Alert: Smartphone યુઝર થઈ જાવ સાવધાન ! હેકિંગ દ્વારા થઈ શકે છે આપનો ડેટા ચોરી
'ડર્ટી પાઇપ'ની ઓળખ જર્મન વેબ ડેવલપમેન્ટ કંપની CM4allના સુરક્ષા સંશોધક મેક્સ કેલરમેન દ્વારા કરવામાં આવી છે. તેણે સુરક્ષાની ખામીઓને સાર્વજનિક રૂપે ખુલાસો કર્યો છે.
જો તમે સ્માર્ટફોન (Smartphone)નો ઉપયોગ કરો છો તો સાવચેત થઈ જાઓ કારણ કે હાલમાં જ એક નવો બગ મળી આવ્યો છે. જેને ‘ડર્ટી પાઇપ’ નામ આપવામાં આવ્યું છે. આ બગ તમારો ડેટા ચોરી શકે છે અને તમારા ફોનમાંથી એક્સેસ લઈને તેનો દુરુપયોગ કરી શકે છે. આ બગ એંડ્રોઇડ 12 (Android 12) પર ચાલતા ફોનને ટાર્ગેટ કરી રહ્યો છે જેમ કે Google Pixel 6 અને Samsung Galaxy S22.
‘ડર્ટી પાઇપ’ની ઓળખ જર્મન વેબ ડેવલપમેન્ટ કંપની CM4allના સુરક્ષા સંશોધક મેક્સ કેલરમેન દ્વારા કરવામાં આવી છે. તેણે સુરક્ષાની ખામીઓને સાર્વજનિક રૂપે ખુલાસો કર્યો છે. આના સંદર્ભમાં, ગૂગલને પેચની સાથે સિસ્ટમ અપડેટ્સ માટે તેના અસ્તિત્વ વિશે પણ જાણ કરવામાં આવી છે.
કેલરમેને કહ્યું કે બગ ફરીથી Google Pixel 6 પર હુમલો કરી શકે છે. એન્ડ્રોઇડ સિક્યોરિટી ટીમને ફેબ્રુઆરીમાં આ અંગે જાણકારી આપવામાં આવી હતી. આ અઠવાડિયે બહાર પાડવામાં આવેલ માર્ચ સિક્યુરિટી પેચમાં બગને ઠીક કરવામાં આવ્યો છે કે કેમ. આ અંગે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. રિપોર્ટ અનુસાર, Pixel 6 અને Samsung Galaxy S22 ડિવાઈસ બગથી પ્રભાવિત થઈ શકે છે. એન્ડ્રોઇડ 12 આઉટ-ઓફ-ધ-બોક્સ ચલાવતા કેટલાક અન્ય ડિવાઈસ ‘ડર્ટી પાઇપ’ હુમલા માટે સંવેદનશીલ હોઈ શકે છે.
‘ડર્ટી પાઇપ’ બગ દ્વારા હેકર્સ યુઝર્સના ફેક એકાઉન્ટ બનાવી શકે છે. સાથે વિગતો પણ બદલી શકે છો. Android 12 પહેલાના ડિવાઈસ પર આ બગની કોઈ અસર થશે નહીં. કેટલાક Android 12 ડિવાઈસ આનાથી પ્રભાવિત થઈ શકે છે. બગ એન્ક્રિપ્ટેડ WhatsApp સંદેશાઓ વાંચી શકે છે. મેસેજ મેનીપ્યુલેશન અને બેંકિંગ છેતરપિંડી માટે પણ જવાબદાર હોઈ શકે છે.