Technology News : સુરક્ષિત રાખવા માગો છો તમારી પસંદની ટ્વિટ તો આ રીતે કરો બુકમાર્ક

તમે ટ્વિટર (Twitter) પર કોઈપણ સામગ્રીને બુકમાર્ક કરી શકો છો. આ સુવિધા વપરાશકર્તાઓને ટ્વીટને સાચવવાની મંજૂરી આપે છે જેથી તેઓ પછીથી તેનો જવાબ આપી શકે. ચાલો જાણીએ તેના ઉપયોગ વિશે.

Technology News : સુરક્ષિત રાખવા માગો છો તમારી પસંદની ટ્વિટ તો આ રીતે કરો બુકમાર્ક
TwitterImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2022 | 10:58 AM

ટ્વિટર (Twitter) એક લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. તમે માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ પર લગભગ દરેક બાબતની ચર્ચા કરતા લોકોને શોધી શકો છો. સરળ શબ્દોમાં કહીએ તો, આ પ્લેટફોર્મ પર દરેક માટે કંઈકને કંઈક છે. પરંતુ એક સાથે તમામ રસપ્રદ ટ્વીટ્સ (Tweets) નો ટ્રેક રાખવો થોડો મુશ્કેલ છે. આવી સ્થિતિમાં, શું તમે ટ્વિટર પર કોઈપણ સામગ્રીને બુકમાર્ક કરી શકો છો ? હા તે થઈ શકે છે. આ સુવિધા વપરાશકર્તાઓને પછીથી ટ્વીટને સાચવવાની મંજૂરી આપે છે જેથી તેઓ બાદમાં તેનો જવાબ આપી શકે. ચાલો જાણીએ તેના ઉપયોગ વિશે.

ટ્વિટર પર ટ્વીટ્સ કેવી રીતે બુકમાર્ક કરવું

  • સૌ પ્રથમ તમારા iPhone અથવા Android સ્માર્ટફોન પર Twitter ખોલો.
  • હવે તે ટ્વીટ ખોલો જેને તમે બુકમાર્ક અથવા સેવ કરવા માંગો છો.
  • આગળ, ટ્વીટની નીચે શેર આઇકોન પર ટેપ કરો. તે હાર્ટના ચિહ્નની બાજુમાં, જમણી બાજુના ખૂણામાં દેખાય છે.
  • છેલ્લે, બુકમાર્ક્સ વિકલ્પ પર ટેપ કરો જે એપ્લિકેશન્સની લીસ્ટની ઉપર દેખાય છે જ્યાં તમે ટ્વીટ્સ શેર કરી શકો છો.
  • એકવાર તમે ટ્વિટને બુકમાર્ક કરી લો તે પછી, તમને Twitter એપ્લિકેશનમાં એક સંદેશ મળશે કે ટ્વીટ તમારા બુકમાર્ક્સમાં ઉમેરવામાં આવી છે.

Twitter પર તમારી બુકમાર્ક કરેલી ટ્વીટ્સને કેવી રીતે ઍક્સેસ કરવું

  • સૌ પ્રથમ તમારા iPhone અથવા Android સ્માર્ટફોન પર Twitter ખોલો.
  • હવે બાજુના મેનૂને ઍક્સેસ કરવા માટે તમારા પ્રોફાઇલ ફોટો પર ટેપ કરો.
  • હવે બુકમાર્ક વિકલ્પ પર ટેપ કરો.
  • નીચેની સ્ક્રીનમાં, તમે બુકમાર્ક કરેલ તમામ ટ્વીટ્સની યાદી જોવા માટે સમર્થ હશો. જ્યાં સુધી તમે તેને ડિલીટ નહીં કરો ત્યાં સુધી આ ટ્વીટ્સ એપના બુકમાર્ક્સ
  • વિભાગમાં રહેશે. અહીંથી તમે બુકમાર્ક કરેલી ટ્વીટ્સ કોમેન્ટ, રીટ્વીટ, લાઈક અથવા શેર પણ કરી શકો છો.

માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટરે ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક સામે પ્રારંભિક યુદ્ધ જીતી લીધું છે. એલોન મસ્કને આ કેસમાં કોર્ટમાંથી જોરદાર ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં, એલોન મસ્કે કોર્ટમાં આ કેસની સુનાવણી આવતા વર્ષે ફેબ્રુઆરીમાં કરવાની અપીલ કરી હતી. આ ઉપરાંત ટ્વિટર ડીલના મામલામાં સુનાવણી અઠવાડિયામાં માત્ર બે વાર જ થવી જોઈએ. પરંતુ કોર્ટે એલોન મસ્કની માંગને સદંતર ફગાવી દીધી છે.

એલોન મસ્કને કોર્ટમાંથી મોટો ઝટકો

કોર્ટે ચુકાદો આપ્યો હતો કે 44 બિલિયન ટ્વિટર ડીલ કેસની સુનાવણી ઓક્ટોબર મહિનામાં ફાસ્ટ ટ્રેક પર કરવામાં આવશે. કાનૂની નિષ્ણાતો કોર્ટના આ નિર્ણયને ટ્વિટરની જીત તરીકે જોઈ રહ્યા છે. ચેન્સરી કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કેથલીન સેન્ટ. મેકકોર્મિક (t. J. McCormick) એ ટેસ્લાની માંગને બાયપાસ કરીને બે અઠવાડિયાને બદલે ફેબ્રુઆરીમાં સતત પાંચ દિવસ સુનાવણી કરવાનો આદેશ આપ્યો છે. ટ્વિટરે દલીલ કરી હતી કે ટેસ્લા ઇન્કના સ્થાપકનું આ સોદામાંથી ખસી જવું એ શરમજનક કૃત્ય હતું.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

એલોન મસ્કના દાવાઓમાં બહુ ઓછી યોગ્યતા

વિલ્મિંગ્ટનમાં સુનાવણી દરમિયાન, ન્યાયાધીશે સ્પષ્ટ કર્યું કે સોદો રદ કરવાના મસ્કના દાવાઓમાં બહુ ઓછી યોગ્યતા છે. એલોન મસ્કના વકીલોને પણ કહ્યું કે તેઓ કેસને વધુ જટિલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

કોર્ટના નિર્ણય બાદ ટ્વિટરના શેર વધ્યા

કોર્ટના નિર્ણય બાદ ટ્વિટરના શેરમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. ટ્વિટરના શેરમાં લગભગ 5.4 ટકાનો વધારો નોંધાયો છે. કોર્ટના નિર્ણય પહેલા ટ્વિટરના શેર $39.32 પર ટ્રેડ થઈ રહ્યા હતા. જોકે, કોર્ટના નિર્ણય બાદ ટ્વિટરના શેરમાં લગભગ 2.4 ટકાનો વધારો થયો છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">