WhatsApp Feature: વોટ્સએપે શરૂ કર્યુ Chat Support ફીચર, આ યુઝર્સને મળશે ફાયદો

|

Jun 20, 2023 | 10:55 AM

હવે વોટ્સએપે વધુ એક આગામી ફીચર જાહેર કર્યું છે. અહેવાલો અનુસાર, WhatsApp હવે તેના ડેસ્કટોપ એપ્લિકેશન વપરાશકર્તાઓ માટે ઇન-એપ ચેટ સપોર્ટ રોલઆઉટ કરી રહ્યું છે. ચાલો જાણીએ આ ફીચર શું છે.

WhatsApp Feature: વોટ્સએપે શરૂ કર્યુ Chat Support ફીચર, આ યુઝર્સને મળશે ફાયદો
WhatsApp Feature

Follow us on

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન યુઝર્સને વધુ સારો અનુભવ આપવા માટે દરરોજ નવા અપડેટ્સ લાવે છે. ગયા અઠવાડિયે વોટ્સએપે તેની વિન્ડોઝ એપ પર ત્રણ નવા ફીચર્સ રજૂ કર્યા હતા. હવે વોટ્સએપે વધુ એક આગામી ફીચર જાહેર કર્યું છે. અહેવાલો અનુસાર, WhatsApp હવે તેના ડેસ્કટોપ એપ્લિકેશન વપરાશકર્તાઓ માટે ઇન-એપ ચેટ સપોર્ટ રોલઆઉટ કરી રહ્યું છે. ચાલો જાણીએ આ ફીચર શું છે.

આ પણ વાંચો: Rathyatra 2023 : ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇને ભક્તજનોમાં ઉત્સાહ, રથયાત્રાના રૂટ પર કડક બંદોબસ્ત, જુઓ Photos

WABetaInfoના અહેવાલ મુજબ, મેટા-માલિકીના પ્લેટફોર્મે Windows યુઝર્સ માટે ઇન-એપ ચેટ સપોર્ટ શરૂ કર્યો છે. આ ફીચર એન્ડ્રોઇડ અને iOS યુઝર્સ માટે પહેલેથી જ ઉપલબ્ધ છે. ઇન-એપ ચેટ સપોર્ટ યુઝર્સને સત્તાવાર WhatsApp સપોર્ટનો સંપર્ક કરવાની અને WhatsApp ચેટમાંથી કૉલ્સ પ્રાપ્ત કરવાની મંજૂરી આપશે.

આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે
માઈગ્રેન મટાડવા માટે શું ખાવું?
ઝટપટ બનાવો મગદાળ પાયસમ, આ રહી રેસીપી
આજનું રાશિફળ તારીખ 15-09-2024

માત્ર યુઝર્સ માટે WhatsApp ચેટ સપોર્ટ

રિપોર્ટ અનુસાર, હાલમાં આ ફીચર ફક્ત વિન્ડોઝ એપનો ઉપયોગ કરતા યુઝર્સ માટે જ ફાયદાકારક રહેશે. આ માટે લેટેસ્ટ બીટા અપડેટ ઈન્સ્ટોલ કરવું પડશે અને પછી ફીચરનો ઉપયોગ કરવા માટે કોન્ટેક્ટ અસનો વિકલ્પ પસંદ કરવો પડશે.

WhatsApp ચેટ સપોર્ટ કેવી રીતે કામ કરશે?

રિપોર્ટ્સ અનુસાર, જો તમે WhatsApp ચેટ સપોર્ટ લો છો, તો તમે ચેટ દરમિયાન આવનારા કોઈપણ કોલનો સરળતાથી જવાબ આપી શકો છો. આ માટે, તમે ઇમેઇલ દ્વારા સપોર્ટ મેળવવા માટે વિનંતી કરી શકો છો. નવા ફીચર સાથે યુઝર્સ એપની અંદર સપોર્ટ મેળવી શકશે અને તેમને WhatsApp સપોર્ટનો સંપર્ક કરવા માટે એપ છોડવાની જરૂર નહીં પડે.

આ ફીચર તમારો ઘણો સમય બચાવી શકે છે. આ સિવાય તમે WhatsApp સપોર્ટ ટીમ સાથે રિયલ ટાઈમ ચેટમાં જોડાઈ શકો છો. એટલે કે એપનો ઉપયોગ કરીને આવનારી કોઈપણ સમસ્યાનો ઉકેલ તમને ચપટીમાં મળી જશે. જણાવી દઈએ કે આ સુવિધા હાલમાં વિન્ડોઝ વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં અન્ય વપરાશકર્તાઓ માટે પણ લોન્ચ થઈ શકે છે.

મલ્ટિ-એકાઉન્ટ ફીચર

WABetaInfoના અહેવાલ મુજબ, મલ્ટી-એકાઉન્ટ ફીચર ડેવલપમેન્ટ તબક્કામાં છે અને તે હજુ સુધી બીટા ટેસ્ટર્સ માટે શરૂ કરવામાં આવ્યું નથી. જો કે, આ ફીચર વ્હોટ્સએપ ફોર બિઝનેસ વર્ઝન 2.23.13.5માં જોવા મળ્યું છે જે પહેલાથી જ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. એવી શક્યતા છે કે વોટ્સએપ ટૂંક સમયમાં બીટા યુઝર્સ સાથે ફીચરનું ટેસ્ટિંગ શરૂ કરશે. જો કે, હાલમાં તેના વિશે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article