલ અભિનેત્રીની કરાઈ ધરપકડ, જાણો સમગ્ર મામલો
ફાઈલ ફોટો

મુંબઈ પોલીસે બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty) પતિ અને ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાની અશ્લીલ ફિલ્મો બનાવવા બદલ ધરપકડ કર્યા બાદ હવે કોલકત્તામાં પણ એક રેકેટનો પર્દાફાશ થયો છે. બે છોકરીઓના ફોટોશૂટના નામે અશ્લીલ ફિલ્મ બનાવવા અને તેને પોર્ન સાઇટ પર અપલોડ કરવા બદલ પોલીસે એક અભિનેત્રી સહિત બે લોકોની ધરપકડ કરી છે.

આ ઘટના ન્યૂ ટાઉન પોલીસ સ્ટેશન હેઠળની ફાઇવ સ્ટાર હોટલની છે. આરોપીઓના નામ મૌનક ઘોષ અને નંદિતા દત્તા તરીકે જણાવવામાં આવ્યા છે. બંનેની દમદમથી ધરપકડ કરવામાં આવી છે. હાલમાં આરોપીઓની પૂછપરછ કરીને પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, રાજ કુંદ્રા સાથે તેમનો કોઈ સંબંધ છે કે નહીં. તમને જણાવી દઈએ કે નંદિતા દત્તાએ મોડેલિંગથી અભિનયની દુનિયામાં પગ મૂક્યો છે.

અશ્લીલ ફિલ્મના શૂટિંગનો આરોપ

પોલીસનું કહેવું છે કે, આ બંને પર નવી છોકરીઓને વેબ સિરીઝમાં કામ કરવા માટેની લાલચ આપીને તેમને ધમકી આપીને બળજબરીથી પોર્ન ફિલ્મોનું શૂટિંગ કરવાનો આરોપ છે. નંદિતા દત્તાએ પોતે પણ અશ્લીલ ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં તેના પાત્રનું નામ નેન્સી ભાભી હતું. 26 જુલાઈના રોજ બે મોડલે નંદિતા અને મૈનાક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ બાદ બંનેની પોલીસે તેમના ઘરેથી ધરપકડ કરી હતી.

મોડેલિંગના નામે પોર્ન ફિલ્મનું શૂટિંગ

પોલીસના જણાવ્યા અનુસાર થોડા મહિના પહેલા પીડિત છોકરીઓની ઓળખ સોશિયલ મીડિયા દ્વારા આરોપી નંદિતા દત્તા સાથે થઈ હતી. આરોપ છે કે, બંને છોકરીઓને મોડેલિંગ અને ફોટોશૂટ માટે બોલાવવામાં આવ્યા હતા અને ન્યૂ ટાઉનની એક ફાઇવ સ્ટાર હોટલમાં અશ્લીલ ફિલ્મ બનાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.

શૂટ દરમિયાન છોકરીઓને અશ્લીલ ફિલ્મોની લાલચ આપવામાં આવી હતી અને તેમને વિદેશમાં બતાવવામાં આવશે એમ કહીને એ લોકોનો વિશ્વાસ જીતી આ બનાવવામાં આવ્યું હતું. બાદમાં જ્યારે ફિલ્મ તૈયાર થઈ ત્યારે તેને પોર્ન સાઈટ પર પોસ્ટ કરવામાં આવી. જ્યારે પીડિતાના પડોશના લોકોએ આ વિષય વિશે પૂછવાનું શરૂ કર્યું ત્યારે તેઓએ જોયું કે, તેનો વીડિયો ભારતીય વેબ પોર્ટલ પર ઉપલબ્ધ છે.

આ બાદ ફિલ્મના નિર્માતાઓ દ્વારા વારંવાર વિનંતી કરવા છતાં તેને વેબસાઇટ પરથી દૂર કરવામાં આવ્યો ન હતો. આ પછી પીડિત છોકરીઓએ 26 જુલાઈએ ન્યૂ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ન્યૂ ટાઉન પોલીસ સ્ટેશનની પોલીસે આ મામલાની તપાસ કરતી વખતે આરોપી મૈનક ઘોષ અને નંદિતા દત્તાની ધરપકડ કરી હતી.

આરોપીઓને બારસાત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ જજે તેમને 4 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. આ કેસમાં કુલ 7 લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસ આ કેસમાં અન્ય ફરાર લોકોની શોધ કરી રહી છે.

 

આ પણ વાંચો: ભારતીય વાયુસેનામાં 12 પાસ માટે બહાર પડી ભરતીઓ, જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો: ગુસ્સે ભરાયેલા પાયલટની લાપરવાહીને લઈ પ્લેન ખડક સાથે ટકરાતા 113 પ્રવાસીનાં મોત, જાણો ક્યાં ભુલ થઈ ગઈ

Click on your DTH Provider to Add TV9 Gujarati