Digital India : પીએમ મોદીએ કહ્યું ડિજિટલ ઇન્ડિયાએ ભારતનો સંકલ્પ, જાણો મહત્વની વાતો

વડા પ્રધાને કહ્યું કે આજે એક રાષ્ટ્ર તરીકે માત્ર 6 વર્ષમાં ખૂબ ઝડપથી વિકાસ થયો છે. ડિજિટલ ઇન્ડિયા એ ભારતનો સંકલ્પ છે. આત્મનિર્ભર એ ભારતની સાધના છે.

Digital India : પીએમ મોદીએ કહ્યું ડિજિટલ ઇન્ડિયાએ ભારતનો સંકલ્પ, જાણો મહત્વની વાતો
પીએમ મોદીએ કહ્યું ડિજિટલ ઇન્ડિયા એ ભારતનો સંકલ્પ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2021 | 4:17 PM

ભારતના ડિજિટલ ઇન્ડિયા (Digital India)અભિયાને આજે ​​છ વર્ષ પૂર્ણ કર્યા છે. ડિજિટલ ઇન્ડિયાની શરૂઆત 1 જુલાઈ 2015 ના રોજ કરવામાં આવી હતી. ડિજિટલ ઇન્ડિયા દ્વારા સરકાર તમામ નાગરિકો સુધી તેની સેવા ડિજિટલ રીતે પહોંચાડવા માંગે છે. આ પ્રસંગે પીએમ મોદી( PM Modi) એ ડિજિટલ ઇન્ડિયા(Digital India)ના ફાયદા અને આગામી યોજનાઓની માહિતી આપી હતી.

આઇટી પ્રધાન રવિશંકર પ્રસાદે આ પ્રસંગે કહ્યું હતું કે ડિજિટલ ઇન્ડિયાનો મતલબ ભારતીયોનું જીવન સુલભ અને સરળ બને એ છે. તેમજ ગરીબોના બેંક ખાતા ખોલીને અને સીધા તેમના ખાતામાં પૈસા મોકલીને મિડલમેનને દૂર કરવામાં આવ્યા હતા. ભારતને  A.I અને બ્લોક ચેનથી આગળ વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

શિક્ષણનું ડિજિટલાઇઝેશન એ સમયની જરૂરિયાત : પીએમ મોદી

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આ પ્રસંગે, પીએમ મોદી ( PM Modi) એ વીડિયો કોન્ફરન્સથી ડિજિટલ ઇન્ડિયા અભિયાનના લાભાર્થીઓ સાથે વાતચીત કરી. તેમણે કહ્યું કે શિક્ષણનું ડિજિટલાઇઝેશન એ સમયની જરૂરિયાત છે. કોરોનાએ તેને વધુ ઝડપી બનાવ્યું છે. ગામડે ગામડે સસ્તું ઇન્ટરનેટ આપવામાં આવ્યું છે જેથી ગરીબ બાળકો પણ તેનો લાભ લઇ શકે અને ઓનલાઈન અભ્યાસ કરી શકે.

ડિજિટલ ઇન્ડિયાએ ભારતનો સંકલ્પ

વડા પ્રધાને કહ્યું કે આજે એક રાષ્ટ્ર તરીકે માત્ર 6 વર્ષમાં ખૂબ ઝડપથી વિકાસ થયો છે. આપણે બધાં આને પરિપૂર્ણ કરવા માટે રાત-દિવસ રોકાયેલા છીએ. ડિજિટલ ઇન્ડિયા એ ભારતનો સંકલ્પ છે. આત્મનિર્ભર એ ભારતની સાધના છે. 21 મી સદીમાં આ એક પડકાર છે. સરકાર અને લોકો વચ્ચે તથા સિસ્ટમ અને સુવિધાઓ વચ્ચેના અંતરને દૂર કરવાની સમયની જરૂરિયાત છે.

શ્રેષ્ઠ ઉદાહરણ ડિજિલોકર

ડિજિટલ ઇન્ડિયાએ આ કેવી રીતે શક્ય બનાવ્યું તેનું એક શ્રેષ્ઠ ઉદાહરણ ડિજિલોકર છે. સ્કૂલના પ્રમાણપત્રોથી લઈને ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો તેમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે. કોરોનાના આ સમયગાળામાં આની મદદથી ઘણા શહેરોની શાળાઓ અને કોલેજોમાં ચકાસણી કરવામાં આવી રહી છે.

