Tech Tips: Instagram પર માત્ર ફોટો જ ન જુઓ પૈસા પણ કમાઓ, આ સરળ રીતે
જે રીતે લોકોએ Tiktok પર તેમના મિલિયન ફોલોઅર્સ બનાવ્યા હતા. તેવી જ રીતે તેને રિપ્લેશ કરી ઇન્સ્ટાગ્રામે તેનું સ્થાન લીધું છે. આ સાથે ઈન્સ્ટાગ્રામમાં લોકોના વધતા ક્રેઝને જોતા તેમાં ઘણા વેરિએશન પણ કરવામાં આવ્યા હતા.
ટિકટોકના પ્રતિબંધ પછી ઈન્સ્ટાગ્રામે (Instagram) રીલ્સ દ્વારા લોકોને એક મોટુ પ્લેટફોર્મ આપ્યું છે. જે રીતે લોકોએ Tiktok પર તેમના મિલિયન ફોલોઅર્સ બનાવ્યા હતા. તેવી જ રીતે તેને રિપ્લેશ કરી ઈન્સ્ટાગ્રામે તેનું સ્થાન લીધું છે. આ સાથે ઈન્સ્ટાગ્રામમાં લોકોના વધતા ક્રેઝને જોતા તેમાં ઘણા વેરિએશન પણ કરવામાં આવ્યા હતા. તેવી જ રીતે જો તમે પણ Instagramનો ઉપયોગ કરો છો તો તમે તેના દ્વારા પણ કમાણી કરી શકો છો.
સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર બનો
સોશિયલ મીડિયામાંથી પૈસા કમાવવાનું સૌથી સરળ છે. જો કે, આ માટે તમારે ઓછામાં ઓછા 5000 ફોલોઅર્સ હોવા જરૂરી છે. આ માટે તમે ઘણી માર્કેટિંગ વ્યૂહરચના પણ અપનાવી શકો છો. જેવા જ તમારા Instagram પર 5000 ફોલોઅર્સ હોય છે અને તમે ઈન્ફ્લૂએસિંગ કન્ટેન્ટ પોસ્ટ કરવાનું શરૂ કરો છો, પછી બ્રાન્ડ્સ જાતે જ તમારો સંપર્ક કરવાનું શરૂ કરે છે. આનો અર્થ એ છે કે તમે પોસ્ટ દ્વારા તેમની કન્ટેન્ટનો પ્રચાર કરો છો.
ઈન્સ્ટાગ્રામ પર એક શોપિંગ પેજ બનાવો
આ સિવાય જો તમે કોઈ પ્રોડક્ટ લોન્ચ કરવા ઈચ્છો છો તો ઈન્સ્ટાગ્રામ પર એક શોપિંગ પેજ બનાવીને તમે તમારી પ્રોડક્ટ્સ ત્યાં ડિસ્પ્લે કરી શકો છો. જો કે આ માટે તમારી પાસે તમારા પેજ સારા ફોલોઅર્સ અને સારૂ એન્ગેજિંગ કંન્ટેન્ટ હોવું જોઈએ. બીજી બાબત એ છે કે દરરોજ કેટલીક સામગ્રી પોસ્ટ કરવી જોઈએ, જેથી ફોલોઅર્સનું એન્ગેજમેન્ટ જળવાઈ રહે.
ઈન્સ્ટાગ્રામ કન્સલ્ટન્ટ અથવા કોચ બનીને
જો તમારી પાસે Instagramમાં ઘણા બધા ફોલોઅર્સ છે તો તમે પૈસા કેવી રીતે કમાવવા તે વિશે અન્ય લોકોને માર્ગદર્શન આપીને પૈસા કમાઈ શકો છો. તમે તમારા ફોલોઅર્સને કહી શકો છો કે ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ કેવી રીતે વધારવું અને તેનાથી પૈસા કેવી રીતે કમાવવા.
એફિલિએટ લિંક્સને પ્રમોટ કરો
તમે ઈન્સ્ટાગ્રામ પર એફિલિએટ લિંક્સને પ્રમોટ કરીને પણ પૈસા કમાઈ શકો છો. જો કે આ માટે ગ્રાહકોએ તમે જે લિંકનો પ્રચાર કરી રહ્યા છો, તેમાંથી સેવા અથવા પ્રોડક્ટ ખરીદવું જરૂરી છે. Instagram બાયો સિવાય ક્યાંય પણ ક્લિક કરી શકાય તેવી લિંકને શેયર કરવાની મંજૂરી આપતું નથી, એટલે પ્રમોટ કરવા માટે અને એફિલિએટ આવક માટે પ્રોમો કોડનો ઉપયોગ કરો. તમે તેને તમારી સ્ટોરી અથવા પોસ્ટમાં શેયર કરી શકો છો.
આ પણ વાંચો: Bird Eye Chili Farming: ઉલ્ટુ મરચું એટલે શું? ખેડૂતોને આપે છે લાખોમાં નફો, જાણો કેવી રીતે થાય છે તેની ખેતી
આ પણ વાંચો: Tech Tips: તમે પણ કરો છો WhatsApp Call? તો અત્યારે જ કરી લો સેટિંગમાં આ ફેરફાર, પછી જુઓ કમાલ