Tech Tips: સેકન્ડ હેન્ડ એન્ડ્રોઇડ અને આઇફોન ખરીદતા પહેલા આ 5 બાબતોનું રાખો ધ્યાન
એન્ડ્રોઇડ (Android) અને આઇફોન વચ્ચેની ઘણી એવી બાબત છે જે ધ્યાનમાં રાખવી જોઈએ પરંતુ જ્યારે પણ તમે ફોન લો, તો તેની આ 5 બાબતો પર ચોક્કસ ધ્યાન આપો.
સેકન્ડ હેન્ડ સ્માર્ટફોન(Smartphone)નું બજાર વિશાળ છે. ઓનલાઈન પ્લેટફોર્મ (Online Platform)સાથે ઓફલાઈન માર્કેટમાં ઘણા મોબાઈલ ઉપલબ્ધ છે. તેઓ માત્ર અલગ-અલગ કિંમતના સેગમેન્ટમાં જ આવતા નથી, પરંતુ તેમાંના ઘણા તો ખુબ ઓછા યુઝ થયા હોય છે. પરંતુ કેટલીકવાર સસ્તા ફોનનો લોભ આપણને ઘણું નુકસાન પહોંચાડે છે. તો આજે અમે તમને એવી 5 વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ફોનને સુરક્ષિત રીતે ખરીદવામાં મદદ કરશે.
એન્ડ્રોઇડ અને આઇફોન વચ્ચેની સૌથી વધુ ધ્યાન આપવા જેવી બાબત એ છે કે બંનેની કિંમતોમાં ઘણો તફાવત છે. એટલું જ નહીં બંનેના સોફ્ટવેર પણ અલગ-અલગ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, એન્ડ્રોઇડ અને આઇફોન મોબાઇલના ડિવાઈસના લુક્સ અને સ્પેસિફિકેશનમાં ઝડપી ફેરફાર થયો છે. આવી સ્થિતિમાં, જ્યારે પણ તમે નવો ફોન લો, તો તેના લુક પર ચોક્કસ ધ્યાન આપો.
જૂના એન્ડ્રોઈડ અને આઈફોન ખરીદતી વખતે આ 5 બાબતોનું ધ્યાન રાખો
- કિંમતઃ સેકન્ડ હેન્ડ સ્માર્ટફોન ખરીદતા પહેલા કિંમતનો ચોક્કસથી વિચાર કરો. હંમેશા મોબાઈલની કન્ડિશન જુઓ, પછી જુઓ કે લેટેસ્ટની સરખામણીમાં તેને કેટલું નુકસાન થયું છે અને તેના પર કોઈ ડેન્ટ વગેરે છે કે કેમ. આવી સ્થિતિમાં, જુઓ કે તે ફોન હાલમાં ઓનલાઈન વગેરેથી કેટલામાં ખરીદી શકાય છે.
- સોફ્ટવેરઃ સેકન્ડ હેન્ડ સ્માર્ટફોન ખરીદતી વખતે હંમેશા તેના સોફ્ટવેર પર ધ્યાન આપો. આઇફોનમાં આઇફોન સપોર્ટ ઉપલબ્ધ છે, જે તેની કામગીરીને સરળ બનાવે છે. લેટેસ્ટ વર્ઝનમાં ઘણી સુવિધાઓ હોય છે, જ્યારે જૂના વર્ઝનમાં ઓછી સુવિધાઓ અને સ્લો હોય છે. કોઈપણ સેકન્ડ હેન્ડ ફોન ખરીદતા પહેલા, તે કેટલો જૂનો છે તે તપાસો કારણ કે ઘણી કંપનીઓ જૂના ડિવાઈસ માટે સિસ્ટમ અપડેટ્સ બંધ કરી દે છે.
- રિસેલ વેલ્યુ તપાસોઃ સેકન્ડ હેન્ડ મોબાઈલ ફોન ખરીદતા પહેલા તેની રિસેલ વેલ્યુ તપાસો. દરેક બ્રાન્ડના જૂના સ્માર્ટફોનની કિંમત અલગ-અલગ રીતે અલગ-અલગ હોય છે. આવી સ્થિતિમાં, જો તમે કોઈપણ સેકન્ડ હેન્ડ સ્માર્ટફોનની કિંમત તપાસવા માંગતા હો, તો તમે તેને કોઈપણ સેકન્ડ હેન્ડ વેબસાઇટ પર લિસ્ટેડ ડિટેલ્સમાંથી ચકાસી શકો છો.
- એસેસરીઝઃ માર્કેટમાં કોઈપણ સેકન્ડ હેન્ડ સ્માર્ટફોનની એસેસરીઝ શોધવા જાવ તો દોઢ વર્ષ જુના ફોનની એસેસરીઝ મળી જાય છે, પરંતુ બહુ જૂના ડીવાઈસની એસેસરીઝ જલ્દી મળતી નથી. આવી સ્થિતિમાં, તમને બેક કવર વગેરે આપવામાં આવ્યું છે.
- ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ વગેરે તપાસો: સેકન્ડ હેન્ડ સ્માર્ટફોન ખરીદતા પહેલા ચેક કરો કે તે ચોરાયેલો કે કોઈનો ગુમ થયેલો ફોન તો નથીને.