 ડિજિટલ ઇન્ડિયાથી ગરીબોને અનાજ પહોંચાડવાનું કામ સરળ કરવામાં આવ્યું

ડિજિટલ ઇન્ડિયા સાથે વીજળીનું બિલ, પાણીનું બિલ, આવકવેરો ભરવો ખૂબ જ સરળ અને ઝડપી થયું છે. ગરીબોને અનાજ પહોંચાડવાનું કામ સરળ કરવામાં આવ્યું છે. આખા દેશમાં એક જ રેશનકાર્ડ માન્ય છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે આ સાથે સંબંધિત નિર્ણય આપ્યો છે, બાકીના અન્ય રાજ્યએ તેને સ્વીકાર કરવો પડ્યો હતો.

ડિજિટલ ઈન્ડિયાએ લોકોને તે સિસ્ટમમાં જોડે છે

ડિજિટલ ઈન્ડિયા એ લોકોને સિસ્ટમમાં જોડે છે જેમણે ક્યારેય વિચાર્યું ન હતું. આ સરળ લોન માટે સ્વનિધિ યોજના દ્વારા કરવામાં આવી રહ્યું છે. સ્વમિત્વ યોજના દ્વારા જમીનોનું ડ્રોન મેપિંગ કરવામાં આવી રહ્યું છે. ઓનલાઇન શિક્ષણથી માંડીને ચિકિત્સા સુધી તેની એક મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. દરેક વ્યકિતના આરોગ્ય સુવિધાઓ અને સારી સુવિધાઓ માટે કામ કરી રહ્યું છે. વિશ્વની સૌથી મોટી કોન્ટેક ટ્રેસિંગ એપ્લિકેશન આરોગ્ય સેતુએ કોરોનાને રોકવામાં મદદ કરી છે.

ડિજિટલ ઈન્ડિયાથી યુવાનોના જીવનમાં પરિવર્તન આવ્યું

કોવિડ સમયગાળામાં અનુભવી થયો કે ડિજિટલ ઈન્ડિયાએ આપણું કેટલું કાર્ય સરળ બનાવ્યું છે. કોરોના સમયગાળામાં શું થયું હોત જો આવું ન થયું હોત. તેનાથી મધ્યમ વર્ગ અને યુવાનોના જીવનમાં પણ પરિવર્તન આવ્યું છે. જો આજે ટેક્નોલોજી ના હોત, તો તેમના શું હાલ હોત ? સસ્તા સ્માર્ટફોન અને નેટ વગરની તેમની દિનચર્યામાં જમીન- આસમાનનો ફરક પડ્યો હોત.

દેશમાં સસ્તા ટેબ્લેટ આપવાના પ્રયાસો થઈ રહ્યા છે

7 દરેક જગ્યાએ વાઇફાઇ પ્રોવાઈડ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. દેશમાં સસ્તા ટેબ્લેટ આપવાના પ્રયાસો થઈ રહ્યા છે. છેલ્લા 5 થી 6 વર્ષમાં લોકોના બેંક ખાતામાં 17 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાયા છે. કોરોનાના મોટા મોટા સમૃદ્ધ દેશો સહાય માટે નાણાં મોકલવા માટે અસમર્થ હતા પરંતુ ભારત તે મોકલી શકતું હતું.

ભારતની ડઝનેક ડિજિટલ કંપનીઓ યુનિકોર્ન ક્લબમાં જોડાશે

ફાસ્ટટેગના આગમનથી પરિવહન સરળ બન્યું છે. GEM થી ખરીદીએ પારદર્શિતા વધારી છે. આ દશક ડિજિટલ ટેકનોલોજીમાં ઘણો વધારો કરશે. ભારતની ડઝનેક ડિજિટલ કંપનીઓ યુનિકોર્ન ક્લબમાં જોડાશે.

ડેટા સુરક્ષા માટે પણ કટિબદ્ધ 

5 જી ટેકનોલોજીથી પરિવર્તન થવાનું છે. ભારત પણ આ માટેની તૈયારી કરી રહ્યું છે. ડેટા પાવર હાઉસ તરીકે ભારતને તેનો અહેસાસ છે. ડેટા સુરક્ષા માટે પણ કામ ચાલી રહ્યું છે. સુરક્ષા પર પણ કામ કરવામાં આવી રહ્યું છે. ગ્લોબલ સાયબર સિક્યુરિટી ઈન્ડેક્સમાં ભારત વિશ્વના ટોચના દસ દેશોમાં પણ જોડાયો છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">