એપમાં આવી રહ્યું છે રિચ પ્રિવ્યૂ ફીચર, પહેલા કરતા વધુ સારું બનશે WhatsApp સ્ટેટસ પર લિંક-શેરિંગ

એપમાં આવી રહ્યું છે રિચ પ્રિવ્યૂ ફીચર, પહેલા કરતા વધુ સારું બનશે WhatsApp સ્ટેટસ પર લિંક-શેરિંગ
WhatsApp Rich Preview
Image Credit source: File Photo

આ ફીચરના ટેસ્ટિંગ દરમિયાન કેપ્ચર કરાયેલા સ્ક્રીનશોટમાં, આપણે ફક્ત સાદા ટેક્સ્ટને બદલે એડ્રેસની વિગતવાર લિંક જોઈ શકાય છે. આ ફીચર WABetaInfo પર જોવામાં આવ્યું છે.

TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

May 17, 2022 | 12:48 PM

ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ (WhatsApp)એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે જે તમારા સ્ટેટ્સ પર શેરિંગ વેબસાઇટ એડ્રેસને વધુ સારૂ બનાવશે. એપ સ્ટેટ્સ માટે ‘રિચ પ્રિવ્યૂ’ (WhatsApp Rich Preview)જનરેટ કરવાની રીતોનું ટેસ્ટિંગ કરી રહી છે. અત્યારે, જો તમે સ્ટેટસ પર વેબ એડ્રેસ શેર કરો છો, તો તમે ફક્ત એડ્રેસના ટેક્સ્ટ જોશો. આ ફીચરના ટેસ્ટિંગ દરમિયાન કેપ્ચર કરાયેલા સ્ક્રીનશોટમાં, આપણે ફક્ત સાદા ટેક્સ્ટને બદલે એડ્રેસની વિગતવાર લિંક જોઈ શકાય છે. આ ફીચર WABetaInfo પર જોવામાં આવ્યું છે, જે એક વેબસાઈટ છે જે એપના બીટા વર્ઝનમાં લેટેસ્ટ ફીચર્સ (Latest Feature) ટ્રૅક કરે છે.

વેબસાઈટ તરફથી ફાઈલ કરવામાં આવેલ રિપોર્ટમાં, આ ફીચર કેવું દેખાશે અને તેનાથી શું ફરક પડશે તેના કેટલાક સ્ક્રીનશોટ જોઈ શકીએ છીએ. આ નવું ફીચર એપના એન્ડ્રોઇડ વર્ઝન પર જોવા મળ્યું છે. જો કે, તે પહેલાથી જ iOS માટે WhatsApp બીટા પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું હતું. WhatsApp ડેસ્કટોપ બીટા 2.2218.1 અને એન્ડ્રોઇડ બીટા બંને નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યા છે. આ સૂચવે છે કે WhatsApp ટૂંક સમયમાં બીટા ટેસ્ટિંગ માટે આ નવા ફીચરને રોલ આઉટ કરવા માટે તૈયાર થઈ શકે છે.

રિચ પ્રિવ્યૂ લિંક્સ મોકલનારા યુઝર્સે સેન્ડ દબાવતા પહેલા પ્રીવ્યૂ જનરેટ કરવા માટે રાહ જોવી પડશે. જો યુઝર્સ લિંક જનરેટ થાય તે પહેલા લિંક મોકલે છે, તો તે ફક્ત ટેક્સ્ટ તરીકે દેખાશે. WhatsApp નવા ફિલ્ટર ચેટ વિકલ્પ પર પણ કામ કરી રહ્યું છે. હાલમાં, આ સુવિધા માત્ર બિઝનેસ એકાઉન્ટ્સ સુધી મર્યાદિત છે, પરંતુ લેટેસ્ટ સ્ક્રીનશોટ સૂચવે છે કે આ સુવિધા પ્રમાણભૂત WhatsApp એકાઉન્ટ્સમાં પણ રજૂ કરવામાં આવશે.

વોટ્સએપ ચેટ ફિલ્ટર

જેમ કે નામથી જ જાણી શકાય છે તમે ચોક્કસ પરિમાણોનો ઉપયોગ કરીને ચોક્કસ ચેટ્સ ફિલ્ટર કરી શકો છો. સ્ક્રીનશોટમાંથી, આપણે ચાર પ્રાથમિક કેટેગરીઝ બનાવી શકીએ છીએ જેને WhatsApp શરૂઆતમાં ઉમેરી શકે છે. જેમાં શામેલ છે: અનરીડ ચેટ્સ, કોન્ટેક્ટ્સ, નોન-કોન્ટેક્ટસ અને ગ્રુપ્સ, તમે તેમને ફિલ્ટર કરવા માટે માત્ર એક વિકલ્પ પસંદ કરી શકો છો.

જ્યારે તમે સર્ચ કરો છો, ત્યારે બિઝનેસ એકાઉન્ટ પર WhatsAppનું ફિલ્ટર બટન પોપ અપ થાય છે. જો કે, એવું લાગે છે કે પ્રમાણભૂત ચેટ સાથે, ફીચરનો ઉપયોગ કરવા માટેના ઓવરઓલ સ્ટેપ્સને નાનું કરતા, તે હંમેશા ઉપર જમણી બાજુએ હાજર રહેશે, ફીચરના સત્તાવાર રોલઆઉટ વિશે કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati