Bird Eye Chili Farming: ઉલ્ટુ મરચું એટલે શું? ખેડૂતોને આપે છે લાખોમાં નફો, જાણો કેવી રીતે થાય છે તેની ખેતી

ઘણા લોકોનો પ્રશ્ન હશે કે ઉલ્ટુ મરચું એટલે શું? તેની ખેતીથી ખેડૂતોને લાખોનો નફો કેવી રીતે થશે? બજારમાં 250 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા આ મરચામાં એવું શું છે? આ બધાના જવાબો માટે આ લેખ વાંચો.

Bird Eye Chili Farming: ઉલ્ટુ મરચું એટલે શું? ખેડૂતોને આપે છે લાખોમાં નફો, જાણો કેવી રીતે થાય છે તેની ખેતી
Bird Eye chiliImage Credit source: Krishijagran
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 3:12 PM

શું તમે ક્યારેય ઉલ્ટા મરચાં વિશે સાંભળ્યું છે? કદાચ નહિ. તેથી જ આજે અમે તમને એવા મરચાંની ખેતી (Chili Farming) વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે માત્ર સ્વાદમાં જ તીખું નથી પણ ખેડૂતોની જબરદસ્ત આવક માટે ટકાઉ ખેતી પણ છે. હા,ઉલ્ટા મરચાને બર્ડ આઈ ચિલી (Bird Eye Chili) તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે ચાલો જાણીએ કે તેની ખેતીથી ખેડૂતો (Farmers)ને લાખોનો નફો કેવી રીતે થશે? બજારમાં 250 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા આ મરચામાં એવું શું છે?

ભારતમાં બર્ડ આઈ મરચાંની ખેતી

  1. બર્ડ આઈ મરચાની મોટાભાગની ખેતી મેઘાલય, આસામ અને કેરળમાં થાય છે.
  2. મેઘાલય અને આસામ ભારતમાં મરચાની વિશાળ શ્રેણી માટે જાણીતા છે.
  3. ઉદાહરણ તરીકે, બુટ જોલોકિયા મરચું તેના ઉચ્ચ તીવ્ર સ્વાદ માટે જાણીતું છે અને આ પ્રદેશોમાં તેની ખેતી કરવામાં આવે છે.
  4. બર્ડ આઈ મરચાં પણ સામાન્ય રીતે આ ત્રણ રાજ્યોમાં ઉગાડવામાં આવે છે અને તે સમગ્ર દેશમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે.
  5. IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
    કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
    સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
    Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
    શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
    આજનું રાશિફળ તારીખ : 23-11-2024

બર્ડ આઈ મરચાંની ખેતી કેવી રીતે કરવી

બર્ડ આઈ મરચાંને સામાન્ય મરચાંની જેમ જ કાળજી અને ખાતરની જરૂર હોય છે. આ મરચાની ખેતી પણ સામાન્ય મરચા જેવી છે. આ મરચાં ઉગાડવા માટે કંઈ નવું શીખવાની જરૂર નથી.

ભારત છે આ મરચાનો મોટો નિકાસકાર

રસપ્રદ વાત એ છે કે યુએસએ, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા બર્ડ આઈ ચિલીના આયાતકાર છે. કોચી, દિલ્હી અને ચેન્નાઈ બંદરો પરથી તેની નિકાસ કરવામાં આવે છે. હાલની સ્થિતિમાં ખેડૂતો સ્થાનિક બજારમાં આ મરચાની જરૂરિયાત પૂરી કરી શકતા નથી. હવે તમે આના પરથી ખ્યાલ મેળવી શકો છો કે આ મરચું (Bird Eye Chili) કેટલું લોકપ્રિય છે.

મરચાંની ઉપજ અને પ્રતિ એકર નફો

  1. બર્ડ આઈ ચિલી પ્રતિ એકર લગભગ 22,000 રોપા રોપી શકે છે. જેમાં 30 સેમી X 60 સેમીનું અંતર રાખવામાં આવે છે
  2. દરેક છોડ પ્રથમ 4-5 વર્ષ માટે પ્રતિ વર્ષ લગભગ 250 ગ્રામ ઉત્પાદન આપશે.
  3. મોટાભાગના કિસ્સાઓમાં 5મા વર્ષથી ઉપજમાં ઘટાડો થશે અને 6ઠ્ઠા વર્ષમાં તે ખૂબ જ નબળો હશે.
  4. બર્ડ આઈ ચીલીની સરેરાશ ઉપજ પ્રતિ એકર લગભગ 2 ટન વધારે હોય છે.
  5. બર્ડ આઈ મરચા બજારમાં રૂ.250 પ્રતિ કિલોના ભાવે મળે છે.
  6. એક રીતે જોઈએ તો તમે આ મરચામાંથી દર વર્ષે ઓછામાં ઓછા 2,50,000 રૂપિયા કમાઈ શકો છો.
  7. તેથી એમાં કોઈ શંકા નથી કે બર્ડ આઈ ચિલી જંગી માર્જિન અને ઉંચો નફો આપે છે.

બર્ડ આઈ મરચાંની ખેતી કેમ કરવી

સૌપ્રથમ, બર્ડ આઈ મરચાં એ સ્વદેશી જાત છે. આ મરચું દેશના ઘણા ભાગોમાં ખૂબ જ સહિષ્ણુ છે. હા, તે ખૂબ વરસાદ અને ગરમીમાં ઉગાડવામાં સક્ષમ નથી. આ મરચું મોસમી છે, પરંતુ યોગ્ય સિંચાઈથી તે આખું વર્ષ ઉગાડી શકાય છે. આનાથી ખેડૂતોને આખા વર્ષ દરમિયાન સતત આવક મેળવવાની તક મળે છે. એક રીતે બર્ડ આઈ ચિલી દેશ માટે બારમાસી છોડ છે.

બજારમાં ઉપલબ્ધ સામાન્ય મરચાં અને હાઈબ્રિડથી વિપરીત, બર્ડ્સ આઈ ચિલી અથવા કંઠારી મરચું એ બારમાસી છોડ છે, જે 6 વર્ષથી વધુ જીવે છે. તેની ઉપજ સતત 4 વર્ષ સુધી સારી રહે છે. એકવાર વાવેતર કર્યા પછી તે 4-5 મહિના પછી ઉપજ આપવાનું શરૂ કરે છે.

આ પણ વાંચો: બિહારના છોકરાએ જીત્યું દિલ તો જર્મનીથી આવી છોકરી, હિન્દુ રિત-રિવાજથી અગ્નિની સાક્ષીએ લીધા ફેરા

આ પણ વાંચો: Cotton Prices: કપાસના ભાવ વધવા છતાં ખાદી થઈ નથી મોંઘી, જાણો કેમ અને આગળ શું થશે?

ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">