ફ્લિપકાર્ટ પર ઓર્ડર કર્યું લેપટોપ અને નિકળ્યો સાબુ, અમદાવાદના વિદ્યાર્થીએ ફરિયાદ કરી તો કંપનીએ આપ્યો આવો જવાબ

એક કિસ્સો IIM અમદાવાદના એક વિદ્યાર્થીનો છે, જેણે ફ્લિપકાર્ટ (Flipkart) પરથી 50,000 રૂપિયાનું લેપટોપ (Laptop) મંગાવ્યું હતું, પરંતુ કંપનીએ તેને સાબુ મોકલ્યો હતો. ફ્લિપકાર્ટના વરિષ્ઠ કસ્ટમર કેર એક્ઝિક્યુટિવએ યશસ્વીને કંઈક આવો જવાબ આપ્યો.

ફ્લિપકાર્ટ પર ઓર્ડર કર્યું લેપટોપ અને નિકળ્યો સાબુ, અમદાવાદના વિદ્યાર્થીએ ફરિયાદ કરી તો કંપનીએ આપ્યો આવો જવાબ
Symbolic ImageImage Credit source: File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2022 | 9:35 AM

તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે અને તેની સાથે ઈ-કોમર્સ વેબસાઈટના બમ્પર સેલ પણ શરૂ થઈ ગયા છે. આવી સ્થિતિમાં સસ્તો સામાન ખરીદવામાં ઘણા ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આવો જ એક કિસ્સો IIM અમદાવાદના એક વિદ્યાર્થીનો છે, જેણે ફ્લિપકાર્ટ (Flipkart)પરથી 50,000 રૂપિયાનું લેપટોપ (Laptop)મંગાવ્યું હતું, પરંતુ કંપનીએ તેને ઘડીનો સાબુ મોકલ્યો હતો. બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ, વિદ્યાર્થીનું નામ યશસ્વી શર્મા છે અને તેણે ફ્લિપકાર્ટ પર ચાલી રહેલા બિગ બિલિયન ડેઝ સેલમાંથી તેના પિતા માટે લેપટોપનો ઓર્ડર આપ્યો હતો. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું – મેં મારા પિતા માટે લેપટોપ ઓર્ડર કર્યો હતો, પરંતુ ફ્લિપકાર્ટે ઘડીનો સાબુ મોકલ્યો. જ્યારે મેં કસ્ટમર કેરને ફરિયાદ કરી તો તેમની ભૂલ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો.

આટલું જ નહીં કસ્ટમર કેરે સીસીટીવીના પુરાવા સ્વીકારવાનો પણ ઈન્કાર કરી દીધો હતો. ફ્લિપકાર્ટના વરિષ્ઠ કસ્ટમર કેર એક્ઝિક્યુટિવએ યશસ્વીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું – કોઈ વળતર શક્ય નથી. યશસ્વીએ ફ્લિપકાર્ટના સીઈઓ કલ્યાણ કૃષ્ણમૂર્તિ અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલને પણ પોસ્ટમાં ટેગ કર્યા છે.

યશસ્વીના પિતાને ઓપન બોક્સના કોન્સેપ્ટથી વાકેફ ન હતા

યશસ્વીએ સોશિયલ મીડિયા પર પિતાની ભૂલનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેણે લખ્યું કે જ્યારે ડિલિવરી બોય સામાનની ડિલિવરી કરવા આવ્યો ત્યારે તેમના પિતાએ ભૂલ કરી હતી. ભૂલ એ છે કે તેના પિતાને ‘ઓપન-બોક્સ’ ડિલિવરી વિશે જાણ ન હતી. યશસ્વીએ કહ્યું કે ડિલિવરી લેતી વખતે રિસીવરે ડિલિવરી બોયની સામે પેકેટ ખોલવાનું હોય છે અને વસ્તુ જોઈને જ OTP આપવાનો હોય છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

તેના પિતાને લાગ્યું કે ડિલિવરી લેતી વખતે OTP આપવો પડે છે, જે મોટાભાગની પ્રીપેડ ડિલિવરી સાથે થાય છે. યશસ્વીએ કહ્યું કે તેમની પાસે અનબોક્સિંગના સીસીટીવી ફૂટેજ છે. તેણે આગળ લખ્યું કે ડિલિવરી બોયએ તેના ગ્રાહકને ઓપન બોક્સ કોન્સેપ્ટ વિશે કેમ ન જણાવ્યું? બાદમાં અનબૉક્સિંગ કરતાં જાણવા મળ્યું કે અંદર કોઈ લેપટોપ નથી પરંતુ સાબુ છે.

ઈ-કોમર્સ સામેની ફરિયાદો 3 વર્ષમાં 6 ગણી વધી

દેશમાં સૌથી વધુ ગ્રાહકોની ફરિયાદો એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સ કંપનીઓ સામે કરવામાં આવી છે. આ વર્ષે અત્યાર સુધીમાં, ગ્રાહકોની લગભગ અડધી ફરિયાદો ઓનલાઈન શોપિંગ સુવિધા આપતી કંપનીઓ સામે છે. ઈ-કોમર્સ કંપનીઓ સામેની ફરિયાદો દર વર્ષે વધી રહી છે.

આ વર્ષે 48% ફરિયાદો ઈ-કોમર્સ કંપનીઓને લગતી છે

આ વર્ષે જાન્યુઆરીથી ઓગસ્ટ વચ્ચે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન (NCH)દ્વારા કરવામાં આવેલી ફરિયાદોમાંથી 48% ઈ-કોમર્સ કંપનીઓ સામે હતી. કોવિડ પહેલા એટલે કે જાન્યુઆરી-ઓગસ્ટ 2019માં ઈ-કોમર્સ કંપનીઓ સામે માત્ર 8% ફરિયાદો કરવામાં આવી હતી. માત્ર ત્રણ વર્ષમાં આ ક્ષેત્રની કંપનીઓ સામેની ફરિયાદો છ ગણી વધી છે. ઉપભોક્તા બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે જણાવ્યું હતું કે, “ઈ-કોમર્સ કંપનીઓ ગ્રાહકો સાથે સારો વ્યવહાર કરી રહી નથી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">