PUBG ના રસિયાઓને ઝટકો, હવેથી આ ડિવાઈસ પર નહીં રમી શકે ગેમ, 13 નવેમ્બરથી થશે મોટા ફેરફાર
PUBG ના રસિયાઓને મોટો ઝટકો લાગવાનો છે. કારણ કે 13 નવેમ્બરથી આ ગેમ PlayStation 4 (PS4) અને Xbox One પર નહીં ચાલે. 13 નવેમ્બર પછી તે માત્ર PlayStation 5 (PS5) અને Xbox Series X|S કંસોલને સપોર્ટ કરશે.

PUBG: Battlegrounds: પબજી વિશ્વમાં સૌથી વધુ પોપ્યુલર અને સૌથી વધુ રમાતી ગેમ છે. પરંતુ હવે પબજી રમનારાઓને મોટો ઝટકો લાગી શકે છે. 13 નવેમ્બર 2025 થી આ ગેમ PlayStation 4 (PS4) અને Xbox One પર નહીં રમી શકાય. જો કે રાહતના સમાચાર એ છે કે PUBG હાલમાં જ PlayStation 5 (PS5) અન Xbox Series X|S કંસોલ માટે લોંચ થશે. ગેમર્સ માટે અપડેટ એ છે કે નવા કંસોલ પર જવાથી તેમનો ગેમીંગનો અનુભવ પહેલા કરતા પણ સારો રહેશે.
નવા કન્સોલ પર કેમ શિફ્ટ થવું?
દક્ષિણ કોરિયન ગેમ કંપની Krafton અને PUBG સ્ટુડિયોએ જણાવ્યું હતું કે જૂના કન્સોલ પર ગેમ ચલાવવામાં ઘણી ટેકનિકલ મુશ્કેલી આવી રહી હતી. નવા કન્સોલ પર શિફ્ટ થવાથી, ગેમની ગ્રાફિક્સ ગુણવત્તા પહેલા કરતા ઘણી સારી થશે. ગેમપ્લે સ્થિર રહેશે અને ક્રેશની સમસ્યા પણ ઓછી થશે. કંપનીનું કહેવું છે કે ભવિષ્યમાં ગેમને વધુ સારી બનાવવા માટે આ ફેરફાર જરૂરી હતો. PS4 અને Xbox One પર આઠ વર્ષ સુધી ગેમને સપોર્ટ કર્યા પછી, હવે કંપની નવી ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.
બધો ડેટા ટ્રાન્સફર કરવામાં આવશે
પ્રાપ્ત અહેવાલો અનુસાર, PS4 અને Xbox One પર ગેમ રમનારા ગેમર્સને ચિંતા કરવાની જરૂર નથી. તેમના એકાઉન્ટ પરનો બધો ડેટા અને ગેમમાં ખરીદેલી વસ્તુઓ આપમેળે નવા કન્સોલ એટલે કે PS5 અને Xbox Series X|S માં ટ્રાન્સફર થઈ જશે. ખેલાડીઓએ ફક્ત તેમના હાલના એકાઉન્ટ સાથે નવા કન્સોલ પર લોગિન કરવાનું રહેશે. પછી 13 નવેમ્બર પછી ગેમ ડાઉનલોડ કરવાની રહેશે. PS5 પર, ખેલાડીઓએ ગેમ મેન્યુઅલી ડાઉનલોડ કરવી પડશે, જ્યારે Xbox પર તે આપમેળે અપડેટ થશે.
નવા કન્સોલ પર આ ફાયદા હશે
નવા કન્સોલ પર PUBG ગેમર્સનો અનુભવ પહેલા કરતાં વધુ સારો રહેશે. PS5 પર, ગેમ 1440p રિઝોલ્યુશન અને 60 ફ્રેમ fps પર ચાલશે. Xbox Series X અને PS5 Pro પર, તે 2160p રિઝોલ્યુશન અને 60 fps સાથે ડાયનેમિક 4K સપોર્ટ ઓફર કરશે. Xbox Series S પર, ખેલાડીઓ 1080p (60 fps) અથવા 1440p (30 fps) માંથી પસંદ કરી શકે છે. આનો અર્થ એ છે કે આ અપગ્રેડ ગેમને સરળ બનાવશે.
જો તમારે રિફંડ જોઈતું હોય તો આ કરવું પડશે
જો કોઈ ગેમર નવા કન્સોલ પર શિફ્ટ થવા માંગતો નથી અને રિફંડ ઈચ્છે છે, તો તેણે તેના કન્સોલની ગ્રાહક સપોર્ટ ટીમનો સંપર્ક કરવો પડશે. ક્રાફ્ટને કહ્યું કે BATTLEGROUNDS Plus અને PUBG: Battlegrounds માટે રિફંડ પ્લેટફોર્મની રિફંડ નીતિ મુજબ હશે. ખેલાડીઓ વધુ માહિતી માટે PlayStation અથવા Xbox ની સપોર્ટ ટીમ સાથે વાત કરી શકે છે.
