AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KBC Fraud: તમે 25 લાખ રૂપિયાની લોટરી જીતી છે ! જો આવો મેસેજ આવે તો રહો સાવધાન, તમારી સાથે થઈ શકે છેતરપિંડી, જુઓ Video

KBC દ્વારા WhatsApp પર ક્યારેય કોઈ ક્વિઝ ચલાવવામાં આવતી નથી અને કોઈ ઈનામ આપવામાં આવતું નથી. દેશમાં KBCના નામે છેતરપિંડી શરૂ થઈ ત્યારે લોકોને જાગૃત કરવા માટે આ માહિતી આપવામાં આવી છે.

KBC Fraud: તમે 25 લાખ રૂપિયાની લોટરી જીતી છે ! જો આવો મેસેજ આવે તો રહો સાવધાન, તમારી સાથે થઈ શકે છેતરપિંડી, જુઓ Video
KBC Fraud
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2023 | 12:56 PM
Share

સાયબર (Cyber Crime) અપરાધીઓ વોટ્સએપ પર કૌન બનેગા કરોડપતિ (KBC)ના નામે ઈનામ આપવાનું બહાનું કરીને છેતરપિંડી કરી રહ્યા છે. ઠગ્સ વોટ્સએપ પર એક મેસેજ મોકલે છે, જેમાં લખ્યું હોય છે કે તમે KBCમાંથી 25 લાખ રૂપિયાની લોટરી જીતી છે. મેસેજ ઉપરાંત આ માહિતી વોઈસ નોટ દ્વારા પણ આપવામાં આવે છે. સાયબર ગુનેગારો લોકોને ગેરમાર્ગે દોરવા KBCની ઓડિયો ક્લિપ્સ અને ફોટાઓનો ઉપયોગ કરે છે.

KBC લોકો પાસેથી રૂપિયા માંગતું નથી

KBC દ્વારા WhatsApp પર ક્યારેય કોઈ ક્વિઝ ચલાવવામાં આવતી નથી અને કોઈ ઈનામ આપવામાં આવતું નથી. દેશમાં KBCના નામે છેતરપિંડી શરૂ થઈ ત્યારે લોકોને જાગૃત કરવા માટે આ માહિતી આપવામાં આવી હતી કે KBC કોઈ પણ લોકો પાસેથી રૂપિયા માંગતું નથી, તેથી તમારે કોઈને રૂપિયા આપવા નહીં.

25 લાખ રૂપિયાની લોટરી જીતી

અજાણ્યા નંબર પરથી લોકોને વોટ્સએપ કોલ આવે છે અને ફોન કરનાર દાવો કરે છે કે તમે કૌન બનેગા કરોડપતિમાં 25 લાખની લોટરી જીતી લીધી છે. ત્યારબાદ લોટરીની રકમ ઉપાડવાની માહિતી આપવામાં આવે છે અને આરોપીઓ તેની પાસેથી રજીસ્ટ્રેશન, સિક્યુરીટી ડિપોઝીટ , GST અને ઈન્કમ ટેક્સના નામે પૈસાની માંગણી શરૂ કરે છે. લોકો તેની જાળમાં ફસાઈ અને ઠગ લોકોને રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરે છે.

આ પણ વાંચો : 5G SIM Upgrade Fraud: શું તમને પણ 5G સિમ અપગ્રેડનો મેસેજ આવ્યો છે? સાયબર ઠગ મેસેજ મોકલીને કરી રહ્યા છે ફ્રોડ, જાણો કેવી રીતે થાય છે છેતરપિંડી, જુઓ Video

આ રીતે રહો સાવચેત

1. વોટ્સએપ પર આવતા આ પ્રકારના મેસેજને અવગણો.

2. મેસેજમાં આપેલી કોઈપણ લિંક પર ક્લિક કરશો નહીં અથવા તેમાં આપેલા નંબર પર કોલ કરશો નહીં.

3. જુદા-જુદા સોશિયલ મીડિયા દ્વારા છેતરપિંડી થઈ રહી છે તેથી કોઈ ક્વિઝ, લોટરી સંબંધિત મેસેજ દ્વારા છેતરાશો નહીં.

4. કોઈને કોઈ પણ પ્રકારની ફી કે રજીસ્ટ્રેશનના પૈસા ટ્રાન્સફર કરશો નહી.

5. તમારી બેંકની વિગતો, OTP, પાસવર્ડ, પીન કે કાર્ડ નંબર આપશો નહીં.

6. ફ્રોડ થાય તો ભારત સરકારના હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરવો જોઈએ.

7. કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
g clip-path="url(#clip0_868_265)">