PM Modiએ લોન્ચ કર્યુ Swadeshi 4G Network, દેશના ખૂણા ખૂણામાં મળશે સુપર ફાસ્ટ ઈન્ટરનેટ
BSNLનું 4G નેટવર્ક 98,000 સાઇટ્સ પર શરૂ કરવામાં આવ્યું છે. આ 4G નેટવર્કની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે તે સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે અને ભવિષ્યમાં સરળતાથી 5G પર અપગ્રેડ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

પીએમ નરેન્દ્ર મોદીએ આજે 27 સપ્ટેમ્બર અનેક પ્રોજેક્ટ્સ સાથે BSNL 4G નેટવર્ક લોન્ચ કર્યું. હવે, દેશના દરેક ખૂણામાં લોકોને 4G નેટવર્ક દ્વારા ઝડપી ઇન્ટરનેટનો લાભ મળશે. BSNLનું 4G નેટવર્ક 98,000 સાઇટ્સ પર શરૂ કરવામાં આવ્યું છે. આ 4G નેટવર્કની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે તે સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે અને ભવિષ્યમાં સરળતાથી 5G પર અપગ્રેડ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ભારત હવે પોતાના ટેલિકોમ સાધનોનું ઉત્પાદન કરતા ટોચના પાંચ દેશોમાં સામેલ થશે.
Connecting Every Indian, Empowering Every Dream!
Hon’ble PM Shri @narendramodi unveiled India’s #Swadeshi 4G Network, a milestone in self-reliance that brings world-class telecom to every corner of Bharat.#AtmanirbharBSNL #BSNLRising pic.twitter.com/cju3ki6Lee
— DoT India (@DoT_India) September 27, 2025
સ્વદેશી 4G નેટવર્ક PM મોદી એ કર્યો લોન્ચ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના સ્વદેશી 4G નેટવર્કનું અનાવરણ કર્યું, જે આત્મનિર્ભરતા તરફ એક સીમાચિહ્નરૂપ છે અને ભારતના દરેક ખૂણામાં વિશ્વ-સ્તરીય ટેલિકોમ્યુનિકેશન સેવાઓ લાવશે.
It’s more than faster internet — it’s new hope, new opportunities, new Bharat.
BSNL is lighting up the nation with apna 4G network, owned and built in India.#25YearsOfBSNL #BSNL #Swadeshi4G #BSNL4GSaturation #BharatKaApna4G #ConnectingTheUnconnected #DigitalIndia…
— BSNL India (@BSNLCorporate) September 27, 2025
BSNL એ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી, જેમાં લખ્યું, “આ ફક્ત ઝડપી ઇન્ટરનેટ કરતાં વધુ છે; તે નવી આશા, નવી તકો અને એક નવું ભારત છે. BSNL ભારતમાં બનેલા અને માલિકીના તેના 4G નેટવર્કથી રાષ્ટ્રને રોશન કરી રહ્યું છે.”
BSNL 4G: આત્મનિર્ભર ભારતમાં એક મોટી સિદ્ધિ
BSNL 4G સ્ટેક આત્મનિર્ભર ભારત તરફની સફરમાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે. તે માત્ર વૈશ્વિક સ્તરે ભારતની સ્પર્ધાત્મકતા વધારશે નહીં પરંતુ તેની તકનીકી ક્ષમતાઓમાં પણ વધારો કરશે. BSNL ટૂંક સમયમાં 5G લોન્ચ કરીને અદ્યતન ટેકનોલોજી માટે મજબૂત પાયો નાખશે.
દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
