Telegram Fraud: ટેલિગ્રામ પર રૂપિયાની લાલચ આપીને થાય છે છેતરપિંડી, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ, જુઓ Video
શાતિર લોકોને મેસેજ મોકલે છે કે, જો તમે નોકરી કરતા હોય તો થોડો સમય કાઢીને તમે દરરોજ 8 થી 10 હજાર રૂપિયા કમાઈ શકો છો. આવા મેસેજનો જવાબ આપતાની સાથે જ ટાસ્ક આપવામાં આવે છે જેમાં હોટલ રેટીંગ કે પછી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું કહેવામાં આવે છે.
ટેલિગ્રામ એપ (Telegram Fraud) પર વર્ક ફ્રોમ હોમ દ્વારા રૂપિયા કમાવવાના બહાને છેતરપિંડી ચાલી રહી છે. સાયબર (Cyber Crime) ઠગ લોકોને પૈસા ડબલ કરવાના બહાને ફ્રોડ કરે છે. થોડા મહિનાઓથી એક નવી પદ્ધતિ દ્વારા કે જેમાં ટેલિગ્રામ એપ પર લોકોને જુદા-જુદા ટાસ્ક આપવામાં આવે છે અને ત્યારબાદ રૂપિયાની લાલચ આપી ઠગાઈ કરવામાં આવે છે. આ સમગ્ર ખેલ વોટ્સએપ કે અન્ય સોશિયલ મીડિયા એપથી શરૂ થાય છે.
વોલેટમાં 100 થી 200 રૂપિયા જમા કરાવે છે
શાતિર લોકોને મેસેજ મોકલે છે કે, જો તમે નોકરી કરતા હોય તો થોડો સમય કાઢીને તમે દરરોજ 8 થી 10 હજાર રૂપિયા કમાઈ શકો છો. આવા મેસેજનો જવાબ આપતાની સાથે જ ટાસ્ક આપવામાં આવે છે જેમાં હોટલ રેટીંગ કે પછી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું કહેવામાં આવે છે. તે ટાસ્ક પૂરા કરવા પર વોલેટમાં 100 થી 150 કે 200 રૂપિયા જમા કરાવવામાં આવે છે.
મેસેજ જોઈને લોકો લલચાઈ જાય છે
ત્યારબાદ વધારે રૂપિયા કમાવવા માટે ટેલિગ્રામ ગૃપમાં જોડાવા માટે કહેવામાં આવે છે. ટેલિગ્રામ સાથે કનેક્ટ થતાં જ તેમાં ઘણા લોકોના મેસેજ જોવા મળે છે. કોઈ કહે કે, આજે મને 5000 રૂપિયાનો ફાયદો થયો. કોઈ લખે છે કે 15000 રૂપિયા મળ્યા. આવા મેસેજ જોઈને લોકો લલચાઈ જાય છે.
વધારે કમાણી કરવા માટે પહેલા લોકોને રૂપિયાનું રોકણ કરવાનું કહેવામાં આવે છે. વર્ચ્યુઅલ વોલેટમાં તમે પૈસા ટ્રાન્સફર કર્યા બાદ તમને તેમાં રકમ દેખાવા લાગે છે. પરંતુ જ્યારે તમે તે રકમને ઉપાડવાનો પ્રયાસ કરો છો, ત્યારે પૈસા લોક થઈ જાય છે. આ રીતે છેતરપિંડી કરવામાં આવે છે.
આ પણ વાંચો : KBC Fraud: તમે 25 લાખ રૂપિયાની લોટરી જીતી છે ! જો આવો મેસેજ આવે તો રહો સાવધાન, તમારી સાથે થઈ શકે છેતરપિંડી, જુઓ Video
આ રીતે રહો સાવધાન
1. મેસેજમાં આવેલી કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરશો નહીં.
2. સોશિયલ મીડિયા ગ્રુપમાં આવતી કોઈપણ જાહેરાત પર વિશ્વાસ ન કરવો.
3. કોઈપણ સોશિયલ સાઈટના અજાણ્યા ગ્રુપમાં જોડાશો નહીં.
4. જો કોઈ ગૃપમાં રૂપિયાનું રોકાણ કરીને વધુ નફો કમાવાનું કહેવામાં આવે તો તેનાથી દૂર રહો.
5. તમારી બેંકની વિગતો, OTP, પાસવર્ડ, પીન કે કાર્ડ નંબર આપશો નહીં.
6. ફ્રોડ થાય તો ભારત સરકારના હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરવો જોઈએ.
7. કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો