AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Independence Day : સુંદર પિચાઇએ ખાસ રીતે આપી ભારતીયોને શુભકામના

પિચાઈએ પોસ્ટ કર્યું, ભારતને 75 માં સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ.  દરેકને સલામત અને ખુશ ઉજવણીની શુભેચ્છાઓ અને આ વર્ષના સુંદર ડૂડલ માટે અમારા અતિથિ કલાકાર સયાન મુખર્જીનો ખૂબ ખૂબ આભાર.

Happy Independence Day : સુંદર પિચાઇએ  ખાસ રીતે આપી ભારતીયોને શુભકામના
Sundar Pichai (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2021 | 7:20 PM
Share

રવિવારે જ્યારે ભારત પોતાનો 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવે છે, ત્યારે આલ્ફાબેટ અને ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ કોલકાતામાં જન્મેલા કલાકાર સયાન મુખર્જીનો એક સુંદર ડૂડલ માટે આભાર માન્યો  જેમાં પરંપરાગત નૃત્ય પરફોર્મન્સના વિવિધ સ્વરૂપોને ચિત્રિત કરવામાં આવ્યા છે.

પિચાઈએ પોસ્ટ કર્યું, ભારતને 75 માં સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ.  દરેકને સલામત અને ખુશ ઉજવણીની શુભેચ્છાઓ અને આ વર્ષના સુંદર ડૂડલ માટે અમારા અતિથિ કલાકાર સયાન મુખર્જીનો ખૂબ ખૂબ આભાર.

ગૂગલ ડૂડલમાં ભરતનાટ્યમની શાસ્ત્રીય પરંપરા દર્શાવવામાં આવી છે, જે તમિલનાડુમાં 3,000 વર્ષથી ફેલાયેલી સૌથી જૂની ભારતીય નૃત્ય શૈલી છે.  ગૂગલે કહ્યું કે જમણી બાજુથી ત્રીજા નંબરે બતાવાયેલું છઉ  નૃત્ય પૂર્વીય રાજ્ય ઝારખંડ, પુરુલિયા ચો અને સરાઇકેલા ચો પ્રદેશોનું ગૌરવ છે.

સયાન મુખર્જીએ કહ્યું કે જ્યારે તેમનો ડૂડલ પર કામ કરવા માટે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે ભારતના સમૃદ્ધ વારસા, સંસ્કૃતિ, પરંપરા વગેરે વિશે વિચારવાનું શરૂ કર્યું હતું.  સયાન મુખર્જીએ ઉમેર્યુ કે, ભારત આટલી વૈવિધ્યસભર વસ્તી ધરાવતો વિશાળ દેશ છે, ત્યાં માત્ર એક જ વસ્તુ છે જે આપણને બધાને સાથે રાખે છે અને તે છે વિવિધતામાં આપણી એકતા.

મેં તેને ડૂડલથી પકડવાનો પ્રયત્ન કર્યો. તેમણે કહ્યું કે મેં દેશની વિવિધતા દર્શાવવા અને મંચ પર એક સાથે આવવા માટે વિવિધ ભારતીય નૃત્ય સ્વરૂપોનો ઉપયોગ કર્યો છે. તે એકબીજા વચ્ચે એકતા દર્શાવે છે. તે ભારતની એકતા છે જે આપણને બધાને સાથે મજબૂત રાખે છે.

તમને જણાવી દઈએ કે ગૂગલ ક્લાઉડ ઈન્ડિયાએ તાજેતરમાં દિલ્હી-એનસીઆરમાં તેના નવા ક્લાઉડ એરિયાની શરૂઆત કરવાની જાહેરાત કરી છે જે કંપનીને ખાસ કરીને ભારતમાં અને સમગ્ર એશિયા-પેસિફિકમાં ગ્રાહકોની સેવા કરવામાં મદદ કરશે. આ ક્લાઉડ એરિયા ભારતમાં ગૂગલનુ આ પ્રકારનુ બીજુ સેટઅપ છે, જોકે કંપનીએ તેના પર કરેલા રોકાણનો હજી ખુલાસો કર્યો નથી.

આ પણ વાંચોTwitter Blue Tick: ‘બ્લુ ટીક’ની રાહ જોતા યુઝર્સ માટે આવ્યા ખરાબ સમાચાર, જોવી પડશે રાહ

આ પણ વાંચોWhatsApp Trick: ગ્રુપ બનાવ્યા વગર એક જ સમયે 200થી વધુ લોકોને એક જ મેસેજ કેવી રીતે મોકલવો, જાણો વિગત

ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ખેતીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ખેતીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
g clip-path="url(#clip0_868_265)">