કામની વાત : હવે ઘરે બેઠા બેઠા વોટ્સએપની મદદથી બુક કરો LPG Gas Cylinder, બસ કરવાનો છે આ નંબર પર મેસેજ

કંપનીઓ ગ્રાહકોને ઓનલાઈન એલપીજી સિલિન્ડર બુકિંગ સુવિધા પૂરી પાડે છે. ગેસ સિલિન્ડર કોલિંગ દ્વારા, વેબસાઇટ દ્વારા, મોબાઇલ એપ દ્વારા, યુપીઆઇ અને ડિજિટલ વોલેટ દ્વારા અને વોટ્સએપ દ્વારા પણ બુક કરી શકાય છે.

કામની વાત : હવે ઘરે બેઠા બેઠા વોટ્સએપની મદદથી બુક કરો LPG Gas Cylinder, બસ કરવાનો છે આ નંબર પર મેસેજ
Send a WhatsApp message on this number and book LPG cylinder
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2021 | 9:36 AM

ડિજિટલ ઇન્ડિયાએ (Digital India) સામાન્ય માણસના ઘણા કાર્યોને સરળ બનાવ્યા છે. દરેક ઘરમાં ઇન્ટરનેટની એક્સેસ અને વિવિધ સરકારી અને બિન-સરકારી સંસ્થાઓના ડિજિટાઇઝેશને તે કાર્યોને સરળ બનાવ્યા છે જેના માટે અગાઉ લાંબી કતારોમાં ઉભા રહેવું પડતું હતુ. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમે ઘરે બેઠા મોબાઈલ દ્વારા તમારા ઘરેલું ગેસ એટલે કે એલપીજી ગેસ સિલિન્ડર (LPG Gas Cylinder) કેવી રીતે બુક કરી શકો છો. આ માટે જે જરૂરી છે તે છે સ્માર્ટફોન (Smart Phone), ઇન્ટરનેટ ડેટા (Internet) અને ફોનમાં હાજર વોટ્સએપ (WhatsApp).

દેશની ત્રણ સૌથી મોટી એલપીજી ગેસ સિલિન્ડર સપ્લાય કરતી કંપનીઓ, ઈન્ડિયન ઓઈલની ઈન્ડેન (Indane), હિન્દુસ્તાન પેટ્રોલિયમ એટલે કે એચપી ગેસ (HP Gas) અને ભારત પેટ્રોલિયમનું ભારત ગેસ (Bharat Gas), તેમના ગ્રાહકોને ઓનલાઈન એલપીજી સિલિન્ડર બુકિંગ સુવિધા પૂરી પાડે છે. ગેસ સિલિન્ડર કોલિંગ દ્વારા, વેબસાઇટ દ્વારા, મોબાઇલ એપ દ્વારા, યુપીઆઇ અને ડિજિટલ વોલેટ દ્વારા અને વોટ્સએપ દ્વારા પણ બુક કરી શકાય છે.

Indane

ઈન્ડેન કંપનીએ વોટ્સએપ દ્વારા એલપીજી ગેસ સિલિન્ડર માટે નંબર જાહેર કર્યો છે જે 7588888824 છે. અહીં જણાવી દઈએ કે ઘરેલું ગેસ સિલિન્ડર સીધા 7718955555 નંબર પર ફોન કરીને પણ બુક કરી શકાય છે. આ બંને સેવાઓ માત્ર રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી જ મેળવી શકાય છે. વોટ્સએપ દ્વારા સિલિન્ડર બુક કરવા માટે, તમારે 7588888824 પર ‘REFILL’ લખીને સંદેશ મોકલવો પડશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

HP

HP કંપનીએ કોલ અને વોટ્સએપ બંને માટે સમાન નંબર રજૂ કર્યો છે. આ નંબર 9222201122 છે. જો ગ્રાહકો ઇચ્છે તો તેઓ વોટ્સએપ પર કોલ કરીને અથવા મેસેજ કરીને તેમના ઘર માટે એલપીજી ગેસ સિલિન્ડર બુક કરાવી શકે છે. વોટ્સએપ મેસેજ બોક્સ પર જાઓ અને ‘BOOK’ ને 9222201122 પર મેસેજ કરો અને આમ કરવાથી ગેસ સિલિન્ડર બુક થશે. ધ્યાનમાં રાખો, આ સુવિધાનો લાભ માત્ર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી પણ મળશે.

Bharat

ભારત ગેસના ગ્રાહકો માટે જારી કરાયેલ ટોલ ફ્રી નંબર 1800224344 છે. તમે આ નંબર પર ફોન કરીને અથવા વોટ્સએપ મેસેજ દ્વારા તમારા એલપીજી ગેસ સિલિન્ડર બુક કરાવી શકો છો. તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી WhatsApp પર ‘BOOK’ અથવા ‘1’ લખીને મેસેજ મોકલવો પડશે. નવા સિલિન્ડરનું બુકિંગ કન્ફર્મ થતાંની સાથે જ તમારા વોટ્સએપ પર બુકિંગ રિક્વેસ્ટનું સ્ટેટસ અપડેટ આવી જશે.

આ પણ વાંચો –

Team India: ભારતીય ટીમના ખેલાડીઓની જર્સી પર જોવા મળતા ત્રણ સ્ટારનુ શુ છે મહત્વ ? શા માટે અંકિત કરવામાં આવે છે, જાણો

આ પણ વાંચો –

દાદરા નગર હવેલી લોકસભા પેટાચૂંટણીમાં CR પાટીલની ભાજપ આગેવાનોને ટકોર, ‘પેજ-કમિટીની જલ્દી જ રચના કરવામાં આવે’

આ પણ વાંચો –

Srinagar: લાલ ચોકમાં તહેનાત CRPF ની મહિલા કર્મચારીઓ, 30 વર્ષમાં પહેલીવાર, ‘મહિલાઓની પણ કરાઈ તપાસ’

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">