AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એલોન મસ્કે આપી શાનદાર ભેટ, યુઝર્સ હવે Twitter પર 2 કલાકનો વીડિયો કરી શકશે અપલોડ

1 એપ્રિલના રોજ, એલોન મસ્કે ટ્વિટર બ્લુ ટિક માટે સબ્સ્ક્રિપ્શન શરૂ કર્યું જે અગાઉ મફતમાં બહાર પાડવામાં આવ્યું હતું. પાછળથી તે પેઇડ સર્વિસ બની કે જે એકાઉન્ટ પર દર મહિને 8 ડોલર અથવા વાર્ષિક 84 ડોલરના ખર્ચે બ્લુ ટિક માર્ક આપે છે.

એલોન મસ્કે આપી શાનદાર ભેટ, યુઝર્સ હવે Twitter પર 2 કલાકનો વીડિયો કરી શકશે અપલોડ
Elon musk
TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2023 | 12:29 PM
Share

એલોન મસ્કે ટ્વિટર(Twitter) યુઝર્સને એક શાનદાર ભેટ આપી છે. ટ્વિટર યુઝર્સ હવે પ્લેટફોર્મ પર 2 કલાકનો સંપૂર્ણ વીડિયો અપલોડ કરી શકશે. મસ્કે ગુરુવારે રાત્રે આની જાહેરાત કરી છે. તેણે પ્લેટફોર્મ પર લખ્યું કે “ટ્વિટર બ્લુ સબ્સ્ક્રાઇબર્સ હવે 2-કલાકના વીડિયો (8GB)અપલોડ કરી શકે છે!” જણાવી દઈએ કે નોન-ટ્વિટર બ્લુ સબ્સ્ક્રાઇબર માત્ર 140 સેકન્ડ (2 મિનિટ, 20 સેકન્ડ) સુધીના વીડિયો અપલોડ કરી શકે છે. નવું ફીચર ફક્ત બ્લુ સબસ્ક્રિપ્શન માટે ચૂકવણી કરનારા ગ્રાહકો માટે જ ઉપલબ્ધ હશે.

આ પણ વાંચો: WhatsApp ચેટ લોક ફીચરમાં મોટો ઝોલ ! સહેજ ભૂલ થઈ તો કોઈપણ વાંચી શકશે પર્સનલ ચેટ

એલોન મસ્કનું ટ્વિટ

ભારતમાં બ્લુ સબસ્ક્રિપ્શનની કિંમત

1 એપ્રિલના રોજ, એલોન મસ્કે ટ્વિટર બ્લુ ટિક માટે સબ્સ્ક્રિપ્શન શરૂ કર્યું જે અગાઉ મફતમાં બહાર પાડવામાં આવ્યું હતું. પાછળથી તે પેઇડ સર્વિસ બની કે જે એકાઉન્ટ પર દર મહિને 8 ડોલર અથવા વાર્ષિક 84 ડોલરના ખર્ચે બ્લુ ટિક માર્ક આપે છે. બ્લુ ટિક સૂચવે છે કે તમારું એકાઉન્ટ અધિકૃત છે. ભારતમાં મોબાઇલ પર ટ્વિટર બ્લુ સેવાઓનો ઉપયોગ કરવા માટે, વપરાશકર્તાઓએ Android અને iOS બંને ઉપકરણો માટે દર મહિને 900 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે વેબ પર સબસ્ક્રિપ્શન પ્લાનની કિંમત 650 રૂપિયા પ્રતિ માસ છે.

બ્લુ સબસ્ક્રાઇબર્સને વિશેષ સુવિધાઓ મળે છે

બ્લુ ટિક સબ્સ્ક્રિપ્શન લેનારા ગ્રાહકોને કંપની ઘણી વિશિષ્ટ સુવિધાઓની ઍક્સેસ આપે છે. સબ્સ્ક્રાઇબર્સ ટ્વિટ પોસ્ટ કર્યાની 30 મિનિટની અંદર પાંચ વખત સુધી તેમની ટ્વીટ્સ એડિટ કરી શકે છે, 10,000 અક્ષરો સુધીની ટ્વીટ પોસ્ટ કરી શકે છે, લાંબા વીડિયો પોસ્ટ કરી શકે છે. સબ્સ્ક્રાઇબર્સને 50 ટકા ઓછી જાહેરાતો બતાવવામાં આવે છે, અને વધુ વપરાશકર્તાઓને કોઈપણ નવી સુવિધાઓની પ્રથમ ઍક્સેસ પણ મળે છે.

તેમની પોસ્ટને પણ કંપની દ્વારા પ્રાથમિકતા આપવામાં આવે છે. વધુમાં, Twitter હજુ પણ બ્લુ સબ્સ્ક્રિપ્શનવાળા ગ્રાહકો સાથે જાહેરાતની આવક કેવી રીતે શેર કરવી તેના પર કામ કરી રહ્યું છે. પોલિસી મુજબ, જે યુઝર્સનું એકાઉન્ટ 90 દિવસથી વધુ જૂનું છે તેઓ ઉપર ડાબી બાજુએ તેમના પ્રોફાઇલ ફોટો પર ક્લિક કરીને ટ્વિટર બ્લુને ઍક્સેસ કરી શકે છે.

લિન્ડા યાકારિનોને સીઈઓ તરીકે કર્યા છે નિયુક્ત

આપને જણાવી દઈએ કે, 12 મેના રોજ, એલોન મસ્ક, લિન્ડા યાકારિનોને – ભૂતપૂર્વ NBCU યુનિવર્સલ એડવર્ટાઈઝિંગ હેડ -ને ટ્વિટરના નવા સીઈઓ તરીકે નિયુક્ત કર્યા. મસ્કના જણાવ્યા અનુસાર, યાકારિનો “બિઝનેસ ઓપરેશન્સ” પર ધ્યાન કેન્દ્રિત કરશે. મસ્કે કહ્યું, “હું ટ્વિટરના નવા સીઇઓ તરીકે લિન્ડા યાકારિનોનું સ્વાગત કરવા માટે ઉત્સાહિત છું!” તેણે આગળ લખ્યું, “@LindaYacc મુખ્યત્વે બિઝનેસ ઓપરેશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જ્યારે હું પ્રોડક્ટ ડિઝાઇન અને નવી ટેકનોલોજી પર”.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">