Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રિલાયન્સે માત્ર 999માં લૉન્ચ કર્યો Jio Bharat V2 4G Phone, આ ફીચર્સ સાથે મળશે અનલિમિટેડ કૉલિંગ, જુઓ Video

કંપનીનું કહેવું છે કે તેને 2G મુક્ત ભારત હેઠળ રજૂ કરવામાં આવી રહ્યું છે. આ સાથે કંપનીએ બે નવા પ્લાન પણ લોન્ચ કર્યા છે. આ ફોનનું નામ Jio Bharat Phone રાખવામાં આવ્યું છે. વાસ્તવમાં આ એક બેઝિક ફીચર ફોન છે, જેની ખાસ વાત એ છે કે તેમાં ઈન્ટરનેટ ચલાવી શકાય છે.

રિલાયન્સે માત્ર 999માં લૉન્ચ કર્યો Jio Bharat V2 4G Phone, આ ફીચર્સ સાથે મળશે અનલિમિટેડ કૉલિંગ, જુઓ Video
Jio bharat V2 4g Phone
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2023 | 4:20 PM

Jio bharat V2 4g Phone: રિલાયન્સે તેના ગ્રાહકોને મોટી ભેટ આપી છે. કંપનીએ તેનો બજેટ સ્માર્ટફોન ભારતીય બજારમાં લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનને બજેટ સેગમેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે, જેને ગ્રાહકો માત્ર રૂ.999માં ખરીદી શકે છે. કંપનીનું કહેવું છે કે તેને 2G મુક્ત ભારત હેઠળ રજૂ કરવામાં આવી રહ્યું છે. આ સાથે કંપનીએ બે નવા પ્લાન પણ લોન્ચ કર્યા છે. આ ફોનનું નામ Jio Bharat Phone રાખવામાં આવ્યું છે. વાસ્તવમાં આ એક બેઝિક ફીચર ફોન છે, જેની ખાસ વાત એ છે કે તેમાં ઈન્ટરનેટ ચલાવી શકાય છે.

આ પણ વાંચો: Share Market Today : શેરબજારની તેજી ઉપર લાગી બ્રેક, Sensex 592 અને Nifty 187 અંક તૂટ્યા

Jio Bharat V2 અને પ્લાનની કિંમત

રિલાયન્સે 4G ફોન ‘Jio Bharat V2’ લોન્ચ કર્યો છે. તેને માત્ર રૂ.999માં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સાથે ગ્રાહકોએ Jioનો પ્લાન પણ લેવો પડશે. તમને જણાવી દઈએ કે, રિલાયન્સે ભારતીય હેન્ડસેટ નિર્માતા કાર્બન સાથે ભાગીદારી કરી છે. આ સાથે ગ્રાહકે જે પ્લાન લેવાનો છે તેની કિંમત 123 રૂપિયા પ્રતિ મહિનો છે.

ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે
Plant in pot : ઘરે જ તૈયાર કરો જૈવિક ખાતર, આ રહી સાચી અને સરળ રીત
આજનું રાશિફળ તારીખ : 30-03-2025
શુભમન ગિલે IPLમાં નવો રેકોર્ડ બનાવ્યો
ભારતના 100 રૂપિયા બેંગકોકમાં જઈ કેટલા થઈ જાય ?
Cheapest Mobile : 15 હજારથી ઓછી કિંમતમાં કયા સ્માર્ટફોન આવે?

Jio Bharat ફોનનો વાર્ષિક પ્લાન 1234 રૂપિયામાં આવશે. તેમાં 16GB ડેટા પ્લાન (દૈનિક 0.5 GB) મળશે. કંપનીનો દાવો છે કે તે અન્ય ઓપરેટર્સના પ્લાન કરતાં 25 ટકા સસ્તું છે.

25 કરોડથી વધુ 2જી મોબાઈલ યુઝર્સ

રિલાયન્સ જિયોના જણાવ્યા અનુસાર, દેશમાં હજુ પણ 250 મિલિયન મોબાઈલ યુઝર્સ છે જેઓ 2જીનો ઉપયોગ કરે છે અને તેમની પાસે ફીચર ફોન છે. કંપનીનું એમ પણ કહેવું છે કે આ યુઝર્સ પાસે ઈન્ટરનેટ મોબાઈલ નથી.

જુઓ Video

Video Credit: Jio.com

Jio Bharat V2 4G પર કામ કરે છે

Jioના આ નવા ડિવાઇસનું વજન 71 ગ્રામ છે, જે 4G પર કામ કરે છે. તેમાં એચડી વોઈસ કોલિંગ, એફએમ રેડિયો, 128 જીબી એસડી મેમોરે કાર્ડ સપોર્ટ જેવા ફીચર્સ છે. મોબાઇલમાં 1.77 ઇંચની TFT સ્ક્રીન, 0.3MP કેમેરા, 1000mAh બેટરી, 3.5mm હેડફોન જેક, શક્તિશાળી લાઉડસ્પીકર અને ટોર્ચ છે.

આ ફોન ઘણી ભાષાઓમાં કામ કરે છે

Jio Bharat V2 મોબાઇલના ગ્રાહકોને Jio સિનેમાના સબ્સ્ક્રિપ્શનની સાથે Jio Saavnના 80 મિલિયન ગીતોની ઍક્સેસ પણ મળશે. ગ્રાહકો Jio-Pay દ્વારા UPI પર ટ્રાન્ઝેક્શન પણ કરી શકશે. ભારતની કોઈપણ મુખ્ય ભાષા બોલતા ગ્રાહકો તમારી ભાષામાં ‘Jio Bharat V2’ માં કામ કરી શકશે. આ મોબાઈલ 22 ભારતીય ભાષાઓમાં કામ કરી શકે છે.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">