AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Twitter પર નહીં જોવા મળે જાહેરાત, કંપની લાવી રહી છે નવું સબસ્ક્રિપ્શન મોડલ, જાણો એલન મસ્કનો પ્લાન

મસ્કે શનિવારે ટ્વિટર પર જણાવ્યું હતું કે, ટ્વીટર પરની જાહેરાતો વારંવાર આવે છે અને ઘણી મોટી હોય છે. આગામી સપ્તાહમાં બંનેને ઘટાડવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. સાથે જ અમે વધુ કિંમતનું સબસ્ક્રિપ્શન મોડલ પણ બહાર પાડી રહ્યા છીએ.

Twitter પર નહીં જોવા મળે જાહેરાત, કંપની લાવી રહી છે નવું સબસ્ક્રિપ્શન મોડલ, જાણો એલન મસ્કનો પ્લાન
TwitterImage Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2023 | 3:05 PM
Share

માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટરના માલિક એલોન મસ્કનું કહેવું છે કે તેઓ પ્લેટફોર્મ પર દેખાતી જાહેરાતોની સાઈઝ અને ફ્રીક્વન્સીમાં સુધારો કરશે. મસ્કે જણાવ્યું હતું કે જાહેરાતો ઘટાડવા માટે, અમે ઉચ્ચ કિંમતનું સબસ્ક્રિપ્શન મોડલ રજૂ કરવાની યોજના બનાવી રહ્યા છીએ જે વપરાશકર્તાઓને કોઈપણ જાહેરાત વિના ટ્વિટરનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે. આપને જણાવી દઈએ કે તાજેતરમાં જ મસ્કે ટ્વીટ માટે બુકમાર્ક ફીચર લાવવાની જાહેરાત કરી છે. આ ફીચર ટૂંક સમયમાં જ રોલઆઉટ થઈ શકે છે.

આ પણ વાંચો: Twitter નું આ ફીચર થશે બંધ, થોડા દિવસ પહેલા જ થયું હતું લોન્ચ, યુઝર થયા હતા પરેશાન

મસ્કે ટ્વીટ કરીને માહિતી આપી હતી

મસ્કે શનિવારે ટ્વિટર પર જણાવ્યું હતું કે, “ટ્વીટર પરની જાહેરાતો વારંવાર આવે છે અને ઘણી મોટી હોય છે. આગામી સપ્તાહમાં બંનેને ઘટાડવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. સાથે જ અમે વધુ કિંમતનું સબસ્ક્રિપ્શન મોડલ પણ બહાર પાડી રહ્યા છીએ. જેથી કોઈ જાહેરાતો ન આવે.” જો કે, તેમણે એ જણાવ્યું ન હતું કે જાહેરાત ઘટાડવા માટે શું કરવામાં આવશે અથવા નવા સબસ્ક્રિપ્શન મોડલની કિંમત કેવી હશે.

શરૂઆતથી પ્લેટફોર્મ પર ઘણા ફેરફારો થઈ રહ્યા છે

આપને જણાવી દઈએ કે મસ્કે હાલમાં જ “Twitter Blue” સબસ્ક્રિપ્શન શરૂ કર્યું છે. મસ્કે કંપની ખરીદતાની સાથે જ સ્પષ્ટ કરી દીધું હતું કે ટ્વિટર ફક્ત જાહેરાત પર ભરોસો કરી શકે નહીં. જે બાદ કંપનીએ પેઇડ બ્લુ સબસ્ક્રિપ્શન શરૂ કર્યું. કંપની તેની જાહેરાતની આવકમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે સંઘર્ષ કરી રહી છે કારણ કે બ્રાન્ડ પોતાની મોડરેશન નીતિઓ અંગેની ચિંતાઓ વચ્ચે સાઇટથી પોતાના હાથ ખેંચી રહી છે. મસ્કએ કહ્યું છે કે તે નથી ઇચ્છતા કે પ્લેટફોર્મ “ફ્રી ફોર ઓલ હિલસ્કેપ” બની જાય.

ટ્વિટરે તાજેતરમાં સતત નીતિમાં ફેરફાર કરીને રાજકીય જાહેરાતો પરના તેના ત્રણ વર્ષના પ્રતિબંધને હળવો કર્યો છે. આપને જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆતમાં ટ્વિટરે જાહેરાતમાં કામ કરતા લગભગ 40 ડેટા સાયન્ટિસ્ટ અને એન્જિનિયર્સને હટાવી દીધા છે.

ટ્વિટર બુકમાર્ક સુવિધા

ટ્વિટર બુકમાર્કની બીજી નવા ફીચર ટૂંક સમયમાં ટ્વિટર પર રિલીઝ થઈ રહ્યા છે. એલોન મસ્કે ટ્વીટ કર્યું છે કે ટ્વીટને બુકમાર્ક તરીકે સેવ કરી શકાય છે. સૌથી મહત્વની બાબત એ છે કે બુકમાર્ક સંપૂર્ણપણે ખાનગી રહેશે, એટલે કે, અન્ય કોઈ વપરાશકર્તા તમારા બુકમાર્કને જોઈ શકશે નહીં, જો કે ટ્વિટ બુકમાર્ક તરીકે સેવ કરવામાં આવશે, તે ચોક્કસપણે જોઈ શકશે કે કેટલા લોકોએ તેનું બુકમાર્ક કર્યું છે.

Follow Us
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">